<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

જયભીમનગરમાં રસોડાની લાદી નીચે દારૂ છુપાવાયો'તોઃ રવિ પાર્કમાં બૂટલેગર ફિરોઝે મકાન રાખી ‘કટીંગ' ચાલુ કર્યુ હતું

એલસીબી ઝોન-૨ ટીમે ત્રણ દરોડામાં ૩.૪૨ લાખનો વિદેશી દારૂ પકડયો : સ્‍લમ ક્‍વાર્ટરમાં એક્‍ટીવામાં બોટલો સાથે એક પકડાયોઃ પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમની કાર્યવાહીઃ રવિરાજ વધેરા, પિયુષ ભટ્ટી, પરવેઝ ઉર્ફ મોહસીન પકડાયાઃ ભાવીન અને ફિરોઝ સંધીના નામ ખુલતાં શોધખોળ

રાજકોટ તા. ૨૩: એલસીબી ઝોન-૨ ટીમે બે દિવસમાં અલગ અલગ ત્રણ સ્‍થળે દારૂના દરોડા પાડી જથ્‍થા સાથે ત્રણ શખ્‍સોને પકડી કુલ ૩,૪૨,૩૫૦નો દારૂ ઝડપી લીધો છે. નાના મવા રોડ જયભીમનગરમાં એક મકાનમાં રહેતાં શખ્‍સે ઘરમાંલાદીઓ ઉંચકાવી જથ્‍થો છુપાવ્‍યો હતો તે શોધી કાઢી તેને પકડયો હતો. બીજા દરોડામાં કાલાવડ રોડ રવિ પાર્કમાં ૪૦ હજારના માસિક ભાડાથી મકાન રાખી જથ્‍થો ઉતારનારા લિસ્‍ટેડ બૂટલેગર ફિરોઝ સંધીનો દારૂ ઝડપી લઇ તેના સાગ્રીતને પકડી લીધો હતો. જ્‍યારે ત્રીજા દરોડામાં જામનગર રોડ સ્‍લમ ક્‍વાર્ટર પાસે  એક્‍ટીવામાં દારૂનો જથ્‍થો લઇને નીકળેલા શખ્‍સને પકડી લેવાયો હતો.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે બાતમી પરથી નાના મવા રોડ જમયભીમનગર-૮માં રવિરાજ બાબુભાઇ વધેરાના ઘરમાં દરોડો પાડવામાં આવ્‍યો હતો. દારૂની બાતમી હોઇ પોલીસ ઘરમાં પહોંચી હતી પરંતુ તપાસ કરવા છતાં કંઇ મળ્‍યું નહોતું. દરમિયાન રસોડામાં એક લાદી સ્‍હેજ ઉંચકાયલી દેખાતાં ત્‍યાં તપાસ કરતાં બીજી લાદીઓ પણ ફોલ્‍ડીંગ જણાઇ હતી. તે ઉંચકાવાતાં લાદીઓ નીચે છુપાવેલો રૂા. ૫૩૯૦૦નો ૧૧૯ બોટલ દારૂ મળતાં તે તથા મોબાઇલ મળી ૬૩૯૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરી રવિરાજને પકડયો હતો. પુછતાછમાંતેણે ભાવીન મનોજભાઇ ભોલાનું નામ આપતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

બીજો દરોડો કાલાવડ રોડ પર રવિ પાર્કમાં શેરી નં. ૭માં બંધ શેરીમાં આવેલા યશ નામના મકાનમાં પાડવામાં આવ્‍યો હતો. પોશ વિસ્‍તારમાં આવેલા આ ઘરમાં દારૂનો જથ્‍થો હોવાની બાતમી હતી. ઘરમાંથી મનિષ પ્રાગજીભાઇ ભટ્ટી (ઉ.વ.૪૮) મળી આવ્‍યો હતો. તપાસ કરતાં ઘરમાંથી રૂા. ૨,૭૬,૬૦૦નો ૯૨૨ બોટલ દારૂ મળતાં તે તથા મોબાઇલ ફોન મળી ૨,૮૬,૬૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો. ઝડપાયેલા મનિષની પુછતાછ થતાં તેણે લિસ્‍ટેડ બુટલેગર ફિરોઝ હાસમભાઇ મેણુ-સંધીનો આ દારૂ હોવાનું કબુલ્‍યું હતું. ચારેક મહિનાથી ફિરોઝે આ સોસાયટીમાં મહિને ૪૦ હજારના ભાડાથી મકાન રાખ્‍યું હતું અને મનિષ અહિ જ રહી કટીંગ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હતું.

ફિરોઝ સંધી વિરૂધ્‍ધ રાજકોટ ડીસીબી, આજીડેમ, એરપોર્ટ, કુવાડવા, થોરાળા, મોરબી ટંકારા, વાંકાનેર તાલુકા-સીટી, મોરબી તાલુકા, ગોંડલ સીટી-તાલુકામાં મળી દારૂના ૨૪ ગુના અત્‍યાર સુધીમાં નોંધાઇ ગયા છે. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

ત્રીજા દરોડામાં જામનગર રોડ સ્‍લમ ક્‍વાર્ટર  શેરી નં. ૧૦માંથી પરવેઝ ઉર્ફ મોહસીન ઓસમાણભાઇ બાંભણીયાને જીજે૦૩એલસી-૩૬૩૫ નંબરના એક્‍ટીવામાં આગળ દારૂનો જથ્‍થો લઇ નીકળતાં પકડી લેવાયો હતો. રૂા. ૧૨૪૫૦નો ૨૬ બોટલ દારૂ અને ૫૦ હજારનું એક્‍ટીવા કબ્‍જે કરી વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવી હતી. મોહસીને કહ્યું હતું કે જે એક્‍ટીવા પકડાયું છે એ શખ્‍સ જ દારૂ સાથે એક્‍ટીવા આપી ગયો હતો. પરવેઝ અગાઉ ડીસીબીમાં દારૂના કેસમાં પકડાયો હતો.

ઉપરોક્‍ત ત્રણેય દરોડાની કામગીરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવાની સુચના અંતર્ગત પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જયંતિભાઇ ગોહિલ, રાજેશભાઇ મિયાત્રા, હેડકોન્‍સ. રાહુલભાઇ ગોહેલ, શક્‍તિસિંહ ગોહિલ, હેમેન્‍દ્રભાઇ વાધીયા, ધર્મરાજસિંહ ઝાલા અને કોન્‍સ. કુલદીપસિંહ રાણાએ કરી હતી.

(2:30 PM IST)