તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Monday, 23rd June 2025
રાજકોટમાં સસ્તા અનાજની દુકાનો-ઝોન,કચેરીઓમાં સર્વર ઠપ્પઃ ૪ દિ'થી ધાંધીયાઃ કાર્ડ હોલ્ડરોની લાઇનો

રાજકોટઃ રાજકોટ-જીલ્લામાં આજના દિવસ સહિત સતત ૮ દિવસથી પૂરવઠાના સર્વરમાં ધાંધીયા શરૂ થયા છે. ગયા અઠવાડિયે ત્રણ દિવસ સર્વર ડાઉન બાદ આજે સવારથી શહેર-જીલ્લાની તમામ દુકાનો ઉપર સર્વર ડાઉન રહેતા, ધીમુ ચાલવું, સતત એરર આવી વિગેરે બાબતો શરૂ થઇ જતા સસ્તા અનાજની મોટા ભાગની દુકાનો ઉપર સેંકડો કાર્ડ હોલ્ડરોની લાઇનો લાગી ગઇ હતી. ભારે દેકારો મચી ગયો છે. DSO ને જાણ કરાઇ પરંતુ કોઇ ઉકેલ નથી મહિલાઓ કલાકો સુધી લાઇનોમાં રહે છે. દુકાનદારો સાથે તકરારના બનાવો બન્યા છે. સ્થિતિ ગંભીર છે. દુકાનદારો પણ અકળાયા છે. ઝોનલ કચેરીઓમાં કાર્ડ હોલ્ડરોને ભારે ધક્કા થયા હતા
(4:23 PM IST)










