તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
તત્વ નેચરોપેથી ફાઉન્ડેશન દ્વારા ફુડ અને રેસિડેન્ટ સ્ટે સાથેનું સેન્ટર શરૂ કરાશે : શુક્રવારથી મંગલારંભ

રાજકોટ તા. ૨૫ : તત્વ નેચરોપેથી ફાઉન્ડેશન દ્વારા નવા સોપાનરૂપે રાજકોટ નજીક મોરબી હાઇવે પર રતનપર ગામ પાસે સુંદર મજાના કુદરતી સાનિધ્યમાં ફુડ અને રેસિડેન્ટ સ્ટે સાથેના સેન્ટરનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા તત્વ ફાઉન્ડેશનના આગેવાનોએ જણાવ્યુ હતુ કે આ નવા સેન્ટરનો મંગલ ઉદ્દઘાટન સમારોહ તા. ૨૭ ના શુક્રવારે અષાઢી બીજના સવારે ૧૧ થી સાંજના પ વાગ્યા સુધી યોજેલ છે.
ઉદ્દઘાટન અવસરે તત્વ નેચરોપેથી દ્વારા નિઃશુલ્ક મેડીકલ કેમ્પ રાખેલ છે. જેમાં આયુર્વેદા ફિઝિશિયન ડો. નિરૂપ વાઘીયા, ડો. પુલકિત બક્ષી, ડો. વૈભવી વેદ, ડાયેટીશિયન ડો. ક્રિષ્ના કતીરા, ડો. કિશાન દુધરેજીયા, ડો. ઋત્વી લીંબાસીયા અને યોગ એકસપર્ટ અમી ભટ્ટ સેવા આપશે.
આજના હાડમારી ભરેલા જીવનમાં રોગમુકત કેવી રીતે રહેવુ તેમજ કેવા પ્રકારનું ભોજન લેવુ તે અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે. તત્વ નેચરોપેથી રોગમુકત જીવન જીવવા માટે કુદરતની સાથે રહી પ્રકૃતિમય જીવન જીવવા અંગે લોકોમાં અવેરનેસ લાવવાનો ધ્યો રાખે છે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા ડો. રસીલા પટેલ, બીપીન પટેલ, પ્રકૃતિ પ્રેમી દિનેશ પટેલ, રંજન પટેલ, ડો. યાજ્ઞિત ટાંક, એશા ઠકકર, જીજ્ઞા ઠકકર, ધ્રુવી કાલરીયા, પ્રિન્સી ભટ્ટી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા તત્વ નેચરોપેથી ફાઉન્ડેશનના આગેવાન સભ્યો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:13 PM IST)










