તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ:બુટલેગર પ્રિયાંક ઉર્ફે કળિયાને યુનિવર્સિટી પોલીસે દબોચ્યો: ગોપાલસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, દિવ્યરાજસિંહ જાડેજા, મૈસુરભાઈની બાતમી: પીઆઇ પટેલ, પીએસઆઇ ડોડીયાની ટીમની કાર્યવાહી : જુઓ વિડીયો

રાજકોટઃ શહેર ગાંધીગ્રામ-૨ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી બુટલેગર પ્રીયાંક ઉર્ફે કાળીયો વિનોદભાઇ મહેતા રહે.ગોકુળધામ આવાસ યોજના કવાટર્સ ડાયમાના કવાટર્સ ગુરૂપ્રસાદ ચોક પાસે રૂમ નં.૩૩૧૧ને કારમાં દારૂના જથ્થા સાથે ઝડપી લીધો છે.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાની સુચના અન્વયે તથા નાયબ પોલીસ કમિશ્નર (ઝોન-૨) જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશ્નર (પશ્ચિમ વિભાગ) રાધીકા ભારાઇના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની પ્રવૃતિ નાબુદ કરવા ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ હેડકોન્સ. ગોપાલસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા તથા પોલીસ કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા, મૈસરભાઇ કુંભારવાડીયાને મળેલી બાતમી પરથી પરશુરામ ચોકડીથી વેજાગામ જતા રસ્તે ટર્બો ફાર્મની સામે રોડ ઉપર સફેદ ફોરવ્હિલ ગાડી પકડી લીધી હતી.
કારમાં અલગ અલગ પ્લાસ્ટિકની ડોલમાં જોનીવોકર રેડલેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કી,
બેલેન્ટાઇન્સ ફિનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કીનો ૨.૨૨ લાખનો જથ્થો મળી આવતા તે તથા
કાર.નં. GJ-03-ME-7426, ફોન, મળી ૭'૨૩,૪૮૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પ્રિયાંક ઉર્ફ કાળિયો અગાઉ દારૂના સાત ગુનામાં પકડાઈ ચુક્યો છે. તે એક સમયે હર્ષદ મહાજનનો સાગરીત રહી ચુક્યો છે.
આ કામગીરી પોલીસ ઇન્સપેકટર એચ.એન.પટેલ તથા પો.સબ ઇન્સ. વી.જી.ડોડીયા તથા એ.એસ.આઇ. જગમાલભાઇ ખટાણા તથા પો.હેડ કોન્સ. મહીપાલસિંહ જાડેજા, ગોપાલસિંહ જાડેજા, વિરદેવસિંહ જાડેજા, વિજુભા જાડેજા, જીજ્ઞેશભાઇ મારૂ, પ્રતાપસિંહ મોયા તથા પો.કોન્સ. વનરાજભાઇ લાવડીયા, મૈસુરભાઇ કુંભારવાડીયા, દિવ્યરાજસિંહ જાડેજાની ટીમે કરી છે.
(11:25 PM IST)










