<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

સમર્પણ ગ્રુપ-રંગીલા ધૂન મંડળ દ્વારા કાલે દુર્ઘટનાના મૃતકોને શ્રધ્‍ધાજંલી-સંતવાણી

રાજકોટ તા.૨૪: સમર્પણ યંગ ગ્રુપ અને શ્રી રંગીલા હનુમાન ધૂન મંડળ દ્વારા અમદાવાદની વિમાની દુર્ઘટનામાં અવસાન પામેલા પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સહિતના સર્વે મૃતકોને શ્રધધાજંલીરૂપે સંતવાણી, ધૂન, ભજન, કાલે તા.૨૫ બુધવારે રાત્રે ૯ વાગ્‍યે સંતકબીરરોડ, સરદાર સ્‍કૂલ સામે રાખેલ છે. સૌને કાર્યક્રમમાં જોડાવા સમપર્ણ ગ્રુપ અને રંગીલા મંડળે વિનંતી કરેલ છે.

૧૨ જૂને વિમાની દુર્ઘટનામાં શ્રી વિજયભાઇ રૂપાણી સહિત ૨૫૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્‍યા હતા. ઉપરોકાત બન્ને સંસ્‍થાઓએ મૃતકોના પરિવારજનોને ઇશ્‍વર આઘાત સહન કરવાની શકિત આપે તેવી પ્રાર્થના કરી છે.

(1:24 PM IST)