<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

મોજશોખ માટે બોરવેલનું ૬૦ હજારનું હેમર ચોર્યુઃ દીપને તાલુકા પોલીસે પકડયો

માધવ પાર્કમાં થયેલી ચોરીનો ભેદ તાલુકા પોલીસે ઉકેલ્‍યોઃ પીઆઇ હરીપરા, પીએસઆઇ ભરવાડ, એએસઆઇ હરપાલસિંહ જાડેજાની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૩: શહેરના ૧૫૦ રીંગ રોડ પર માધવ પાર્ક મેઇન રોડ પર પુર્વા એપાર્ટમેન્‍ટ નીચે પાર્કિંગમાં આવેલી આશાપુરા એન્‍ટરપ્રાઇઝ નામનીઓફિસની બહાર રાખવામાં આવેલુ રૂા. ૬૦ હજારની કિંમતનું બોરવેલનું હેમર ચોરાઇ ગયું હતું. આ ગુનાનો ભેદ તાલુકા પોલીસે ઉકેલી દીપ હરસુખભાઇ સાવલીયા (ઉ.વ.૨૫-રહે. આકાશદીપ સોસાયટી-૫, ઓમનગર ૪૦ ફુટ રોડ)ને પકડી લઇ ૬૦ હજારનું હેમર તથા ચોરીમાં ઉપયોગમાં લીધેલુ જીજે૦૩એમકે-૬૮૬૬ નંબરનું એક્‍ટીવા કબ્‍જે કર્યા છે.

દીપ અગાઉ પણ થોરાળા અને પ્ર.નગર પોલીસમાં બે ગુનામાં પોલીસ ચોપડે ચડયો હતો. દીપે પોલીસ પુછતાછમાં રટણ કર્યુ હતું કે તે કોઇ કામધંધો કરતો નથી. પૈસાની જરૂર હોઇ મોજશોખ માટે આ હેમર ચોર્યુ હતું. જો કે વેંચે એ પહેલા પકડાઇ ગયો હતો. કોન્‍સ. બલભદ્રસિંહ જાડેજા, જયપાલસિંહ સરવૈયા અને મુકેશ ડાંગરની બાતમી પરથી ૧૫૦ રીંગ રોડ શ્રીનાથજી ચોકમાંથી પીઆઇ ડી. એમ. હરિપરા, પીએસઆઇ બી.આર. ભરવાડ, એએસઆઇ હરપાલસિંહ જાડેજા તેમજ ટીમના કોૈશેન્‍દ્રસિંહ, અજયભાઇ, અક્ષયભાઇ, ભીખુભાઇ, મયુરસિંહ, શિવભદ્રસિંહ, ઉગાભાઇ, નિકુંજભાઇ, કુલદિપસિંહે પકડી લીધો હતો.

(4:24 PM IST)