તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
સતત બીજા વર્ષે ટેકનોલોજીથી ચોમાસામાં પડેલ ખાડાની સમસ્યામાંથી મળશે મુકિત
મનપા દ્વારા આ કામ માટે રી ટેન્ડર : ર કરોડનો ખર્ચ : દરરોજ ૩૦૦ ચો.મી. કામ થશે

રાજકોટ, તા.૨૪: સામાન્ય રીતે ચોમાસાના વરસાદના કારણે રસ્તા પર મોટા ગાબડાઓ જોવા મલતા હોય છે જેના કારણે રાહદારીઓ ત્રાહીમામ પોકારી ઉઠે છે. ત્યારે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સતત બીજા વર્ષે પણ ટેકનોલોજીની ચોમાસામાં પડેલ ખાડાની સમસ્યા ઉકેલવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મનપા દ્વારા આ વર્ષે પણ જેટ પેચર મશીનથી ચોમાસામાં પડેલા ખાડા પુરવા ટેન્ડરની કાર્યવાહી કરતા એક જ એજન્સીએ રસ દાખવતા રિ ટેન્ડર કરાયુ છે. આ કામ માટે ૨ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.
રોજ ફરજિયાત ૩૦૦ ચોમી કામ કરવું પડશે તેવી શરતનો ઉમેરો કરવામાં આવ્યો ગત વર્ષે એજન્સીએ કામ થોડી ઢીલ રાખતા હતા એટલે રોજ ૩૦૦ ચોમી કામની શરત ઉમેરાય છે. ખર્ચે ૨ કરોડથી વધુ જવાની શકયતા ગત વર્ષે કરતા આ કામ માટે વ્યાપ વધારવામાં આવ્યો છે.
આ કામની ખરેખર શહેરીજનોને ખાડાની મુકિત મળે છે કે નહિ તેતો સમય જ બતાવશે.
(3:14 PM IST)










