<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

શહેરમાં કોઇ નવા કતલખાના શરૂ નથી થવાના

મનપાના શાસકોની જાહેરાત : પાંચ કતલખાના ચાલુ કરવાની દરખાસ્‍ત તૈયાર થયાની વાત સામે જયમીન ઠાકર, કેતન પટેલની આરોગ્‍ય અધિકારી સાથે તાત્‍કાલીક મીટીંગ

 

રાજકોટ તા. ૨૩: શહેરમાં પાંચ સ્‍થળે નવા કતલખાનાઓ ચાલુ કરવાની દરખાસ્‍ત મહાનગરપાલિકામાં તૈયાર કરવામાં આવી છે. તેવી અફવા ઉઠતા જીવદયા પ્રેમીઓ તેમજ નગરજનોમાં રોષ વ્‍યાપી ગયો હતો. અને મનપામાં દોડધામ મચી ગઈ હતી ત્‍યારે આ પ્રશ્‍ન મનપામાં પ્રશ્‍નોનો મારો શરૂ થતાં સ્‍ટેન્‍ડીંગ ચેરમેન જયમીનભાઈ  ઠાકરે તાત્‍કાલીક મુદદ્દાની ગંભીરતા સમજી આરોગ્‍ય સમિતિ ચેરમેન કેતન પટેલ અને આરોગ્‍ય અધિકારી જયેશ વાકાણી સાથે મીટીંગ યોજી હતી.. આ મીટીંગ બાદ શ્રી ઠાકર અને પટેલે શહેરમાં નવા કતલખાના શરૂ નહિ થવાની જાહેરાત કરી છે.

શહેરમાં નવા કતલખાનાઓ ચાલુ  થવાની શહેરભરમાં ચર્ચા જાગ્‍યા બાદ સ્‍ટેન્‍ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકર અને આરોગ્‍ય સમિતિના ચેરમેન કેતન પટેલે તાત્‍કાલીક આરોગ્‍ય અધિકારી જયેશ વકાણી સાથે મીટીંગ યોજી કતલખાના બાબતે ચેરમેને જણાવેલ કે, ૨૦૦૫માં કતલખાનાઓ અંગે વિચારણા કરવામાં આવેલ જે તુરંત પડતી મુકવામાં આવી હતી. ત્‍યાર બાદ શહેરમાં એક પણ નવું કતલખાનું શરૂ થયું નથી. ફક્‍ત ભીલવાસમાં એક કતલખાના અને ૧૧ થડાને મંજુરી આપવામાં આવી હતી. જે પૈકી ભીલવાસના કતલખાનાના  સંચાલક પણ હાલ હૈયાત નથી આથી હાલમાં મંજુરી અપાયેલ હોય તેવું  એક પણ કતલખાનું શહેરમાં કાર્યરત નથી.ં ગઈકાલે નવા પાંચ કતલખાના બનાવવામાં આવશે. તેવી ચર્ચા શહેરભરમાં જાગેલ અને આ મુદ્દે જીવદયા પ્રેમી તથા લોકોએ આ બાબતે પુછપરછ શરૂ કરતા આ વાતનો અંત લાવવા માટેની આજે આરોગ્‍ય સમિતિ ચેરમેન અને આરોગ્‍ય અધિકારી સાથે મીટીંગ યોજી સાચી હકીકત જાણી હતી. જેમાં જાણવા મળેલ કે, શહેરમાં નવા કતલખાનાને મંજુરી માટેની કોઈ જાતની દરખાસ્‍ત તૈયાર કરવામાં આવી નથી.. આથી હાલમાં શહેરમાં ચાલતા તમામ ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરવાનો આદેશ જારી કર્યો છે.  (૯.૩૦)

ગુમાનસિંહજી મચ્‍છી માર્કેટ અને કતલખાનાઓ શહેરની બહાર લઇ જવા વિચારણા

રાજકોટઃ શહેરમાં કતલખાના મુદદ્દે ભારે હોબાળો બોલી ગયો છે. જેના બદલે સ્‍ટેન્‍ડીંગ ચેરમેન અને આરોગ્‍ય વિભાગે ગેરકાયદેસર ધમધમતા કતલખાનાઓ ઉપર ઘોસ બોલાવાનું શરૂ કર્યુ છે. છતાં વર્ષોથી જ્‍યુબેલીશાકમાર્કેટ વિસ્‍?તારની ગુમાનસીજી મચ્‍છી માર્કેટ અને કતલખાનાઓ શહેરની બહાર ખસેડવા માટે મનપા તંત્ર દ્વારા વિચરણા ચાલી રહી છે.

તેના માટે ટાઉન પ્‍લાનીંગ વિભાગ પાસે જગ્‍યા માંગવામાં આવી છે. લોકેશન નક્કી થયા બાદ તુરંત કાર્યવાહી હાથ ધરાશે તેમ મનપાના સતાવાર સુત્રોએ જણાવ્‍યું હતું. 

(3:12 PM IST)