તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd June 2025
અનેક વળાંકો લેતાસ્ત્રી જીવનનો સાક્ષાત્કાર કરાવતી ફિલ્મ ‘જલેબી રોકસ'
ફિલ્મના ટ્રેલરમાં એક ડાયલોગ ‘ભલે એક જ દિવસ બાકી હોય જીંદગીનો, પણ જીવી લેવું' ખુબ લોકપ્રિય બન્યો : જીવનમાં જલેબી જેવા વળાંક ભલે આવે પણ મીઠાશ નહીં છોડવાની શીખ આપતી ફિલ્મ એટલે ‘જલેબી રોકસ' : વંદના પાઠક : ૨૭ જુને સીનેમાઘરોમાં થશે રીલીઝ : જાવેદઅલી :અને મનહર ઉધાસના સ્વરમાં ગીતો પણ જમાવટ કરે છે : મ્યુઝીક વિનય કાપડીયાનુંબોધપાઠ વગર સારો સંદેશો આપવા ખુબ સારો પ્રયાસ થયો છે : મનીષા પુરોહીત

રાજકોટ તા. ૨૩ : કોઇપણસ્ત્રીનું જીવન સતત વળાંક વળાંક અને વળાંકોથી ભરેલું હોય છે. તેમ છતા આવા મીઠાશ ન છોડે એનું નામસ્ત્રી. કઇક આવી જ વાત લઇને બનેલી ફિલ્મ ‘જલેબી રોકસ' આગામી તા. ૨૭ જુનથી સીનેમા ઘરોમાં રીલીઝ થવા જઇ રહી છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ફિલ્મમાં મુખ્ય પાત્ર વિદ્યાને ન્યાય આપતા વંદના પાઠક અને ફિલ્મના રાઇટર ડીરેકટર પ્રોડયુસરના અર્ધાંગીની મનીષા પુરોહીતે જણાવ્યુ હતુ કે આ ફિલ્મ મહિલાની મનોસ્થિતિને જીવંત કરે છે. ખાસ કરીને મોનોપોઝ જે દરેકસ્ત્રીએ અહેસાસ કર્યો હોય છે. આવી દશામાં તેની હાલત શું હોય છે અને તે કેવી સહાનુભુતિ કે હુંફ ઝંખતી હોય છે તે વિષય પર ગર્ભીત સંદેશો આ ફિલ્મના માધ્યમથી આપવા પ્રયાસ કરાયો છે.
૪૦-૪૫ વર્ષની વયે જાત શોધવા નિકળેલીસ્ત્રીની હાલત એક જલેબી જેવી હોય છે. જેમાં વળાંક, વળાંક અને વળાંક આવ્યે જ રાખે છે. છતા મીઠાશ છોડવાની કયાંય વાત ન આવે. કોઇપણસ્ત્રી પહેલા યુવા અવસ્થામાં હોય પછી પરણીને સાસરે જાય એટલે વહુ બને, માતા બને અને છેલ્લે સાસુ બનીને વૃધ્ધ બને. આ બધા જ સંબંધોને વહન કરતા કરતા તેની શું હાલત હોય છે તે બાબત પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે.
‘જલેબીએ જલેબીનો એકાદ ટુકડો તો ચાખી જ લેવો જોઇએ' તેવા ચોટદાર સંવાદ સાથે જયારે આ ફિલ્મ પુરી થાય છે ત્યારે જોનારના મનમાં અનેક સવાલો સર્જી જાય છે.સ્ત્રીને સમજવાની સૌની જવાબદારીનું ભાન કરાવતી આ ફિલ્મ તમામ વર્ગને સ્પર્શી જશે. તેવી આશા વંદના પાઠકજીએ આ તકે વ્યકત કરી હતી.
પોતાના પાત્ર વિષે વાત કરતા વંદનાજીએ જણાવેલ કે આમાં મારો રોલ એક વડોદરાની હોંશિયાર છોકરી ‘વિદ્યા પાઠક' તરીકેનો છે. જે અનેક સંઘર્ષનો સામનો કરતી જોવા મળે છે.
આ ફિલ્મમાં માનવ ગોહિલ, માનસી રાચ્છ, નિમિષ દિલીપરાય, દીપક ઘીવાળા, ગૌરવ પાસવાલાએ પણ મુખ્ય ભુમિકા કરી છે. ઉપરાંત અન્ય કલાકારોમાં ભાવિની જાની, મોરલી પટેલ, હર્ષ ઉસદડીયા, જિયા ભટ્ટ, બંસી રાજપૂત અને કૌશાંબી ભટ્ટે પણ અભિનયના ઓજસ પાથર્યા છે. સીનેમેટોગ્રાફી શકીલ બી. ખાનની છે.
ફિલમના ટ્રેલરમાં એક ડાયલોગ ‘ભલે એક જ દિવસ બાકી હોય જીંદગીનો, પણ જીવી લેવું' ખુબ લોકપ્રિય બનેલ છે.
અગાઉ ‘ઓક્સિજન' અને ‘વાર તહેવાર' જેવી સુંદર ફિલ્મો આપનાર ચિન્મય પુરોહીત ફરી આ વખતે સાવ અલગ જ વિષય સાથે ‘જલેબી રોકસ' લઇને આવ્યા હોય દર્શકો જરૂર વધાવી લેશે તેવો આશાવાદ ફિલ્મની ટીમે વ્યકત કર્યો છે.
તસ્વીરમાં ‘અકિલા ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ ફિલ્મની રસપ્રદ વિગતો વર્ણવતા વંદના પાઠક અને મનીષા પુરોહીત નજરે પડે છે. (તસ્વીર અભિજીત બગથરીયા)
(4:07 PM IST)










