<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

પ્‍લાસ્‍ટીકની ડોલમાં દારૂની બોટલો છુપાવી હેરાફેરીઃ કાર સાથે કાળીયાને પકડી લેવાયો

 

યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ પટેલ, પીએસઆઇ ડોડીયા અને ટીમની કાર્યવાહીઃ ગોપાલસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, દિવ્‍યરાજસિંહ જાડેજા અને મૈસુરભાઇની બાતમી

રાજકોટ તા. ૨૩: વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશઃબુટલેગર મયંક ઉર્ફે કળિયાને યુનિવર્સિટી પોલીસે દબોચ્‍યોઃ ગોપાલસિંહ જાડેજા, -તાપસિંહ મોયા, દિવ્‍યરાજસિંહ જાડેજા, મૈસુરભાઈની બાતમીઃ પીઆઇ પટેલ, પીએસઆઇ ડોડીયાની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૩:  યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનની ટીમે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી જુના બુટલેગર પ્રિયાંક ઉર્ફે કાળીયો વિનોદભાઇ મહેતા (રહે.ગોકુળધામ આવાસ યોજના કવાટર્સ ગુરૂપ્રસાદ ચોક પાસે રૂમ નં. ૩૩૧૧ને કારમાં દારૂના જથ્‍થા સાથે ઝડપી લીધો હતો. પ્‍લાસ્‍ટીકની શીલપેક ડોલની આડમાં તે દારૂની હેરાફેરી કરી રહ્યો હતો.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે  હેડકોન્‍સ. ગોપાલસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, કોન્‍સ. દિવ્‍યરાજસિંહ જાડેજા અને મૈસુરભાઇ કુંભારવાડીયાને મળેલી બાતમી પરથી પરશુરામ ચોકડીથી વેજાગામ જતા રસ્‍તે ટર્બો ફાર્મની સામે રોડ ઉપર સફેદ ફોરવ્‍હિલ ગાડી પકડી લીધી હતી. કારમાં અલગ અલગ પ્‍લાસ્‍ટિકની ડોલમાં જોનીવોકર રેડલેબલ બ્‍લેન્‍ડેડ સ્‍કોચ વ્‍હિસ્‍કી,બેલેન્‍ટાઇન્‍સ ફિનેસ્‍ટ બ્‍લેન્‍ડેડ સ્‍કોચ વ્‍હિસ્‍કીનો ૨.૨૨ લાખનો જથ્‍થો મળી આવતા તે તથા કાર.નં. જીજે૦૩એમઇ-૭૪૨૬, ફોન, મળી ૭ઁ૨૩,૪૮૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. પ્રિયાંક ઉર્ફ કાળિયો અગાઉ દારૂના સાત ગુનામાં પકડાઈ ચુકયો છે. તે એક સમયે હર્ષદ મહાજનનો સાગરીત રહી ચુકયો છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની સુચના તથા ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધીકા ભારાઇના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ પીઆઇ એચ.એન.પટેલ, પીએસઆઇ વી.જી.ડોડીયા, એએસઆઇ જગમાલભાઇ ખટાણા, હેડકોન્‍સ. મહીપાલસિંહ જાડેજા, ગોપાલસિંહ જાડેજા, વિરદેવસિંહ જાડેજા, વિજુભા જાડેજા, જીજ્ઞેશભાઇ મારૂ, પ્રતાપસિંહ મોયા તથા કોન્‍સ. વનરાજભાઇ લાવડીયા, મૈસુરભાઇ કુંભારવાડીયા, દિવ્‍યરાજસિંહ જાડેજાની ટીમે આ કામગીરી કરી હતી.

(2:31 PM IST)