<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

રૈયા રોડ ચંદન પાર્કમાં ડૂપ્‍લેક્ષમાં ચાલતા કૂટણખાના પર યુનિવર્સિટી પોલીસનો દરોડોઃ તેજલ લાઠીગરા અને જય વઢવાણીયાની ધરપકડઃ એક યુવતિ પાસે દેહવેપલો કરાવતા હતાં: ગ્રાહક દિઠ ૧૦૦૦ વસુલાતા હતાં

રાજકોટઃ શહેરના રૈયા રોડ પર ચંદન પાર્ક મેઇન રોડ અક્ષર સ્‍કૂલથી આગળ સબ સ્‍ટેશનવાળી શેરીના ખાંચામાં આવેલા એક ડુપ્‍લેક્‍સ મકાનમાં એક યુવતિ અને એક યુવાન સાથે મળી ઘરમાં બહારની પરપ્રાંતની સ્ત્રીઓને રાખી તેની પાસે વેશ્‍યાવૃતિ કરાવાતી હોવાની બાતમી એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના આરીફભાઇ અંસારીને બાતમી મળતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ ડી. બી. કારેથા સહિતની સાથે મળી દરોડો પાડતાં બાતમી સાચી ઠરી હતી.

પોલીસે મકાનમાં હાજર તેજલબેન મયુરભાઇ લાઠીગરા (ઉ.વ.૩૦) અને તેના કુટુંબી દિયર જય હસમુખભાઇ વઢવાણીયા (ઉ.વ.૩૦) વિરૂધ્‍ધ ધી ઇમ્‍મોરલ ટ્રાફિક એક્‍ટની કલમ ૩,૪,૫, ૭ મુજબ કૂટણખાનુ ચલાવવાનો ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ તેજલબેનના પતિ હયાત નથી. ઘરનુ ગુજરાન ચલાવવા તેણીએ બહારથી એક યુવતિને બોલાવી તેની પાસે દેહવેપલો ચાલુ કરાવ્‍યો હતો. તેને જય વઢવાણીયા મદદ કરતો હતો. ગ્રાહક દિઠ ૧ હજાર રૂપિયા વસુલવામાં આવતાં હતાં.

યુનિવર્સિટી રોડ નંદભુમિ એપાર્ટમેન્‍ટમાં હીનાબેન મેઘનાથીને રૂદ્ર સુરેજાએ ફડાકા મારી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી દીધીઃ મહિલાના પુત્ર સાથે વ્‍હોટ્‍સએપમાં થયેલી બોલાચાલી કારણભુત

રાજકોટઃ યુનિવર્સિટી રોડ પર ટી.એન. રાવ કોલેજ સામે નંદભુમિ એપાર્ટમેન્‍ટ વીંગ-૨ બ્‍લોક ન. ૨૪૩માં રહેતાં હીનાબેન ધર્મેશભાઇ મેઘનાથી (ઉ.વ.૪૮)ને નંદભુમિ વીંગ-૩માં રહેતાં રૂદ્ર અશોકભાઇ સુરેજાઅ ે ગાળો દઇ ફડાકા મારી ટાંટીયા ભાંગી નાખવાની અને નીચે આવ તને જોઇ લઉ કહી ધમકી આપતાં યુનિવર્સિટી પીએસઆઇ આઇ. એ. બેલીમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હીનાબેનના દિધકરા સાથે રૂદ્રને વ્‍હોટ્‍સએપ ચેટમાં બોલાચાલી થઇ હોઇ તેનું મનદુઃખ રાખી તેણે આ ડખ્‍ખો કર્યાનું ખુલ્‍યું હતું.

(11:40 AM IST)