તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
રાજકોટ શહેર-જીલ્લાની ર૦૦ કચેરીઓ ઉપર વીજ બચતના
૩ હજાર પોસ્ટર્સ લગાવાયાઃ માર્ગ-મકાનના વીજ શાખાની કાર્યવાહી : દરવાજા-સ્વીચ બોર્ડ-કમ્પ્યુટર-એસી-લાઇટ-પંખા ઉપર રંગબેરંગી લખાણોના પોસ્ટર્સ લગાવાયા

રાજકોટ તા. ર૪: ગ્લોબલ ર્વોમિંગના કારણે પળથ્વી પરના તાપમાનમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે, જેના લીધે વીજળીની માંગ અને તેનો વપરાશ વધ્યો છે. વિશ્વભરમાં વીજળીનો બિન જરૂરી વપરાશ ઘટાડવા માટે વિવિધ પ્રવળત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના વિદ્યુત શાખા દ્વારા એક નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. જે અન્વયે ‘‘વીજ બચત એ જ વીજ ઉત્પાદન'' સૂત્રના માધ્યમથી લોક સંદેશો આપતા પોસ્ટર્સ તૈયાર કરવામાં આવ્યા છે.
માર્ગ અને મકાન વિભાગના વિદ્યુત પેટા શાખાના ૨૦ કર્મયોગીઓ દ્વારા વીજળી બચાવવા સંદર્ભે રાજકોટ જિલ્લાની સરકારી, અર્ધ સરકારી સંસ્થાઓ, હોસ્ટેલ, જાહેર સ્થળો, કોલેજ, હોસ્પિટલ સહિતના ૨૦૦થી વધુ સ્થળો પર ૩૦૦૦ જેટલા વીજ બચતના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. આ ઉમદા કામગીરીમાં માર્ગ અને મકાન વિભાગના વિદ્યુત પેટા શાખા, રાજકોટના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી મિહિર ચાવડાની અને મદદનીશ ઈજનેરશ્રી યશરાજસિંહ ગોહિલની સૂચના અનુસાર વિદ્યુત પેટા શાખા વિભાગના ઇલેક્ટ્રિક ટેકનીશીયનશ્રી કેતનભાઈ કણઝારીયા, શ્રી કપિલભાઈ ભટ્ટી, શ્રી સમીર બેલીમ સહિતના અન્ય ૧૭ કર્મીઓ જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાની સ્થાનિક કચેરીઓમાં અધિકારીશ્રી અને કમર્ચારીશ્રીઓની નજરમાં આવે તેવી રીતે, દરવાજા પર, સ્વીચ બોર્ડની પાસે, કમ્પ્યુટર, એ.સી., લાઈટ, પંખાના વપરાશની જગ્યાઓ પર વીજળીની બચત કરવા માટે રંગબેરંગી વિવિધ લખાણોના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. પોસ્ટર્સમાં ‘‘વીજ બચત એ જ વીજ ઉત્પાદન''ના સૂત્ર સાથે જણાવવામાં આવ્યું છે કે, લાઈટ અને પંખા બંધ રાખવા, કમ્પ્યુટરનું કામ ન હોય ત્યારે તેને બંધ કરવું, કચેરી રૂમમાં કે સભાખંડમાં અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓની હાજરી ન હોય ત્યારે એ.સી. બંધ રાખવા, વોટર કૂલર જરૂર ન હોય ત્યારે બંધ રાખવું સહિતના પોસ્ટર્સ વીજ બચત થાય તેનો સંદેશ આપે છે. આ ઉપરાંત, કર્મયોગીઓએ શકય હોય તો લીફ્ટનો ઉપયોગ ટાળી પગથીયાંનો ઉપયોગ કરવો જેનાથી વીજળીની બચત સાથે સ્વાસ્થ્ય પણ જળવાઈ છે.
(3:58 PM IST)










