<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

જૈન સમાજના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનો ગુરૂવારે ગુણાંજલી કાર્યક્રમ

રાજકોટઃ પૂજ્‍ય ગુરુ ભગવંતો તથા પૂ.મહાસતિજીઓ સહિત જૈન સંઘો, જિનાલયના હોદ્દેદારો તથા જૈન સમાજની તમામ સંસ્‍થાઓ દ્વારા જીવદયા રત્‍ન વિજયભાઈ રૂપાણીએ કરેલા સદ્દકાર્યોનું સ્‍મરણ કરી સ્‍મરણાંજલિ અર્પવામાં આવશે..

તા.૨૬ ગુરૂવારે સવારે ૯ થી ૧૧:૩૦ સુધી હેમુગઢવી હોલ ખાતે યોજાએલ ગુણાંજલિ સભામાં પૂ.ગુરુ ભગવંતો,પૂ. મહાસતિજીઓ, ઘાટકોપર મુંબઈના ધારાસભ્‍ય પરાગભાઈ શાહ, ગુજરાતના જૈન ધારાસભ્‍ય, રાજકીય, ધાર્મિક, સામાજીક ક્ષેત્રે વિવિધ પદને શોભાવતા જૈન અગ્રણીઓ ઉપસ્‍થિત રહી જૈન સમાજના પુત્ર રત્‍ન વિજયભાઈના ગુણોનું સ્‍મરણ કરી ભાવાંજલિ આપવામાં આવશે.

રાજ્‍યના પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વ.વિજયભાઈ રૂપાણીએ જન સમાજ માટે તો સુંદર કાર્યો કર્યા છે. સાથોસાથ જૈન સમાજ માટે તેઓનું વિશિષ્ઠ યોગદાન રહેલું છે. જીવદયાના કાર્યો હોય,અબોલ જીવો માટે સબસીડીની વાત હોય કે જૈન સમાજનું કોઈ પણ કાર્ય હોય વિજયભાઈ પોતાના અમૂલ્‍ય અને કિંમતી સમય ફાળવી નિરાકરણ લાવતા એટલું જ નહીં ખાસ કરીને દુઃખની ઘડીમાં ઉપસ્‍થિત રહી સાંત્‍વના, હિંમત, હૂફ આપતાં. જયારે તેઓ મુખ્‍ય મંત્રી થયા ત્‍યારે જૈન સમાજને આનંદ હોય જ કારણકે ભારતના તમામ રાજયોના મુખ્‍યમંત્રીઓ પૈકી એક માત્ર જૈન મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા.

રાષ્‍ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ના સાનિધ્‍યમાં રાજકોટના તમામ સંઘો. જિનાલયના અગ્રણીઓ, સોશિયલ ગ્રૂપ,વિવિધ સેવાકીય સંસ્‍થાઓના અગ્રણીઓની એક મિટિંગ યોજાયેલ તેમાં દિવંગત વિજયભાઈ રૂપાણીની ગુણાંજલિ સભા યોજવાનું નક્કી કરેલ છે. સમસ્‍ત સૌરાષ્‍ટ્ર જૈન સમાજ દ્વારા રાજકોટ હેમુ ગઢવી . હોલ ખાતે તા.૨૬ ગુરુવારે જૈન સમાજના પનોતા પુત્ર રત્‍ન દિવંગત વિજયભાઈ રૂપાણીનો ગુણાંજલિ કાર્યક્રમ યોજાશે તેમ જૈન સમાજની યાદીમાં જણાવાયું છે.

શ્રી સ્‍થા. જૈન મોટા સંઘ, શ્રી રોયલ પાર્ક સ્‍થા. જૈન મોટા સંઘ,શ્રી શાલિભદ્ર સરદારનગર સ્‍થા. જૈન સંઘ,શ્રી ગોંડલ રોડ (વેસ્‍ટ) સ્‍થા. જૈન સંઘ, શ્રી નેમિનાથ વીતરાગ સ્‍થા.જૈન સંઘ, શ્રી જૈનયાલ સ્‍થા. જૈન સંઘ, શ્રી રાજગિરી જૈન સંઘ, શ્રી શેઠ ઉપાશ્રય જૈન સંઘ,શ્રી શ્રમજીવી સ્‍થા. જૈન સંઘ,શ્રી રેસકોર્સ પાર્ક સ્‍થા. જૈન સંઘ, શ્રી મનહર પ્‍લોટ સ્‍થા. જૈન સંઘ,શ્રી ગીતગુર્જરી સ્‍થા. જૈન સંઘ, શ્રી મહાવીર નગર સ્‍થા. જૈન સંઘ,શ્રી ઉવસગ્‍ગહરં સાધનાભવન (પારસધામ), શ્રી અજરામર સ્‍થા. જૈન સંઘ, શ્રી સંઘાણી સ્‍થા. જૈન સંઘ, શ્રી જયજિનેન્‍દ્ર આરાધના ભવન,શ્રી જંકશન પ્‍લોટ સ્‍થા. જૈન સંઘ,શ્રી ચંદ્રપ્રભુ સ્‍થા.જૈન સંઘ, શ્રી સદર સ્‍થા.જૈન સંઘ,શ્રી નાલંદા સ્‍થા. જૈન સંઘ,શ્રી સરિતવિહાર સ્‍થા. જૈન સંઘ, શ્રી જશ પ્રેમ ધીર સંકુલ,શ્રી ઇન્‍દ્રપ્રસ્‍થ નગર સ્‍થા. જૈન સંઘ, શ્રી વિમલનાથ સ્‍થાનકવાસી જૈન સંઘ,  શ્રી હીરક સદગુરૂ ઉપાશ્રય, શ્રી નવકાર સ્‍થાનકવાસી જૈન સંઘ, શ્રી હરિજ્‍યોત વખારીયા ઉપાશ્રય, શ્રી ભક્‍તિનગર સ્‍થા.જૈન સંઘ, શ્રી રામકળષ્‍ણનગર સ્‍થા. જૈન સંઘ જોડાશે.

શ્રી રાજકોટ જૈન તપગચ્‍છ સંઘ, શ્રી જાગનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, શ્રી કાલાવડ રોડ શ્વેતાંબર મૂર્તિ જૈન તપગચ્‍છ સંઘ, શ્રી પ્રહલાદ પ્‍લોટ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, શ્રી યુનિવર્સિટી રોડ શ્વેતાંબર મૂર્તિ જૈન તપગચ્‍છ સંઘ, શ્રી પંચવટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્‍છ સંઘ, શ્રી શાંતિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્‍છ સંધ, શ્રી મણિયાર જૈન દેરાસર શ્રાવક શ્રાવિકા, શ્રી વિમલનાથ સ્‍વામી જૈન દેરાસર, શ્રી ગાંધીગ્રામ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, શ્રી વાસુપૂજ્‍ય સ્‍વામી જિનાલય, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય, શ્રી સિદ્ધચક તપગચ્‍છ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્‍છ જૈન સંધ,શ્રી રૈયારોડ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્‍છ જૈન સંઘ,શ્રી જૈન શ્વેતાબર મૂર્તિપૂજક તપગચ્‍છ સંઘ ટ્રસ્‍ટ,શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ જિનાલય, શ્રી મુનિસુવ્રત સ્‍વામી જૈન દેરાસર - જય ધર્મ પ્રતાપ સ્‍મળતિ ટ્રસ્‍ટ,જાગનાથ જિનાલય, રણછોડનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ પટણી દેરાસર, શ્રી આનંદનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, ટ્રસ્‍ટ, બાવન જિનાલય, શ્રી આનંદ મંગલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ શ્રી જીરાવાલા પાર્શ્વનાથ જૈન દેરાસર, શ્રી રૈયા હિલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ,શ્રી શાંતિનાથ જિનાલય, શ્રીમદ્‌ રાજચંદ્ર જ્ઞાન મંદિર ટ્રસ્‍ટ, શ્રી દિગંબર જૈન સ્‍વાધ્‍યાય મંદિર ટ્રસ્‍ટ, શ્રી કુંદકુંદ કહાન પરિવાર યુવક મંડળ ટ્રસ્‍ટ શ્રી મહાવીર સ્‍વામી દિગંબર જિન મંદિર, દિગંબર ગુરુકુળ,તેરાપંથી સંપ્રદાય, શ્રમણસંઘ વગેરે જોડાશે.

 તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે સર્વ શ્રી ચંદ્રકાન્‍તભાઈ શેઠ, ઉપેનભાઈ મોદી, મધુભાઈ ખંધાર, ભરતભાઈ દોશી, મહેશભાઈ મહેતા,કિરીટ ભાઈ શેઠ પ્રતાપ ભાઈ વોરા સેતુરભાઈ દેસાઈ, નિલેશભાઈ શાહ, મનોજભાઈ ડેલીવાળા, પ્રતાપભાઈ વોરા, અલ્‍પેશભાઈ મોદી, પ્રદીપભાઈ મહેતા, મહેશભાઈ શેઠ, રાકેશભાઈ ડેલીવાળા, નીતિનભાઈ મહેતા, સુશીલભાઈ ગોડા, પરેશભાઈ સંઘાણી, ગૌરવભાઈ દોશી, જયભાઈ મહેતા,બિપિનભાઈ પારેખ, રાજૂભાઈ શેઠ, મનીષ ભાઈ પારેખ નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(12:59 PM IST)