<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

શહેરમાં વધુ બે મહિલા અને બે પુરૂષો કોરોના સંક્રમિત

કોવીડ-૧૯ના કુલ કેસનો આંકડો ૨૧૭ થયોઃ ૧૭૮ સાજા થયા

 

 

રાજકોટ તા.૨૩: શહેરમાં કુલ-૪ નવા કોવીડ-૧૯ પોઝીટીવ કેસ નોંધાયેલ છે જેની વિગતમાં આફ્રિકા કોલોનીના ૨૪ વર્ષીય મહિલા, ૩ ડોઝની સ્‍થિતિ સ્‍ટેબલ, રાધાનગરના ૧૫ વર્ષીય યુવતિની સ્‍થિતિ સ્‍ટેબલ, રૈયા રોડના ૪૦ વર્ષીય પુરૂષ, ર ડોઝની સ્‍થિતિ સ્‍ટેબલ તથા શાંતિનગરના ૩૭ વર્ષીય પુરૂષ ૩ ડોઝની સ્‍થિતિ સ્‍ટેબલ છે. તા. ૧૯ મે થી આજરોજ સુધીમાં નોંધાયેલ કુલ કેસની સંખ્‍યા ૨૧૭એ પહોંચી છે. જેમાં કુલ સાજા થયેલ દર્દી ૧૭૮ છે જયારે કુલ સારવાર હેઠળ દર્દી ૩૯ છે.(૨.૧૯)

 

(3:12 PM IST)