તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Monday, 23rd June 2025
નરેન્દ્રભાઈએ આતંકી હુમલાનો જડબાતોડ બદલો લઈ ૧૪૦ કરોડ ભારતીયોના સ્વાભિમાનને ગૌરવ અપાવ્યું: રાજુભાઇ ધ્રુવ

રાજકોટઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ભારતીય સેનાએ બદલો લઈને જે પરાક્રમ દેખાડ્યું છે તે બદલ દેશના ૧૪૦ કરોડ ભારતીયોની છાતી ગજગજ ફૂલી રહી છે અને આ સમગ્ર ઓપરેશન સિંદૂરના રચયિતા, દેશના લોકલાડીલા અને યશસ્વી અને ૫૬ની છાતી ધરાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપી રહ્યા છે તેમ રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે. ઓપરેશન સિંદૂર અધર્મ વિરુદ્ધ ધર્મયુદ્ધ નું પ્રતીક છે. હિન્દૂ પરંપરા માં પ્રસિંદૂર કેવળ વૈવાહિક તિકજ નથી પરંતુ પવિત્ર, ઉર્જા શક્તિ નું પ્રતીક છે એટલેજ હનુમાનજી મહારાજ પણ ધારણ કરે છે.એ દ્રષ્ટિએ ઓપરેશન સિંદૂર ધર્મ અને સ્વાભિમાનની રક્ષા માટે આધ્યાત્મિક સંઘર્ષના રૂપમાં મા દુર્ગાના નિર્દોષ નાગરિકોને રંજાડતા અને હત્યા કરતા રાક્ષસોના સંહાર કરવાના પુણ્યપ્રકોપની છબી પ્રભાવસંવેદનાઓ થી પ્રેરિત છે. આ કોઈ યુદ્ધ નથી પરંતુ આંતક નો ભોગ બનેલાઓને ન્યાય છે. અમારી માતળશક્તિ-મહિલાઓ નું સિંદૂર તમે ઉજાળ્યું છે ભૂંસ્યું છે તેની સજા તો તમારે ભોગવવીજ પડશે. તમે પાકિસ્તાન તથા તેના પ્રેરિત આંતકવાદીઓ એ ભૂલી ગયા કેસ્ત્રી સન્માન માટે અમે મહાભારતનું યુદ્ધ કરનારી સભ્યો છીએ. ઓપરેશન સિંદૂર એ ફક્ત બદલો નથી પરંતુ ધર્મ, સ્વાભિમાન અને માનવતાના વિજયની હાકલ છે, રણભેરી-શંખનાદ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ તાજેતરમાં જ કહ્યુ હતું કે, આ નવું ભારત છે, સશક્ત ભારત છે, મજબૂત ભારત છે, આત્મ નિર્ભર ભારત છે અને તે પોતાની સુરક્ષા કરવા માટે તૈયાર છે. આ વાતની સાક્ષી પૂરતા હોય તે રીતે પીઓકે માં જુદા જુદા ૯ સ્થળોએ ભારતીય વાયુસેનાએ બોંબમારો અને મિસાઈલમારો કરીને સેંકડો આતંકવાદીઓનો સફાયો કરી નાખ્યો છે.
નાપાક આતંકીઓએ પહેલગામમાં હુમલો કરીને અનેક બહેનોના સિંદુર ભૂંસી નાખ્યા હતા. પાકિસ્તાની આતંકીઓના આ દુષ્કળત્યનો બદલો ભારતના જાબાજ જવાનોએ ઓપરેશન સિંદૂર અમલમાં મૂકીને લીધો છે. તેમ જણાવતા રાજુભાઈ ધ્રુવે ઉમેર્યું છે કે ઓપરેશન સિંદૂર નામ જ દેશના સંવેદનશીલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપ્યું હતું જે સંપૂર્ણપણે સફળ રહ્યું છે.
રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે પાકિસ્તાન અને પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં આવેલા નવ સ્થળોએ ભારતીય સેનાએ આયોજનબદ્ધ રીતે ટાર્ગેટ કરીને આતંકવાદ અને આતંકવાદીઓની કમર તોડવાનું પ્રશંશનીય કામ કર્યું છે.
આમ તો ભારત દરેક દેશના સાર્વભૌમત્વને સ્વીકારે છે, પરંતુ આઝાદી બાદ ચાર ચાર સીધી લડાઈઓમાં કારમી હાર સહન કરનાર પાકિસ્તાને આડકતરી રીતે આતંકવાદને પ્રોત્સાહન આપીને ભારત સામે જે પ્રોક્ષી યુદ્ધ શરૂ કર્યું હતું અને તેના કારણે સમયાંતરે ભારત ઉપર જે પીઠ પાછળ કાયરતાપૂર્ણ હુમલાઓ પાકિસ્તાન પ્રેરિત આંતકવાદીઓ દ્વારા થતા હતા તેમાં ભારતીય સેના ના બહાદુર સૈનિકો અને નિર્દોષ નાગરિકોના જીવ ગુમાવવાનો વારો આવતો હતો.
તાજેતરમાં જ પહેલગામ ખાતે થયેલા આવા એક હુમલામાં દેશ માંથી આવેલા પ્રવાસી નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યા હતા. પહેલગામ એ કાશ્મીર ના અંદર આવેલો કુદરતી પ્રવાસન વિસ્તાર હતો અને આતંકવાદીઓએ આ મહત્વના પ્રવાસન સ્થળે પહોંચીને નાગરિકો ઉપર સીધો હુમલો કર્યો હતો જે ભારતીય સાર્વભૌમત્વને પડકારનારો હતો.
અગાઉ પણ ઉરી ખાતે હુમલો થયો હતો ત્યારે ભારતીય સેનાએ સર્જીકલ સ્ટ્રાઈક કરીને તેનો પાકિસ્તાન જિંદગી માં ભૂલીના શકે તેવો જડબાતોડ જવાબ આપ્યો હતો અને આ વખતે પણ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા ભારત માતાના સ્વાભિમાનને જાળવવાનું કામ કર્યું છે તેમ રાજુભાઈ ધ્રુવે અંતમાં જણાવ્યું છે.(૪૦.૩૧)
(4:04 PM IST)










