તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd June 2025
માધાપર રહેતી હીરૂબેન વારોતરીયાને કલ્યાણપુરના સુર્યાવદરમાં પતિ, સાસરિયાનો ત્રાસઃ કાળી છો, ગમતી નથી કહી મારકુટઃ મહિલા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટઃ હાલ માધાપર ચકોડી પાસે વિનાયક વાટીકા-૨માં માવતરે રહેતી હીરૂબેન અરશીભાઇ ઉર્ફ અશ્વિન વારોતરીયા (ઉ.વ.૩૨)ને કલ્યાણપુરના સુર્યાવદર ગામે પતિ, સાસરિયાએ ત્રાસ આપ્યો હોઇ તેણીએ રાજકોટ આવી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેણીની ફરિયાદ પરથી પતિ અરશી ઉર્ફ અશ્વીન નારણભાઇ વારોતરીયા, સસરા નારણભાઇ નાથાભાઇ વારોતરીયા, સાસુ જહાયબેન નારણભાઇ, નણંદ અલ્પાબેન નારણભાઇ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છ.ે
લગ્ન બાદ પતિ, સાસરિયાએ ઘરકામ જેવી નાની નાની વાતે મેણાટોણા મારી તેમજ તું કાળી છો, અમને ગમતી નથી કહી મેણા મારી બધા એકસંપ કરી હેરાન કરતાં હોવાનો તેમજ પતિ મારકુટ કરતો હોવાનો આરોપ ફરિયાદમાં મુકાયો છે. એએસઆઇ આર. એમ. સાવલીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(11:41 AM IST)










