તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd June 2025
સપ્તશ્રી લેડીઝ કલબ દ્વારા બુધવારે ‘એક્ઝિબીશન કમ સેલ': મેડીકલ કેમ્પ અને ક્વિઝ શોનું પણ આયોજન

રાજકોટ તા. ૨૧ : સપ્તશ્રી લેડીઝ કલબ દ્વારા બહેનો આત્મનિર્ભર બની શકે તે માટે એક પ્લેટ ફોર્મ પુરૂ પાડવા તા. ૨૪ ના બુધવારે એક દિવસીય એક્ઝિબીશન કમ સેલનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજક બહેનોએ જણાવ્યુ હતુ કે કાલાવડ રોડ પર કે.કે.વી. હોલ ખાતે તા.૨૪ ના બુધવારે સવારે ૯.૩૦ થી રાત્રે ૯ સુધી આયોજીત આ એક્ઝિબીશન કમ સેલમાં કલોથ, બેડશીટ, જવેલરી, બ્યુટી, ચણીયાચોલી, સાડી, ચંપલ, પર્સ, હોઝિયરી, નાસ્તો જેવી વિવિધ પ્રોડકટસ મુકાશે.
સાથે સાથે સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ સત્યા જયોતિ મેડીકલ ફાઉન્ડેશન અને ડો. દર્શનાબેન પંડયાના સહયોગથી હાડકાની ઘનતા, બી.પી., સુગર, હિમોગ્લોબીન જેવા ટેસ્ટ વિનામુલ્યે કરી આપવાનો કેમ્પ પણ રાખેલ છે. જરૂરીયાત હોય તેઓને દવા પણ અપાશે.
ઉપરાંત સાંજે પ થી ૬.૩૦ બહેનો માટે એક ક્વિઝ શો પણ આયોજીત કરાયો છે. આ બધા જ કાર્યક્રમોમાં વિનામુલ્યે પ્રવેશ છે. વધુને વધુ લોકોએ લાભ લેવા સપ્તશ્રી લેડીઝ કલબ દ્વારા અનુરોધ કરાયો છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સપ્તશ્રી લેડીઝ કલબના ભાવનાબેન જોશી (મો.૯૯૦૯૨ ૦૦૦૬૭), અલ્કાબેન કામદાર (મો.૯૪૨૭૨ ૨૧૧૧૭), જયશ્રીબેન મહેતા, મધુરિકાબેન જાડેજા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(4:23 PM IST)










