<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

આજે ૨૩ જૂન ડો.શ્‍યામાપ્રસાદ મુખરજી બલીદાન દિવસઃ એક નવી રાજકીય સંસ્‍કૃતીનો જન્‍મદાતાને શત શત વંદનઃ ઉદય કાનગડ

નરેન્‍દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની દૃઢ રાજકિય ઈચ્‍છાશક્‍તિના પરિણામે કલમ ૩૭૦ રદ થઈ અને ડો.શ્‍યામાપ્રસાદ મુખરજીનું સપનુ પૂર્ણ થયું

 

 

જનસંઘના સ્‍થાપક પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શક રાષ્‍ટ્રને સમર્પિત એવા પ્રખર રાષ્‍ટ્રભકત ડો.શ્‍યામાપ્રસાદ મુખરજીનો આજે ધારાસભ્‍ય ઉદય કાનગડએ ડો.શ્‍યામાપ્રસાદ મુખરજીને શત શત નમન કરતા જણાવ્‍યું હતું કે ભારતીય જનસંઘના સ્‍થાપક ડો.શ્‍યામાપ્રસાદ મુખરજી એક રાજનિતિજ્ઞ, વિચારક અને દેશભકત હતા. ત્‍યારે તા.૨૩ જૂન આપણા માટે પ્રેરણાદાયક દિવસ છે. ભારતીય જનસંઘના સ્‍થાપક ડો. શ્‍યામા-સાદ મુખરજી નો બલિદાનનો દિવસ છે. દેશની એકતા અને અખંડિતતા બધાથી ઉપર છે અને સમાજના વિવિધ તબકકાઓ વચ્‍ચે અલગ-અલગ માપદંડ અપનાવવામાં ડો. શ્‍યામા-સાદ મુખરજી માનતા ન હતા. ડો. શ્‍યામા-સાદ મુખરજી તેના વચન પર હંમેશા અડગ રહયા કે, જમ્‍મુ-કાશ્‍મીર ભારતન એક અવિભાજય અંગ છે, તેમણે સિંહગર્જના કરતાં કહયું હતું કે ‘‘એક દેશમાં બે વિધાન, બે નિશાન અને બે પ્રધાન નહી ચાલે- નહી ચાલે''. ડો. શ્‍યામાપ્રસાદ મુખરજી  શ્રેષ્‍ઠ શિક્ષણશાષાી, વહીવટકર્તા, વકીલ, શ્રેષ્ઠ પાર્લામેન્‍ટેરીયન, આમૂલ દેશભક્‍તિનું પ્રતિક હતા. ભારતીય જનસંઘના  સ્‍થાપક અવ્‍યક્ષે દેશ અને સમાજ હિતને જ કેન્‍દ્રમાં રાખતી એક નવી જ રાજકીય સંસ્‍કળતી જન્‍માવી હતી. તેમણે કોઈ મુદ્દે કયારેય પણ રાજકીય સમાધાનો નહોતા કર્યા.સતા નો મોહ એમને કયારેય ડગાવી ન શકયો. ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીનો મંત્ર હતો કે, વિદ્યાર્થીના મનમાં આપણા રાષ્‍ટ્ર, આપણા ઈતિહાસ, આપણી સંસ્‍કળતિ અને સભ્‍યતા પ્રત્‍યે શ્રધ્‍ધા જાગે તેવું શિક્ષણ આપવું જોઈએ. આ શ્રધ્‍ધાનો આધુનિક યુગના જ્ઞાન, વિજ્ઞાન સાથે મેળ બેસાડીને વિદ્યાર્થીને સમર્થ નાગરિક બનાવવાની અને આપણા ગૌરવમય અતીતને અનુરૂપ ભવ્‍ય ભારતના નિર્માણ માટે સક્ષમ બનાવવાનો સંકલ્‍પ હતો.

 ભારત સ્‍વતંત્ર થયું ત્‍યારે પહેલી વચગાળાની (બંધારણ રચાય અને ચૂંટણી થાય તે દરમ્‍યાનની) સરકારમાં મંત્રી બનવા કોંગ્રેસે તેમને નિમંત્રણ આપ્‍યું. વિરોધ પક્ષ અને તેમાં પણ હિન્‍દુ મહાસભાના નેતા હોવા છતાંયે તેમને નિમંત્રણ અપાય તે જ ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીની શ્રેષ્ઠતાનો પુરાવો છે. ૧૯૫૧ની પહેલી ચૂંટણી પછી બનેલી લોકપ્રિય સરકારમાં વિરોધ પક્ષના માન્‍ય નેતા બન્‍યા.

જનસંઘ ૧૯૫૧-૫૨ની પ્રથમ સામાન્‍ય ચૂંટણીમાં ત્રણ બેઠકો જીતવામાં સફળ રહયો હતો. ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીએ સંસદ સુધી પહોંચવા માટે કલકતા બેઠક જીતી હતી. તેમની વિચારધારાની સ્‍પષ્ટતા, પ્રતિબધ્‍ધતા અને તેમની દિર્ઘદ્રષ્ટિથી આશ્વસ્‍ત થઈને વિરોધી પક્ષો તેમને લોકસભામાં વિપક્ષ નેતા તરીકે પસંદ કરવા માટે એકઠા થયા હતા.

વિપક્ષી નેતા તરીકે ડો. મુખરજીએ બળપૂર્વક લોકોની સમસ્‍યાઓ ઉઠાવી અને વિપક્ષના સૌથી શક્‍તિશાળી નેતા તરીકે ઉભરી આવ્‍યા હતા.

એક સમયે નાણાંમંત્રી સી.ડી. દેશમુખની એક દરખાસ્‍તનો જબરજસ્‍ત વિરોધ થયો અને કોંગ્રેસના સાંસદો પણ મુંગા બેસી રહયા ત્‍યારે આ દરખાસ્‍ત શા માટે દેશહિત માટે છે તેની

તર્કબધ્‍ધ દલીલો કરીને વિરોધપક્ષના નેતા તરીકે પણ ડો. મુખરજીએ આપણી રાજનીતિ દેશ અને પ્રજાની વિરોધી તો ન હોઈ શકે . સરકાર કંઈ પણ સારૂ કામ કરતી હોય તો તેને ટેકો આપવો એ જ દેશહિતમાં ગણાય. સરકારે પણ વિરોધપક્ષની આવી દરખાસ્‍ત પ્રત્‍યે સહાનુભુતિનું વલણ જ અખત્‍યાર કરવું જોઈએ. એ જ સાચી લોકશાહી છે. આ વ્‍યવસ્‍થા લોકો માટે છે અને લોકોએ તેમના હિતમાં કામ કરવા આપણને પ્રતિનિધિરૂપે ચૂંટયા છે તેમ જણાવી સૌને આヘર્યચકિત કરી દીધા હતા.

ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીનું સ્‍વપ્ન હતું કે કલમ ૩૭૦ રદ થાય, અને એ માટે જ એમણે બલિદાન આપ્‍યું હતું. અંતે ડો.મુખરજીનું સપનુ ૭૦ વર્ષે સાકાર થયું. ભારતીય જનતા પાર્ટીની બહુમતીવાળી સરકાર કેન્‍દ્રમાં આવી. પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને ગળહમંત્રી અમિતભાઈ શાહની દૃઢ રાજકિય ઈચ્‍છાશક્‍તિના પરિણામે કલમ૩૭૦ રદ થઈ. અને ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીનું સપનું પૂર્ણ થયું. આ નિર્ણય એ દેશની એકતા અને અખંડિતતા અને દેશહિતમાં લેવાયેલો ઐતિહાસિક નિર્ણય છે.

જમ્‍મુ-કાશ્‍મીર અને લદ્દાખમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. હવે દેશના તમામ નાગરિકોના હક એક સરખા છે અને જવાબદારી પણ એક સરખી જ છે. હવે એક દેશમાં બે સંવિધાન અને બે ધ્‍વજની બાબત ભૂતકાળ બની ગઈ છે. અંતમાં ઉદય કાનગડએ ભારત ભુમિના મહાન પુત્ર એવા ડો.શ્‍યામાપ્રસાદ મુખરજી કે જેણે કાશ્‍મીર માટે આપેલા બલિદાન દિવસને યાદ કરી આજની યુવા પેઢીને તેમના જીવનમાંથી પ્રેરણા મળે તેવી અભિવ્‍યક્‍તિ કરતાં તેમને શબ્‍દાજંલી અર્પણ કરી હતી.(૪૦.૩૦)

(3:51 PM IST)