<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

કાલે શ્રી વિજયભાઈ રૂપાણીને ‘‘ભાવપૂર્ણ પ્રેમવંદના'' કાર્યક્રમ

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી, રાજકોટ સ્‍થિત ઉચ્‍ચ શિક્ષણની સંસ્‍થાઓ તેમજ સહપાઠીઓ દ્વારા સ્‍વ. શ્રી રૂપાણીની માતળસંસ્‍થા ધર્મેન્‍દ્રસિંહજી કોલેજ ખાતે આયોજન...

રાજકોટઃ ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી  વિજયભાઈ રૂપાણીને ભાવપૂર્ણ અંજલી આપવા માટે આગામી તારીખ ૨૪મી જુન, મંગળવારે સવારે ૧૦ વાગ્‍યે શ્રી ધર્મેન્‍દ્રસિંહજી કોલેજ ના મધ્‍યસ્‍થખંડમાં ઉપક્રમ આયોજિત કરવામાં આવ્‍યો છે.

વિજયભાઈ રૂપાણી ધર્મેન્‍દ્રસિંહજી કોલેજ માં અભ્‍યાસ કરતા હતા અને તેઓ વિધાર્થી યુનિયન મહામંત્રી તરીકે પણ અહીંથી ચૂંટાયા હતા, આમ તેઓની સાર્વજનિક જીવનની પ્રથમ ચૂંટણી પણ આ જ કોલેજમાંથી લડ્‍યા હતા તથા આ કોલેજના માળખાગત વિકાસમાં તેઓનો સિંહ ફાળો રહ્યો છે, આ ઉપરાંત શ્રી રૂપાણીએ કાયદાનો અભ્‍યાસ શ્રી એએમપી લો કોલેજ માંથી કર્યો હતો, તેથી બંને કોલેજના યજમાન પદે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા તેમજ શ્રી વિજયભાઈ સાથેઅભ્‍યાસ કરનાર એવા સહપાઠીઓ તથા રાજકોટ સ્‍થિત ઉચ્‍ચ શિક્ષણની સંસ્‍થાઓ દ્વારા ‘‘ભાવપૂર્ણ પ્રેમાંજલી'' નું આયોજન કરવામાં આવ્‍યું છે.

ઉપક્રમમાં શ્રી ધર્મેન્‍દ્રસિંહજી કોલેજ, એએમપી લો કોલેજ તેમજ એચ. એન્‍ડ એચ. બી. કોટક સાયન્‍સ કોલેજ ના યજમાન પદે અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક પરિવાર, સાથે ભણનાર વિધાર્થીઓ તથા રાજકોટ સ્‍થિત ઉચ્‍ચ શિક્ષણની સંસ્‍થાઓ પણ આ અંજલિના કાર્યક્રમમાં જોડાનાર છે. વર્તમાનમાં વિવિધ શહેરોમાં વિવિધ ક્ષેત્રે કાર્યરત એવા સ્‍વર્ગસ્‍થ શ્રી રૂપાણીના સહપાઠીઓ નો સંપર્ક કરી અને તેઓને આ કાર્યક્રમની વિગતથી વાકેફ કરવામાં આવેલ છે.

(2:15 PM IST)