<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

વેસ્‍ટર્ન રેલ્‍વે મજદુર સંઘના નવનિયુકત પ્રેસીડેન્‍ટ હિરેન મહેતા અકિલાની શુભેચ્‍છા મુલાકાતેઃ મોભી કિરીટભાઇ ગણાત્રાના આશીર્વાદ લીધા

 

રાજકોટઃ વેસ્‍ટર્ન રેલ્‍વે મજદુર સંઘના સર્વોચ્‍ચ પદે પ્રમુખ તરીકે તાજેતરમાં વેરાવળ ખાતે યોજાયેલા વેસ્‍ટર્ન રેલ્‍વે મજદુર સંઘના દ્વિવાર્ષિક અધિવેશનમાં નિયુકત થયેલા રાજકોટના રેલ કર્મચારી અગ્રણી હિરેન મહેતા આજે અકિલાની શુભેચ્‍છા મુલાકાતે આવ્‍યા હતા અને અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રાના આશીર્વાદ મેળવ્‍યા હતા. મજદુર સંઘના સર્વોચ્‍ચ પદ ઉપર ૪૦ વર્ષ બાદ રાજકોટના પ્રતિનિધિ નિયુકત થતા રેલ કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.

વેસ્‍ટર્ન રેલ્‍વે ડીવીઝનમાં મુંબઇ, પરેલ  વર્કશોપ, મહાલક્ષ્મી, રતલામ, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભાવનગર ડીવીઝનોનો સમાવેશ થાય છે. કિરીટભાઇ સાથે ચર્ચા કરતા હિરેન મહેતાએ જણાવ્‍યું હતું કે, અત્‍યાર સુધી રાજકોટ ડીવીઝનના કર્મચારીઓ પુરતી મારી જવાબદારી હતી હવે આઠ ડીવીઝનોના કર્મચારીઓના પ્રશ્ને લડત કરવાની રહેશે. અકિલાનું પ્રોત્‍સાહન નાનપણથી જ મળતું રહયું છે. રમત ગમત ક્ષેત્રે ટેબલ ટેનીસના નેશનલ ખેલાડી તરીકે રમતો ત્‍યારે પણ અકિલાએ મને મારા પર્ફોમન્‍સ માટે અવાર નવાર સ્‍થાન આપી પ્રોત્‍સાહીત કર્યો છે. ૧૯૮૪  પછી હું કર્મચારી નેતા તરીકે વેસ્‍ટર્ન રેલ્‍વે મજદુર સંઘમાં જોડાયો ત્‍યાર પછીના કર્મચારી લડતો, રમત ગમતની પ્રવૃતિઓ અને કર્મચારીઓના વેલફેરની પ્રવૃતિઓને પણ અકિલાએ વિશેષ સ્‍થાન આપી મને વધુ સારૂ કામ કરતા રહેવા પ્રોત્‍સાહીત કર્યો છે. જેના માટે હું અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રાનો કાયમી આભારી છું. વધુમાં માહિતી આપતા હિરેન મહેતાએ જણાવેલ કે,  મળેલા અધિકારો, વિવિધ એલાઉન્‍સીસ, પગાર પંચ અને પગાર ધોરણો, રેગ્‍યુલર પેમેન્‍ટ, બોનસ, ડીએ , રાત્રી કાર્ય ભથ્‍થું, અન્‍ય ભથ્‍થાઓ, મળતી રજાઓ, વેતન આયોગ વગેરે માટેની સંઘર્ષયાત્રા અને સફળતાઓની વાત જણાવેલ સાથે સાથે આજની કાર્ય સ્‍થિતિઓ, સમસ્‍યાઓ, સરકારની શ્રમ વિરોધી નીતિઓ,  પ્રાઈવેટાઈજેશન, ઠેકાદારી પ્રથાઓ, વિવિધ મહત્‍વની પોસ્‍ટ સર અંડર કરવી,સ્‍ટાફ શોર્ટેજ જેવી અનેક સમસ્‍યાઓનો ચીતાર આપેલ ,  NPS, UPS, બંધ કરી ઓલ્‍ડ પેન્‍શન સ્‍કીમ લાગુ કરાવવા માટે  NFIR WRMS ના સતત સંઘર્ષ સાથે અપીલ કરી હતી. 

આ તકે શ્રી કિરીટભાઇ ગણાત્રાએ સંગઠનની સાથે રહી અન્‍ય કર્મચારીઓને વધુને વધુ જોડી મજબૂત બનાવો તેવી શુભેચ્‍છા પાઠવી હતી. આજે અકિલાની શુભેચ્‍છા મુલાકાત સમયની તસ્‍વીરમાં હિરેન મહેતા (મો.૯૪ર૬૧ ૬પર૮૩) સાથે મહિલા વિંગના અવની ઓઝા, પુષ્‍પા ડોડીયા, ક્રિષ્‍ના ઓઝા અને હેમાંગી વાડીયા, અંકિત મહેતા, ઝાકીર જામ, અભિષેક રંજન, હરદેવસિંહ જાડેજા સાથે રહયા હતા. તસ્‍વીરમાં અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રાના આશીર્વાદ મેળવતા હિરેન મહેતા અને કર્મચારીઓ સાથે અકિલાના સિનીયર પત્રકાર જયદેવસિંહ જાડેજા પણ નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) (૪.૨૯)

(4:07 PM IST)