તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd June 2025
વોર્ડ નં.૧ના કોર્પોરેટરના જન સેવા કાર્યાલય ખાતે વિવિધ સરકારી યોજનાનો કેમ્પ યોજાયો

રાજકોટ : વોર્ડ નં.૧ના કોર્પોરેટર ડૉ.હિરેનભાઇ ખીમાણીયાના જન સેવા કાર્યાલય ખાતે આજ તા.૨૧ શનિવારના વિવિધ સરકારી યોજનાની નોંધણીનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો. આ કેમ્પમાં વિવિધ સરકારી યોજના રાશનકાર્ડ ઈ.કે.વાય.સી., આધારકાર્ડ મોબાઈલ લીંક, પોસ્ટ વીમા યોજના, સુકન્યા સમળદ્ધિ યોજના વગેરે જેવી યોજનાઓની નોંધણી માટેનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો. આ કેમ્પમાં વોર્ડ નં.૧ના બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડિયા, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, કોર્પોરેટર ડૉ.હિરેનભાઇ ખીમાણીયા, દુર્ગાબા જાડેજા, ડૉ.અલ્પેશભાઈ મોરજરીયા, વોર્ડ નં.૧ના પ્રભારી કાથડભાઈ ડાંગર, પ્રમુખ જયરાજસિંહ જાડેજા, મહામંત્રી નાગજીભાઈ વરૂ, રાણાભાઈ ગોજીયા, લલિતભાઈ વાડોલિયા, રામભાઈ ગોજીયા, કાનાભાઈ ખાણધર, જયદિપસિંહ જાડેજા, ગૌરવભાઈ મહેતા, સેજલબેન ચૌધરી, બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહેલ
(3:13 PM IST)










