તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
ગાયકવાડી વિસ્તારમાંથી ૧૪ વર્ષની બાળાનું અપહરણ
માતા પોરબંદર રિસામણે હોઇ બાળા ત્યાંથી રાજકોટ પિતાના ઘરે રોકાવા આવી હતીઃ પ્ર.નગર પોલીસે તપાસ આરંભી

રાજકોટ તા. ૨૪: શહેરમાંથી વધુ એક સગીરાનું અપહરણ થયું છે. આ બારામાં પ્ર.નગર પોલીસે હાલ પોરબંદર રિસામણે રહેલી અને રાજકોટ સાસરૂ ધરાવતી મહિલાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે.
મહિલા છુટક મજૂરી કરે છે અને હાલ તે પોરબંદર રિસામણે છે. તેણીને સંતાનમાં ૧૪ વર્ષની એક દિકરી અને ૧૩ વર્ષનો દિકરો છે. તેની ૧૪ વર્ષની દિકરી અવાર-નવાર રાજકોટ ગાયકવાડી વિસ્તારમાં પિતાના ઘરે રોકાવા માટે આવતી જતી રહે છે. ગઇકાલે સવારે મહિલાને તેણીની સાસુએ ફોન કરી જાણ કરી હતી કે તારી દિકરી સવારે પાંચેક વાગ્યે ઘરમાથી નીકળી ગયા બાદ ગાયબ થઇ છે. આથી હું રાજકોટ આવી હતી અને પતિ સહિતની સાથે મળી દિકરીની શોધખોળ કરી હતી. પરંતુ પત્તો ન મળતાં પોલીસને જાણ કરી હતી. પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં પીએસઆઇ જે. એન. ગમારાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:47 PM IST)










