<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

બોલેરોના હપ્‍તા ચડી જતાં પાંભર ઇટાળાના ધર્મેશ સનુરાએ વૃધ્‍ધાનો ચેઇન ખેંચી લીધો હતો

મોટા મવામાં થયેલી ચિલઝડપનો ભેદ તાલુકા પોલીસે ઉકેલ્‍યો : તાલુકા પોલીસના જયપાલસિંહ સરવૈયાની બાતમીઃ પીઆઇ ડી. એમ. હરિપરા, પીએસઆઇ બી.આર. ભરવાડ, એએસઆઇ હરપાલસિંહ જાડેજા, સલીમભાઇ માડમ અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૧: ચાર દિવસ પહેલા મોટા મવામાં સેલેનીયમ સ્‍ક્‍વેરની બાજુમાં માસુમ સ્‍કૂલવાળા રોડ પર ચાલીને જઇ રહેલા  શિવમ્‌ પાર્ક-૧માં રહેતાં સમજુબેન ડાયાભાઇ સંખાવરા (ઉ.વ.૬૫) નામના વૃધ્‍ધાના ગળામાંથી બાઇકચાલક શખ્‍સ રૂા. ૧ લાખનો દોઢ તોલાનો ચેઇન ખેંચી ગયો હતો. આ ગુનાનો ભેદ તાલુકા પોલીસે  ઉકેલી બોલેરોમાં માલસામાનના ફેરા કરતાં પાંભર ઇટાળાના ધર્મેશ નામના શખ્‍સને ઝડપી લીધો છે. લોનથી લીધેલી બોલેરોના હપ્‍તા ચડી ગયા હોઇ પૈસા ન હોઇ જેથી ચિલઝડપ કર્યાનું રટણ કર્યુ હતું.

સમજુબેન ઘર નજીક જ આવેલા બ્રહ્માકુમારી ઓમ શાંતિ સેન્‍ટર ખાતે જવા નીકળ્‍યા ત્‍યારે ચીલઝડપનો બનાવ બન્‍યો હતો.  ભેદ ઉકેલવા તાલુકા પોલીસની ટીમ કાર્યરત થઇ હતી એ દરમિયાન કોન્‍સ. જયપાલસિંહ સરવૈયાને મળેલી બાતમી પરથી નવા રીંગ રોડ ઠાકર ચોક પાસેથી બાઇક નં. જીજે૦૩એનએમ-૫૮૪૩ સાથે શખ્‍સને સકંજામાંલઇ પુછતાછ કરતાં પોતાનું નામ ધર્મેશ ભુરાભાઇ સનુરા (ઉ.વ.૩૨-રહે. ઇટાળા પાંભર તા. લોધીકા) જણાવ્‍યું હતું. આકરી પુછતાછમાં તેણે ચિલઝડપ કબુલી હતી અને ૧ લાખનો ચેઇન કાઢી આપ્‍યો હતો. ધર્મેશે કબુલ્‍યું હતું કે પોતે કેટરર્સમાં બોલેરોથી માલસામાનના ફેરા કરે છે. હાલમાં વાહનના હપ્‍તા ચડી ગયા હોઇ પૈસા ન હોવાથી ચિલઝડપ કરી હતી.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ ડી. એમ. હરિપરા, પીએસઆઇ બી.આર. ભરવાડ, એએસઆઇ હરપાલસિંહ જાડેજા, સલિમભાઇ માડમ, જનકસિંહ ગોહિલ, હેડકોન્‍સ. કોૈશેન્‍દ્રસિંહ ઝાલા, અજયભાઇ ભુંડીયા, અક્ષયભાઇ નાથાણી, મયુરભાઇ ઠાકર, કોન્‍સ. ભીખુભાઇ મૈયડ, મયુરસિંહ જાડેજા, જયપાલસિંહ સરવૈયા, શિવભદ્રસિંહ ગોહિલ, ઉગાભાઇ બાળા, બલભદ્રસિંહ જાડેજા, નિકુંજભાઇ મારવીયા, કુલદિપસિંહ જાડેજા અને મુકેશભાઇ ડાંગરે આ કામગીરી કરી હતી.

(3:50 PM IST)