<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

આઇફોન અને મકાનના હપ્‍તા ભરવા માટે જસદણના યુવાને લૂંટનું તરકટ રચ્‍યુ'તુ

સરધાર પંપમાં નોકરી કરતા લાલા કળોતરાએ વિરનગર પાસે ૩ શખ્‍સો ૩.૧૦ લાખની લૂંટ કરી ગયાની ફરીયાદ કરતા આટકોટ પોલીસે તપાસ કરી ભાંડો ફોડયો

રાજકોટ, તા. ર૪ :  આઇફોન અને મકાનના હપ્‍તા ભરવા માટે સરધાર પેટ્રોલ પંપમાં નોકરી કરતા જસદણના યુવાને રોકડ રકમની લૂંટની ફરીયાદ કરતા આટકોટ  અને એલ.સી.બી. પોલીસની તપાસમાં યુવાને લૂંટનું તરકટ રચ્‍યું હોવાનું ખુલતા પોલીસે લૂંટની ખોટી ફરિયાદ કરનાર યુવાન સામે ગુન્‍હો દાખલ કરી કાર્યવાહી કરી હતી. મળતી વિગતો મુજબ ગઇ તા.૨૨/૦૬ ના રોજ લાલા સુરાભાઈ કળોતરા રહે. વાજસુતરા, જસદણ તા.જસદણએ આટકોટ પો.સ્‍ટે. ખાતે આવી પોતે જણાવેલ કે, પોતે પોતાના શેઠનું આઇસર સી.એન.જી. વાહન રજી.નં.જીજે-૦૩-બીવાય-૭૪૨૮ વાળુ વાહન લઇને રાજકોટથી જસદણ ખાતે આવતો હોય ત્‍યારે વિરનગર ગામ બહાર નિકળતા સ્‍મશાન પાસે પહોચતા બે નંબર પ્‍લેટ વગરના મોટર સાયકલમાં એક મો.સા.માં બે માણસો તથા એક મો.સા.માં એક માણસ એમ ત્રણ અજાણીયા માણસો આવી જેમાંથી એક માણસે પોતાને છરી બતાવી રોકડ રૂ.૩,૧૦,૦૦૦/-ની લુંટ કરીને ભાગી ગયેલ છે. તેમ હકીકત જણાવેલ હોય જે અંગે  રાજકોટ ગ્રામ્‍ય જિલ્લા પોલીસ અધિક્ષક  હિંમકરસિંહ તથા નાયબ પોલીસ અધીક્ષક, ગોંડલ કે.જી.ઝાલા દ્વારા સદરહું બનાવ અંગે તાત્‍કાલીક તપાસ કરવા અંગેની સુચના આપેલ હોય જે અન્‍વયે આટકોટ પોલીસ તથા એલ.સી.બી.શાખાની ટીમ દ્રારા લાલાભાઇ કળોતરા સાથે વિરનગર ખાતે જતા મજકુર ઇસમ કોઈ ચોક્કસ બનાવ સ્‍થળ બતાવી શકેલ નહી. બાદ સરધારથી-વીરનગર સુધીના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરતા મજકુર ઇસમે જણાવ્‍યા મુજબના મોટર સાયકલો બનાવ સમયે નિકળેલ હોવાનું જણાયેલ નહી. જેથી સદરહું બનાવ અંગે શંકા જતા મજકુર ઈસમની યુક્‍તિ-પ્રયુક્‍તિથી પુછપરછ કરતા પોતે જણાવેલ કે, પોતે આજથી આશરે પાંચેક મહિના પહેલા એક ત્‍ ભ્‍ણ્‍બ્‍ફચ્‍ ૧૫ મોબાઇલ હપ્તેથી લીધેલ હોય જેના હપ્તા ભરવાના હોય તથા પોતાના નામેથી મકાનની રૂ.૨,૦૦,૦૦૦/-ની લીધેલ લોનના હપ્તા ભરવાના હોય જેથી આર્થિક ભીસના કારણે પોતે સરધાર આસુતોષ પેટ્રોલ પંપ ખાતેથી પોતાના શેઠના લીધેલ રૂપિયા ૩,૧૦,૦૦૦/- પોતે જસદણ પેટ્રોલપંપ ખાતે અશોક લેલન ટેંકર જીજે-૧૮-બીટી-૮૨૦૨ વાળા વાહનમાં સંતાડી રાખી દીધેલ હતા અને પોતાની સાથે લુટનો બનાવ બનેલની ખોટી હકીકત પોતાના શેઠ તથા સગા સબંધી તથા પોલીસ સ્‍ટેશન ખાતે જણાવેલ હતી. તેમ જણાવેલ હોય જેથી મજકુર ઇસમે ખોટી સ્‍ટોરી ઉભી કરી પોતે જાણતો હતો કે પોતાની સાથે લુંટનો કોઇ બનાવ બનેલ નથી તેમ છતા મજકુર ઇસમે પોલીસ સ્‍ટેશન ખાતે આવી પોતાની સાથે લુંટ થયા અંગેની ખોટી માહીતી આપેલ હોય જેથી તેના વિરૂધ્‍ધ આટકોટ પોલીસ સ્‍ટેશન ખાતે ગુન્‍હો રજી. કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ કાર્યવાહી આટકોટ પો.સ્‍ટે.ના  આર.એસ.સાંકળીયા પીઆઇ, અમિતભાઈ કનેરીયા એએસઆઇ એલ.સી.બી., ધર્મેશભાઈ બાવળીયા યુએચસી એલ.સી.બી., પ્રણયભાઇ સાવરીયા યુએચસી એલ.સી.બી. ગ્રામ્‍ય, સુરેશભાઈ સોલંકી યુએચસી આટકોટ તથા વિજયભાઇ સિંહાર પીસી એલ.સી.બી. સહિતનાએ કરી હતી.

(2:32 PM IST)