તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
ધાર્મિક-હેરિટેજ પ્રવાસનો સ્થળો ચોખ્ખાચળાંક કરાયા
‘‘Ending Plastic Pollution'' વિષય અંતર્ગત મનપા દ્વારા કરવામાં આવેલ ઝૂંબેશ

રાજકોટ તા.૨૩: મહાનગરપાલિકા દ્વારા વિશ્વ કક્ષાએ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવા અને સ્વચ્છતા જાળવવા માટે “Ending Plastic Pollution” વિષય અંતર્ગત તા.૧૬/૦૬/૨૫ થી તા.૨૧/૦૬/૨૫ સુધીમાં નીચે મુજબની ઝુંબેશ (એક્ટિવિટી) હાથ ધરવામાં આવેલ છે.
જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્રારા રાજકોટ શહેરના ધાર્મિક સ્થળો, હેરિટેજ બિલ્ડિંગ, પ્રવાસન સ્થળોની સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી અને GVP પોઇન્ટ અને તમામ જાહેર તથા સામૂહિક શૌચાલયની સફાઈ કરવામાં આવી, રાજકોટ શહેરના સિંગલ યૂઝ પ્લાસ્ટિક હોટપોસ્ટ વિસ્તારમાંથી પ્લાસ્ટિક દૂર કરવાની કામગિરિ કરવામાં આવી, સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો વપરાશ કરતાં યુનિટ, શોપ પર તપાસ કરી પ્લાસ્ટિક જપ્ત કરવાની અને વહીવટી ચાર્જ વસૂલાત કરવાની કામગીરી કરવામાં આવી.
(2:14 PM IST)










