<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

કટોકટીના ૫૦ વર્ષ નિમિત્તે કાલે વકતવ્‍ય

સંવિધાન હત્‍યા દિવસની ઉજવણી અંતર્ગત રમતગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવૃત્તિઓ વિભાગ અને મહાનગરપાલિકાના સંયુક્‍ત ઉપક્રમે આયોજન : સવારે ૧૦ કલાકે પી.ડી.માલવીયા કોલેજમાં કાર્યક્રમ

રાજકોટ, તા.૨૪: ઇ.સ.૧૯૭૫માં અમલી થયેલ કટોકટીના ૫૦ વર્ષે તા.૨૫ના પૂર્ણ થવાના સંદર્ભમાં લોકશાહીના મૂલ્‍યોનું સ્‍મરણ કરવાના હેતુથી ભારત સરકારના સાંસ્‍કળતિક મંત્રાલય દ્વારા સંવિધાન હત્‍યા દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્‍ત ઉપક્રમે તથા  પી.ડી. માલવીયા કોલેજ ઓફ કોમર્સના સહયોગથી સંવિધાન હત્‍યા દિવસની ઉજવણી અંતર્ગત તા.૨૫ ને બુધવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પી.ડી. માલવીયા કોલેજ ઓફ કોમર્સ, ગોંડલ રોડ ખાતે વક્‍તવ્‍યનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનું દીપ પ્રાગટય માન. સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા સહિતના મહાનુભાવોના હસ્‍તે કરવામાં આવશે. તેમ મેયર મતી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેષ દિહોરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા જણાવે છે.

કાર્યક્રમમાં ગુજરાત રાજ્‍યના કેબિનેટ મંત્રી મતી ભાનુબેન બાબરીયા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર મતી નયનાબેન પેઢડીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેષ દિહોરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સામાજિક અગ્રણી લાભુભાઈ ખીમાણીયા,  પી.ડી. માલવીયા કોલેજના ટ્રસ્‍ટી ઘનશ્‍યામભાઈ હેરભા, શહેરના હોદેદારો, મહાનુભાવો, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો તેમજ રમતગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગ તથા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ,  પી.ડી. માલવીયા કોલેજના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્‍થિત રહેશે.

આજથી બરાબર ૫૦ વર્ષ પહેલાં, ૧૯૭૫ માં, ભારતના લોકશાહી ઇતિહાસનો એક કાળો અધ્‍યાય લખાયો હતો. ૨૫ જુનના દિવસે, તત્‍કાલીન સરકારે દેશભરમાં કટોકટી લાદી હતી, જેને આપણે સંવિધાન હત્‍યા દિવસ તરીકે પણ યાદ કરીએ છીએ, રમતગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગ તથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંવિધાન હત્‍યા દિવસના વિષય પર વકતવ્‍યનું આયોજન કરેલ છે.જેમાં ગુજરાત રાજ્‍યના માન. મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ઓનલાઇન જોડાશે તેમજ સ્‍થાનિક લીગલ એક્‍સપર્ટ દ્વારા વકતવ્‍ય રજુ કરવામાં આવશે તથા નળત્‍ય નાટિકા પ્રસ્‍તુત કરવામાં આવશે. 

(3:12 PM IST)