તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
અમે લોકોને નિરાશ નહીં કરીએઃ જોકરોનું પ્રોમીસ
મોજ-મસ્તી અને રોમાંચનાં સંગમ ગ્રેટ ગોલ્ડન સર્કસમાં ઉમટી પડો : *૬૫ વર્ષ જુના ગ્રેટ ગોલ્ડન સરકસની રાજકોટમાં ધૂમ *જીવ-સટોસટીનાં ખેલ નજરે સપરિવાર નિહાળવાનો અદ્ભૂત લ્હાવો *૩૦ કલાકારોનાં કાફલા દ્વારા દિલધડક ખેલ *એક સરકસ ચલાવવાનો દરરોજનો ખર્ચ ૭૦ થી ૭૫ હજાર રૂપિયા થાય છે *મ્યુઝીક, લાઈટ અને ટેલેન્ટનો અદ્ભૂત સમન્વય *બાળકો પાછળથી પણ નિહાળી શકે તે માટે અઢી ફૂટ ઉંચી રીંગ બનાવાઈ *દરરોજ ૩:૩૦, ૬:૩૦ અને ૯:૩૦ ત્રણ શો જેમાં જગલીંગ, બબલ એક્ટ, એક્રોબેટ્સ, મેજીક અવનવા પ્રયોગો તથા હસાવીને લોટપોટ કરી દેતા જોકરો

રાજકોટ,તા.૨૧: પ્રખ્યાત ફિલ્મ ‘મેરા નામ જોકર'માં રાજકપૂરનો એક ડાયલોગ છે. ‘દુનિયા મેં એક ચીજ શેર-એ-બબ્બર ભી ઝયાદા ખતરનાક ઔર ડરાવની હૈ ઔર વો હૈ ગરીબી ઔર ભૂખ! આજકાલ આપણા દેશમાં મનોરંજનનું માધ્યમ મોબાઈલ ટીવી બન્યા છે. જ્યારે ભૂખ માટે કાળી-મહેનત કરી લોકોને ભરપેટ મનોરંજન પીરસતા સરકસનાં અદ્ભૂત કલાકારોને નિહાળવામાં લોકોને રસ ઓછો થતો જાય છે. હાલ રાજકોટનાં શાષાીમેદાન ખાતે ૬૫ વર્ષ જૂનાં ગુજરાતનાં એકમાત્ર ‘‘ગ્રેટ ગોલ્ડન સરકસ'' આવ્યું છે. જેમાં નેપાળ, આસામ, હરિયાણા, બંગાળ, યુપી અને સાઉથનાં કલાકારો તદ્ન નવા એકએકથી ચઢિયાતા હેરત અંગેજ ખેલ સાથે રીતસર ધુમ મચાવી રહ્યા છે. જીવ સટોસટીનાં લાઈવ ખેલ નજરે નિહાળવાનો અદ્ભૂત લ્હાવો ઘર આંગણે મળી રહ્યો છે. આ કલાકારો રાજકોટમાં દીલધડક ખેલ દર્શાવી રહ્યા છે.
આજે ‘અકિલા'ના આંગણે આવેલા ગ્રેટ ગોલ્ડન સરકસમાં જોકરનું પાત્ર ભજવતા હરિયાણાનાં સુરેન્દર, કોલકત્તાના કરીમ શેખ અને શરીફ શેખે જણાવ્યું હતુ કે, રાજકોટની પબ્લીક ખુબ સારી છે. અમને ગુજરાત તથા રાજસ્થાનમાં કામ કરવાની વધુ મજા આવે છે. કારણ અહિં લોકો મીઠી બોલી બોલે છે.
હરિયાણાથી આવેલા સુરેન્દરે જણાવ્યું હતું કે, હું છેલ્લા ૩૦ વર્ષથી સરકસમાં કામ કરું છું. પહેલા અને અત્યારના સરકસમાં ખુબ ફર્ક છે. પહેલા સરકસમાં જાનવરોનાં ખેલ પણ થતાં. હવે તો પોપટ, ઘોડા, હાથી અને શ્વાનનાં ખેલની પણ મનાઈ થઈ ગઈ છે. પરિણામે કલાકારોનાં જીમ્નાસ્ટિક દ્વારા કરતબ દર્શાવી લોકોનું મનોરંજન કરવું પડે છે.
જ્યારે ગ્રેટ ગોલ્ડન સરકસનાં મેનેજર બશીરભાઈ જુણાજનું કહેવું હતું કે, હું ૪૦ વર્ષથી હરિશભાઈ સાથે કામ કરું છું. તેમનાં થકી કામ શક્ય બન્યું છે. સરકસની વાત કરીએ તો ગ્રેટ ગોલ્ડન સરકસ પર ૧૫૦ પરિવારોનો હાલ નિભાવ થઈ રહ્યો છે. દરરોજનો ૭૦ થી ૭૫ હજાર જેટલો ખર્ચ આવે છે. જ્યારે સામે એટલી આવક નથી. હાલ ૩૦ કલાકારો નેપાળ, આસામ, બંગાળ, ઉત્તરપ્રદેશ અને દક્ષિણથી આવ્યા છે. દરરોજ ૩:૩૦, ૬:૩૦ અને ૯:૩૦ એમ ત્રણ શો દર્શાવાય છે. જેમાં જગલીંગ, બબલ એક્ટ, એકોબેટ્સ, મેજીક, કાર્ટુન માસ્કોટસ, ટોલમેન આ ઉપરાંત જુલા, ફાયર, રીંગ, સાયકલ સહિતનાં તદ્ન નવાજ અને લોકોને આヘર્ય પમાડે તેવા ખેલ ગ્રેટ ગોલ્ડન સરકસમાં રજુ થઈ રહ્યા છે.
લોકોને પેટ પકડીને લોટ-પોટ કરી દેનાર જોકર સહિતના એક એકથી ચઢિયાતા બાળકોની સાથે મોટાઓએ પણ મોજ પડી જાય તેવા નવા મનોરંજક હેરતઅંગેજ કરતબો આ કલાકારો લઈને આવ્યા છે રાજકોટમાં દર્શકોને મોજ કરાવી દેશે.
મ્યુઝીક, લાઈટ અને ટેલેન્ટનો અદ્ભૂત સમન્વય એવા ૬૫ વર્ષ જુનાં ગ્રેટ ગોલ્ડન સરકસમાં આ વખતે જે બાળકો બેઠા હોય તેના માટે અઢી ફૂંટ ઉંચી રીંગ બનાવાઈ છે. જેથી તેઓ પાછળથી પણ આરામથી ખેલ નિહાળી શકે. ઉલ્લેખનીય છે કે, ગ્રેટ ગોલ્ડન સરકસ કંપનીના માલીક અનવરભાઈ જોન ગુજરાતી છે. એટલું જ નહીં સરકસ પણ પેલું એવું છે જે ગુજરાતી સરકસ છે. આ સરકસે ફિલ્મ શોલે, ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ સીરીયલ ઉપરાંત અનેક ફિલ્મોમાં સીન આપ્યા છે. આ સરકસને ગોલ્ડન એવોર્ડ પણ મળી ચૂક્યો છે.
સમગ્ર રાજકોટવાસીઓ તથા આજુબાજુથી આવતા લોકોને ખાસ અપીલ છે કે, ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો સરકસ જોવા ઉમટી પડે અને આ કલાકારોની કલાને બીરદાવે. જો લોકો ઉદારતાથી અહિં આવશે તો સરકસ કાયમ જીવંત રહેશે. અકિલાની પારેખ મુલાકાત વખતે ચારૂ પબ્લીસીટી વાળા લાલુભાઈ પારેખ ઉપસ્થિત રહ્યા હતા.
જોકર સુરેન્દર ૪૦ ફૂટ ઉંચા જુલા પરથી પડયા અને....
ગ્રેટ ગોલ્ડન સરકસમાં જોકરનું છેલ્લા ૩૦ વર્ષથી કામ કરતા હરિયાણાનાં સુરેન્દરે જણાવ્યું હતું કે, એક વખત ભરચક્ક પબ્લીક વચ્ચે જુલાનો ખેલ ચાલી રહ્યો હતો અને ૪૦ ફુટ ઉંચે કરતબ દર્શાવવાનું હતું ત્યાં અચાનક હું નીચે પછડાયો અને મારા શરીરમાં ફેક્ચર આવ્યા. માલીકની મહેરબાનીથી હું સાજો થયો અને ફરી સરકસમાં કામે લાગ્યો. આજે પણ શરીરને ફટ રાખવા દરરોજ બે કલાક પ્રેક્ટીસ કરીએ છીએ હું સરકસમાં કરતબ કરી રહ્યો હતો ત્યારે જ મારા પિતાનાં અવસાનનાં સમાચાર આવેલા છતાં લોકોને હસાવી અમારે અમારૂ દુઃખ સહન કરવું પડે છે. એનું નામ જ સરકસ.
સ્કૂલ બુકિંગ અને ગ્રુપ બુકિંગ માટે સંપર્ક કરો...
રાજકોટની જનતા એકવાર આવીને સરકસ નિહાળશે ત્યારે લોકોને ખબર પડશે કે કલાકારોનાં દિલ ધડક ખેલ શું હોય શકે ગ્રેટ ગોલ્ડન સરકસનાં જ્યાં પણ ખેલ થાય છે ત્યાં લોકો પોતાનું સરકસ સમજી નિહાળે છે. રાજકોટનાં શાષાીમેદાન ખાતે ધૂમ મચાવતા ગ્રેટ ગોલ્ડન સરકસનો વધુમાં વધુ બાળકોથી લઈ મોટા સુધી તમામને લાભ મળે તે માટે ગ્રુપ બુકિંગ પણ થઈ શકે છે. જેમાં કનસેશન દરે જોવાની સુવિધા મળી શકશે. ગ્રુપ બુકિંગ માટે બશીરભાઈ જુણાજ મો.૯૯૧૩૫ ૭૬૯૫૬ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
સરકાર મદદ કરે તે ખુબ જરૂરી...
આપણે ત્યાં લાંબા સમયથી સરકસ મનોરંજન કરતા આવ્યા છે. હંમેશા કોઈ શહેરમાં મહિનો - બે મહિના તંબુતાણી બીજા શહેરમાં જતા રહે છે. વર્ષમાં ૮ ગામ ફરે છે. ૧૨ મહિનામાં ૮ મહિના સરકસ ચાલું રહે છે. મરણપથારીએ ધકેલાઈ ગયેલા આ અદ્ભૂત કલાને જીવંત રાખવા સરકાર ઉંડો રસ લે તે ખૂબ જરૂરી છે. કલાકારોનાં સંઘર્ષમય જીવન વિશે પણ વિચારી જો તેને મદદરૂપ બને તો હજારો પરિવારોનો આધાર બની શકે છે. ગેમઝોન કાંડ પછી સરકારની ઉપાધી વધી છે. સરકાર ધ્યાન આપે તો સરકસ ફરી દોડતું થઈ શકે છે.
(4:02 PM IST)










