<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

બોલેરોમાં પ્‍લાસ્‍ટીક પાઇપના રોલ પાછળ છુપાવેલા ૩ા લાખના દારૂ સાથે બેને ક્રાઇમ બ્રાંચે દબોચ્‍યા

ફાળદંગથી ગઢકા જવાના રોડ પર વોચ રાખી હેરાફેરીને નિફષ્‍ળ બનાવાઇ : રાજસ્‍થાન બાડમેરના જુંઝારામ ગોદારા અને રાજકોટ લીલી સાજડીયાળીના જેસીંગ ઉર્ફ જયસુખ મકવાણાની ધરપકડઃ કુલ ૭.૩૫ લાખનો મુદ્દામાલ કબ્‍જે : ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ ગોંડલીયા, પીઆઇ જાદવ, પીઆઇ ડામોર અને પીએસઆઇ ડોડીયાની ટીમની કાર્યવાહીઃ હેડકોન્‍સ. દિલીપભાઇ બોરીચા, પ્રદિપસિંહ જાડેજા, રાજેશભાઇ : જળુ અને વિશાલભાઇ દવેની બાતમી

રાજકોટ તા. ૨૩: વિદેશી દારૂની હેરાફેરી કરનારા બૂટલેગરો, સપ્‍લાયરો નવા નવા નુસ્‍ખાઓનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે કરતાં રહે  છે. પરંતુ પોલીસ  ધારે તો ગમે તેના નુસ્‍ખાને નિષ્‍ફળ બનાવી શકે છે. ક્રાઇમ બ્રાંચે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી ફાળદંગથી ગઢકા તરફના રસ્‍તે વોચ રાખી ૩,૨૪,૦૦૦નો દારૂ ભરેલી બોલેરો પીકઅપ ગાડી સાથે રાજસ્‍થાની શખ્‍સ અને રાજકોટના લીલી સાજડીયાળીના શખ્‍સને ઝડપી લઇ કુલ ૭,૩૫,૫૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. આ બંનેએ બોલેરો પીકઅપમાં પ્‍લાસ્‍ટીકના પાઇપના રોલની આડમાં જથ્‍થો છુપાવ્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ દારૂ-જૂગારની પ્રવૃતિ અટકાવવા ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. દિલીપભાઇ બોરીચા, પ્રદિપસિંહ જાડેજા, રાજેશભાઇ જળુ અને કોન્‍સ. વિશાલભાઇ દવેને મળેલી બાતમી પરથી ફાળદંગ ગામથી ગઢકાના રસ્‍તે વોચ રાખી જીજે૧૬એવી-૫૭૨૬ નંબરની બોલેરો આંતરી લેવાઇ હતી. તેના ઠાઠામાં દારૂ હોવાની બાતમી હતી. પણ પોલીસે તપાસ કરતાં પ્‍લાસ્‍ટીકના કાળા પાઇપના રોલ જોવા મળ્‍યા હતાં. આ રોલને દૂર હટાવીને જોતાં અંદરથી રૂા. ૩,૨૪,૦૦૦ની દારૂની ૬૪૮ બોટલો મળી આવતાં તે, બોલેરો, મોબાઇલ, રોકડ મળી ૭,૩૫,૫૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

પોલીસે બોલેરો ચાલકની પુછતાછ કરતાં પોતાનું નામ જુંઝારામ ભલારામ ગોદારા (ઉ.વ.૨૧-રહે. ઉંડાસર તા. ધોરીમન્‍ના જી. બાડમેર રાજસ્‍થાન) જણાવ્‍યું હતું. જ્‍યારે સાથેના શખ્‍સે પોતાનું નામ જેસીંગ ઉર્ફ જયસુખ કેશુભાઇ મકવાણા (ઉ.વ.૨૫-રહે. લીલી સાજડીયાળી રાજકોટ) જણાવ્‍યું હતું. બંનેની પોલીસે ધરપકડ કરી હતી. જેસીંગે રાજસ્‍થાની શખ્‍સ પાસેથી આ દારૂ મંગાવ્‍યો હતો. જેસીંગ અગાઉ પણ આજીડેમ પોલીસમાં દારૂના ગુનામાં પકડાઇ ચુક્‍યાનું પોલીસ સુત્રોએ કહ્યું હતું.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ વી. ડી. ડોડીયા, એએસઆઇ અમીતભાઇ અગ્રાવત, દિગપાલસિંહ જાડેજા, હેડકોન્‍સ. સંજયભાઇ રૂપાપરા, દિપકભાઇ ચોૈહાણ, દિલીપભાઇ બોરીચા, રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, જયરાજભાઇ કોટીલા, વિશાલભાઇ દવેની ટીમે આ કામગીરી કરી હતી. ઝડપાયેલા બંનેની વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવી છે.

(2:32 PM IST)