<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

ન્‍યુરોલોજીકલ સમસ્‍યાથી પીડાતા રાજકોટના જય કારીયાને સારવાર માટે રૂ.૯,૫૦,૦૦૦ ની જરૂર

સાથી હાથ બઢાના

રાજકોટ તા. ૨૫ : ત્રણ વર્ષની ઉંમરે આંચકી આવવાથી શારીરિક વિકલાંગ બનેલ રાજકોટના જય દીલીપભાઇ કારીયા (ઉ.વ.૩૫)ને ઉમર વધવા સાથે તકલીફો પણ વધી રહી છે. હાલ ૪૦ ટકા અંગ ખોટુ પડી ગયુ છે. તેને ન્‍યુરોલોજીકલ (ડિસ્‍ટોનિયા) હોવાનું નિદાન થયુ છે. ઘણા સમય પહેલા મુંબઇની જશલોક હોસ્‍પિટલમાં સારવાર કરાવેલ અને દોઢેક લાખનો ખર્ચ થયો હતો. બાદમાં હવે દિલ્‍હીની એઇમ્‍સ હોસ્‍પિટલમાં બતાવતા સર્જરી કરવી પડે તેમ હોવાનું જણાવાયુ છે. આ માટે તબીબોએ રૂા.૯,૫૦,૦૦૦ (નવ લાખ પચાસ હજાર) જેટલો ખર્ચ થાય તેમ હોવાનું એસ્‍ટીમેટ અપાયુ છે.  આ ઓપરેશન માટે ૧૬-૭-૨૦૨૫ આપવામાં આવી છે. દિવસો ઘણા ઓછા છે. જયના માતા પિતા હયાત નથી. નિરાધાર અવસ્‍થામાં જીવન વિતાવે છે. તેમ છતા સગાવહાલાઓએ મળીને આ સારવાર માટે મહેનત ઉઠાવી છે. પરિવારજનો તરફથી પણ રૂ. અઢીથી ત્રણ લાખ જેવી રકમ ભેગી કરી અપાઇ છે. પરંતુ સર્જરી માટેના ખર્ચને પહોંચી શકાય તેમ ન હોય સમાજના સુખી સંપન્ન દાતાઓએ આગળ આવવા અપીલ કરાઇ છે. જય દીલીપભાઇ કારીયાના નામે એસ.બી.આઇ. ગાયકવાડી બ્રાન્‍ચ રાજકોટ ખાતે બચત ખાતુ ધરાવે છે. ખાતા નં. ૦૦૦૦૦૦ ૩૧૧૮૬૪૦૨૬૪૦ છે. આઇએફસી કોડ : SBIN 0060153 છે. વધુ માહીતી માટે તેમના નિવાસ સ્‍થાન લોહાણાચાલ, જંકશન પ્‍લોટ, શેરી નં. ૧૫, રાજકોટ ખાતે રૂબરૂ અથવા જય  કારીયા (મો.૯૭૧૨૦ ૨૦૧૬૧)નો અથવા તેમની દેખરેખ રાખતા પિત્રાઇ બંધુ કિર્તીભાઇ  રવાણી (મો.૯૪૨૭૬ ૩૯૬૧૧)નો સંપર્ક કરવા ફુવા જીજ્ઞેશભાઇ ગણાત્રા અને અશોકભાઇ ચતવાણીએ જણાવાયુ છે.

(11:30 AM IST)