<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

રાજકોટ યોગના રંગમાં રંગાયું

મનપા દ્વારા વિવિધ પાંચ સ્‍થળોએ કાર્યક્રમનું આયોજન કરાયું : આજે યોગે સમગ્ર વિશ્વને એક સાથે જોડ્‍યું છેઃ નરેન્‍દ્રભાઈ મોદીઃ આજે ગુજરાતમાં ૧.૫ કરોડ લોકો યોગમાં જોડાયા છેઃ ભૂપેન્‍દ્રભાઈ પટેલઃ યોગ એ એક દિવસ કરવા માટે નથી, કાયમી અપનાવી તંદુરસ્‍ત અને નિરોગી જીવન જીવવાનો પાયો છે : નયનાબેન પેઢડીયા

રાજકોટ, તા. ર૧ : આજે ૨૧-મી જૂન  ૧૧ મા આંતરાષ્‍ટ્રીય યોગ દિવસ ની ઉજવણી અંતર્ગત મ્‍યુનિ. કોર્પોરેશન દ્વારા   જુદા જુદા ૦૫(પાંચ) સ્‍થળોએ યોગાભ્‍યાસ કાર્યક્રમ યોજાયો હતો.  આશરે કુલ ૧ લાખ શહેરીજનો બહોળી સંખ્‍યામાં ઉત્‍સાહભેર જોડાયા.

વિશાખાપટ્ટનમથી આ કાર્યક્રમમાં જોડાયેલા માન. વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદીએ પ્રાસંગીક ઉદબોધનમાં જણાવેલ કે, આજે ૨૧ જુને સમગ્ર વિશ્વ યોગ દિન ઉજવી રહ્યું છે તે અભિનંદનને પાત્ર છે. યોગે સમગ્ર વિશ્વને એક સાથે જોડ્‍યું છે. આ એકતા સામાન્‍ય ન ગણાય, આ માનવતાની એકતા છે. આજની યુવા પેઢી તેમજ દિવ્‍યાંગ જનોએ પણ યોગ અપનાવેલ છે. નાનામાં નાના ગામના નાગરિક કે સેનાના જવાનો સુધીના સૌ કહી રહ્યા છેકે યોગ એ બધા માટે છે.

 મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલએ પ્રાસંગીક ઉદબોધનમાં જણાવેલ કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ યુનોમાં યોગ અંગે પ્રસ્‍તાવ મુકયા બાદ સમગ્ર વિશ્વએ ૨૧મી જુનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું જે ભારત માટે ગૌરવની વાત છે. ભારતના પ્રાચીનકાળના યોગ આજે મોડર્ન વિશ્વને સશક્‍ત બનાવી રહ્યું છે. આજે ગુજરાતમાં ૧.૫ કરોડથી વધુ લોકો યોગમાં જોડાયા છે. પ્રધાનમંત્રીએ મન કી બાત માં મેદસ્‍વિતા વિશે લોકોને સજાગ કરી રહ્યા છે. આ શારીરિક સમસ્‍યા સામે યોગ ઈલાજરૂપ બને છે. પ્રધાનમંત્રી લોકોના સ્‍વાસ્‍થ્‍યની ચિંતા કરીને યોગ સૌ કોઈ અપનાવે તેવો અનુરોધ કર્યો છે અને ત્‍યારે આપને સૌ પણ તેમાં જોડાઈએ.

યોગનો અર્થ થાય છે (બ્રહ્માંડ સાથેનું) જોડાણ. યોગ એ વ્‍યક્‍તિ જેનો એક ભાગ છે તેને બ્રહ્માંડ સાથે સભાનતાપૂર્વક વ્‍યક્‍તિગત સ્‍વને (જીવંત અસ્‍તિત્‍વ)ને જોડવાની રીત સૂચવે છે.યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની એક અમૂલ્‍ય ભેટ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨૧-મી જૂન ૧૧ મા આંતરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત શહેરમાં જુદા જુદા પાંચ સ્‍થળોએ શહેરીજનો માટે યોગાભ્‍યાસ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્‍ય પાંચ સ્‍થળ ઉપરાંત શહેરના વિવિધ બગીચાઓ, સરકારી અને ખાનગી શાળા - કોલેજો, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, ધાર્મિક સંસ્‍થાઓ, વિવિધ સરકારી કચેરીઓ, રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટની ઓફિસ ખાતે આશરે ૧ લાખ જેટલા નાગરિકો યોગમાં જોડાયા હતા.

ક્રિકેટ સ્‍ટેડિયમ

માધવરાય સિંધિયા ક્રિકેટ સ્‍ટેડિયમ, રેસકોર્ષ સંકુલ, રેસકોર્ષ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં ગુજરાત સ્‍ટેટ યોગ બોર્ડ સંસ્‍થા દ્વારા ઉપસ્‍થિત નાગરિકોને યોગાભ્‍યાસ કરાવવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત મહાનુભાવોનું શાબ્‍દિક સ્‍વાગત પ્રવચન સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવભાઈ દવે દ્વારા કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા, આરોગ્‍ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વાઈસ ચેરમેન પ્રવિણભાઈ નિમાવત, આર.સી.એમ. મહેશ જાની, સનદી અધિકારી કાંબલે વળશાલી, કોર્પોરેટરો કુસુમબેન ટેકવાણી, અલ્‍પાબેન દવે, નિલેશભાઈ જલુ, વિનુભાઈ ઘવા, શિક્ષણ સમિતિ સભ્‍ય હિતેશભાઈ રાવલ, વોર્ડ સંગઠનના હોદેદારઓ, નાયબ મ્‍યુનિસિપલ કમિશનર એચ.આર. પટેલ, સિટી એન્‍જીઓ  પી.ડી.અઢીયા,  અતુલ રાવલ, સહાયક કમિશનર બી.એલ. કાથરોટીયા,  એન.કે. રામાનુજ, ડેપ્‍યુટી સેક્રેટરી ધવલ જેસડીયા, ગુજરાત સ્‍ટેટ યોગ બોર્ડના યોગ શિક્ષકો તથા અંદાજીત ૫૦૦૦ નાગરિકો યોગાભ્‍યાસમાં જોડાયા હતાં. કાર્યક્રમના અંતે આભારવિધિ સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ.

નાના મૌવા સર્કલ

નાના મૌવા સર્કલ પાસેનું ગ્રાઉન્‍ડ, નાના મૌવા મેઈન રોડ,રાજકોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં પતંજલી સંસ્‍થા દ્વારા ઉપસ્‍થિત નાગરિકોને યોગાભ્‍યાસ કરાવવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત મહાનુભાવોનું શાબ્‍દિક સ્‍વાગત પ્રવચન શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત મહાનુભાવોનું સ્‍વાગત પતંજલિ યોગ સંસ્‍થાના પ્રતિનિધિ દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા દ્વારા કરવામાં આવેલ.        આ કાર્યક્રમમાં ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ અને મંત્રી ભરતભાઈ શીંગાળા, કોર્પોરેટરો અશ્વિનભાઈ પાંભર, બીપીનભાઈ બેરા, ડૉ.દર્શનાબેન પંડ્‍યા, વિનુભાઈ સોરઠીયા, મગનભાઈ સોરઠીયા, દુર્ગાબા જાડેજા, અલ્‍પેશભાઈ મોરજરીયા, જીતુભાઈ કાટોડીયા, રણજીતભાઈ સાગઠીયા, શિક્ષણ સમિતિ સભ્‍ય મનસુખભાઈ વેકરીયા, વોર્ડ સંગઠનના હોદેદારઓ તેમજ મનપાના અધિકારીઓ સર્વે નાયબ મ્‍યુનિસિપલ  ચેતન નંદાણી, સિટી એન્‍જી. કુંતેશ મહેતા, સહાયક કમિશનર દિપેન ડોડીયા, મેનેજર અને પી.એસ.ટુ મેયર વિપુલ ઘોણીયા, પતંજલી સંસ્‍થાના યોગ શિક્ષકો તથા અંદાજીત ૨૦૦૦ નાગરિકો યોગાભ્‍યાસમાં જોડાયા હતાં. કાર્યક્રમના અંતે આભારવિધિ અશ્વિનભાઈ પાંભર દ્વારા કરવામાં આવેલ.

  સંત કબીર રોડ

સરદાર વલ્લભભાઈ પટેલ શાળા, સંત કબીર રોડ, રાજકોટખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં બ્રહ્માકુમારી સંસ્‍થા દ્વારા ઉપસ્‍થિત નાગરિકોને યોગાભ્‍યાસ કરાવવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત મહાનુભાવોનું શાબ્‍દિક સ્‍વાગત પ્રવચન દિલીપભાઈ લુણાગરીયા દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા દ્વારા કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં મેયર મતી નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા કોર્પોરેટરો કંકુબેન ઉઘરેજા, દિલીપભાઈ લુણાગરિયા, ભાવેશભાઈ દેથરીયા, પરેશભાઈ આર. પીપળીયા, નરેન્‍દ્રભાઈ ડવ, કંચનબેન સિધ્‍ધપુરા, દક્ષાબેન વાઘેલા, શિક્ષણ સમિતિ સભ્‍ય વિરમભાઇ સાંબડ, વોર્ડ સંગઠનના હોદેદારઓ, મનપાના અધિકારીઓ  નાયબ મ્‍યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની, સિટી એન્‍જી. મનોજ વાસ્‍તવ, સહાયક કમિશનર સમીર ધડુક, ઝૂ સુપ્રીન્‍ટેન્‍ડેન્‍ટ ડૉ. હિરપરા, બ્રહ્માકુમારી સંસ્‍થાના યોગ શિક્ષકો તથા અંદાજીત ૧૦૦૦ નાગરિકો યોગાભ્‍યાસમાં જોડાયા હતાં. કાર્યક્રમના અંતે આભારવિધિ પરેશભાઈ આર. પીપળીયા વાળા દ્વારા કરવામાં આવેલ.

 મહાત્‍મા ગાંધી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવ્‍યાંગજન તથા ખાસ કેટેગરીના લોકો માટે મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમ, જ્‍યુબિલી ચોક પાસે, જવાહર રોડ, રાજકોટખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા ઉપસ્‍થિત દિવ્‍યાંગજન તથા ખાસ કેટેગરીના લોકો માટે યોગાભ્‍યાસ કરાવવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત મહાનુભાવોનું શાબ્‍દિક સ્‍વાગત પ્રવચન ડૉ.નેહલભાઈ શુક્‍લ દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન વિક્રમભાઈ પૂજારા દ્વારા કરવામાં આવેલ.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨૧-મી જૂન ૧૧ મા આંતરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગતશહેરમાં જુદા જુદા પાંચ સ્‍થળોએ શહેરીજનો માટે આયોજિત યોગાભ્‍યાસ કાર્યક્રમમાં, યોગાભ્‍યાસની શરૂઆત પહેલા, માન. વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદી તથા માન. મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલનું પ્રાસંગીક ઉદબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવેલ. કાર્યક્રમના અંતમાં સામુહિક રાષ્‍ટ્રગીત ગાયન કરવામાં આવેલ.

(4:10 PM IST)