તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd June 2025
રાજકોટમાં અષાઢીબીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળશેઃ કાલે નિજમંદિરે રથની પ્રતિષ્ઠા પૂજન
બુધવારે કાનગોપી, ગુરૂવારે નેત્રવિધિ પૂજન, શુક્રવારે છપ્પન ભોગ, શુક્રવારે સાધુસંતોનો ભંડારો

રાજકોટઃ શહેરમાં છેલ્લા ૧૮ વર્ષથી અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભવ્યથી ભવ્ય રીતે નીકળે છે. વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથજી નગર ચર્યાએ નીકળે ત્યારે નગરજનો બધા કામ પડતાં મૂકી દર્શન માટે ઉમટી પડે છે. આ વર્ષે તા. ૨૭ને શુક્રવારે સવારે ૮ વાગ્યે જગન્નાથ મંદિરેથી રથયાત્રાનો પ્રારંભ થશે, રથની પહિંદ વિધિ રાજકોટના રાજવી ઠાકોર સાહેબ શ્રી માધાતાસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવશે.
રથયાત્રામાં આ વર્ષે રાસમંડલી, અઘોરી મંડળી અને ઉજ્જૈનના સૌથી ઉંચા બાહુબલી હનુમાનજી આકર્ષણનું કેન્દ્ર બનશે. જે રથયાત્રાના રૂટ ઉપર અલગ અલગ ચોકમાં પોતાની કલા -દર્શિત કરી નગરજનોને મનોરંજન પીરસશે, રથયાત્રા સવારે ૮ વાગે નિજ મંદિરેથી નીકળી ૨૬ કિ.મિ. રૂટ ઉપર ફરી સાંજે ૭ વાગે મંદિરે પરત ફરશે.મામેરાવિધિના યજમાન પ્રવિણસિંહજી બાપુભા જાડેજા (માં પેટ્રોકેમ-નાના મૌવા રાજકોટ) તા. રર/૬/૨૦૨પ, રવિવારે સવારે ૯વાગ્યે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે જેના યજમાન બ્રિજેશ પાંડેજી, સુબેસિંગ શર્મા, વરવાભાઈ ટારીયા તેમજ વિશિષ્ટ પુજનના યજમાન દિપકભાઈ કાકુ, કમલેશભાઈ સાકરીયા, તા. ૨૩સોમવારે સવારે ૧૦ વાગ્યે વાઘાવષા પુજન યોજાશે જેના યજમાન બાબુભાઈ સાંગાણી, ખુશાલભાઈ સાંગાણી, તા. ૨૪ મંગળવારે સવારે ૧૦ વાગ્યે નિજ મંદિરમાં ભગવાન જગન્નાથજી, બહેન શુભદ્રાજી, ભાઈ બલભદ્રજીના રથની પ્રતિષ્ઠા પૂજન કરાશે. જેના યજમાન ઉદયભાઈ લોહાર, તા. ૨૫/૬/૨૦૨૫, બુધવારે રાત્રે ૮ વાગ્યે જગાભાઈ ટીકરવાળાનો કાનગોપીનો કાર્યક્રમ યોજાશે. તા. ૨૬ગુરુવારે રાત્રે ૧૦.૩૦ વાગ્યે નેત્રવિધી પુજન યોજાશે જેના યજમાન આનંદસિંહ ઠાકુર, ઓમ -પ્રકાશ રામાધીનસિંહ, સુરેશભાઈ મગનભાઈ વસોયા, તા. ૨૭ શુક્રવારે સવારે ૭ વાગ્યે છપ્પનભોગ ઘરવામાં આવશે જેના યજમાન અભયભાઈ ભારદ્વવાજ અને નીતીનભાઇ ભારદ્વવાજ પરીવાર,
તા. ૨૭શુક્રવારે સાંજે ૭ વાગ્યે સાધુ-સંત ભંડારા મહા-સાદનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેના યજમાન મનહરસિંહ મુળુભા જાડેજા (હ. કરણસિંહ જાડેજા નાનામૌવા) મંદિર સુશોભનના યજમાન -દિપસિંહ જાડેજા આશીર્વાદ મંડપ સર્વિસ નાનામૌવા, કૂલહાર સુશોભનના યજમાન સ્વ.મધીબેન નોંધાભાઈ જુંજા (હ. કરણ રાજુભાઈ જુંજા), બાલકદાસ બંસીદાસ દેવમુરારી, રથ પૂજનના યજમાન હરદેવસિંહ જીવુભા જાડેજા નાનામૌવા, હિતેશભાઈ સાપરીયા, ઇશ્વરચંદ શર્મા, હાર્દિકભાઈ બારોટ, બાલભોગના યજમાન વિજયભાઈ વસોયા, રસિકભાઈ ગોરસીયા, સાધુ-સંતોના વષાદાનના યજમાન વિજયભાઈ ગર્ગ, લાઈટ ડેકોરેશનના યજમાન જય જગન્નાથ લાઈટ ડેકોરેશન વગેરે છે. તા. ૨૭ શુક્રવારે સવારે ૬ વાગે ભગવાનના આંખેથી પાટા છોડવામાં આવશે, ભગવાનને ભોગ ધરાવ્યા બાદ મહા આરતી યોજાશે, ત્યારબાદ જય જગન્નાથજીના નાદ સાથે ત્રણેય મૂર્તિને રથમાં પધરાવવામાં આવશે. ત્યારબાદ મહાનુભાવોના અને સંતોના હસ્તે રથ ખેંચીને રથનું -પ્રસ્થાન થશે. તેમ જગન્નાથ મંદિરના મહંત ૧૦૦૮ મહા મંડલેશ્વર ત્યાગી મનમોહનદાસજી ગુરુ રામકિશોરદાસજીની યાદીમાં જણાવાયું છે.(૩૮.૫)
(9:43 AM IST)










