તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
લોકશાહીનો કલંકિત કાળો દિવસઃ ના ભૂતો ના ભવિષ્યતિ

સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ૨૫ જૂન, ૧૯૭૫નો દિવસ લોકશાહીના કલંકિત અને કાળા દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. આ એ દિવસ હતો જ્યારે તત્કાલીન વડા-ધાન સ્વ. શ્રીમતી ઇન્દિરા ગાંધીએ મંત્રીમંડળની પૂર્વ પરવાનગી વિના દેશમાં ‘કટોકટી' (આપત્કાલ) જાહેર કરી હતી. આ નિર્ણયને જર્મનીના તાનાશાહ હિટલરના શાસન સાથે સરખાવવામાં આવે છે, કેમ કે આ કટોકટી અંતર્ગત આખા દેશે ૅજેલખાનુંૅ (બંદીગળહ) બનાવી દીધું હતું.
આ ૬૩૫ દિવસ ચાલેલા કાળા કાળ દરમિયાન અભિવ્યક્તિની સ્વતંત્રતા સંપૂર્ણપણે છીનવી લેવામાં આવી હતી. અખબારો પર સેન્સરશિપ (નિયંત્રણ) લાદવામાં આવી હતી અને સંસદસભ્યો તેમજ સંસદની કાર્યવાહી પર પણ નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા.
સમગ્ર દેશમાંથી ૧ લાખ ૩૦ હજારથી વધુ સત્યાગ્રહીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને ભારતીય જનસંઘ (હાલની ભારતીય જનતા પાર્ટી - ભાજપ) ના હજારો કાર્યકર્તાઓનો સમાવેશ થતો હતો.
આ દમનમાં ૧૦૦થી વધુ કાર્યકર્તાઓ મળત્યુ પામ્યા હતા, જેમાં આરએસએસના અખિલ ભારતીય વ્યવસ્થા પ્રમુખ શ્રી પાંડુરંગ ક્ષીરસાગર પણ શામેલ હતા.
આરએસએસના પ્રચારક તરીકે કાર્ય કરતા નરેન્દ્રભાઈ મોદી સહિત અનેક કાર્યકરોએ પોતાના નામ બદલી નાખ્યા હતા, વેશ પલટા પણ કર્યા હતા. ગુજરાત કટોકટી આંદોલનનું મહત્વનું કેન્દ્ર બન્યું હતું. જ્યોર્જ ફર્નાન્ડીઝ, ડો. સુબ્રહ્મણીમ સ્વામી, સ્વ. નાનાજી દેશમુખના -વાસો ગુજરાતમાં ગોઠવવામાં આવ્યા હતા. જ્યોર્જ ફર્નાન્ડીઝને મળવા માટે નાના જીતેશમુખ અને નરેન્દ્રભાઈ સ્કૂટર ઉપર ગયા હતા. જ્યોર્જ ફર્નાન્ડીસે એક તબક્કે નરેન્દ્ર ભાઈ ને કહેલ કે નરેનજી નાનાજી કી બહુ જ જરૂરત હે, ઉન્હેં કેસે ભી કરકે બચાના હૈ, સ્કૂટર પર લે જાના, જાન ખતરે સે ખાલી નહીં, ઉનકી ચિંતા તુમ્હારે જિમ્મે હૈ. સ્વ. મકરંદભાઈ દેસાઈએ અમેરિકા પહોંચી ઓવરસીઝ ફ્રેન્ડ ઓપ જનસંઘ નામથી સંગઠન સ્થાપી વિશ્વમાં કટોકટી વિરુદ્ધ પ્રચાર કર્યો હતો.
કટોકટી લાદવાનું એક મુખ્ય કારણ અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા શ્રીમતી ઇન્દિરા ગાંધીની ચૂંટણી રદ કરવાનો અને ચૂંટણીઓમાં કોંગ્રેસની કારમી હાર હતી.
આ સમયગાળો દમન અને શોષણનો હતો, જ્યાં વિરોધનો અવાજ ઉઠાવનાર દરેક વ્યક્તિને જેલમાં ધકેલી દેવામાં આવતી હતી. ગરીબો અને પીડિતોનો અવાજ સાંભળનાર કોઈ નહોતું. આ કટોકટી સામેની લડાઈમાં સાધના સાપ્તાહિકની ૪૫ હજારથી ૧ લાખ સુધી નકલો ખપતી હતી.
આ કપરા કાળમાં આરએસએસ, ભારતીય જનસંઘ અને અન્ય સંગઠનોએ ભૂગર્ભ પ્રવળત્તિઓ દ્વારા કટોકટી સામે આંદોલન ચલાવ્યું. ગુજરાત આ આંદોલનનું એક મહત્વનું કેન્દ્ર બન્યું.
સ્વ. શ્રી નાથાભાઈ ઝગડા અને શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા નેતાઓએ વેશપલટા કરીને પોલીસની નજરથી બચતા રહીને ગુપ્ત બેઠકો, પત્રિકાઓના વિતરણ અને આયોજનની જવાબદારી સંભાળી. ‘જનતાનું છાપું' જેવા ભૂગર્ભ પ્રકાશનો દ્વારા લોકો સુધી સાચા સમાચાર પહોંચાડવામાં આવ્યા. વિષ્ણુભાઈ પંડ્યાનું યોગદાન પણ મોટું રહ્યું હતું.
આ સંઘર્ષના પરિણામે, ૨૧ માર્ચ, ૧૯૭૭ના રોજ કટોકટી ઉઠાવી લેવામાં આવી અને લોકસભાની ચૂંટણીઓ યોજાઈ. ભારતીય જનસંઘે દેશહિતમાં જનતા પાર્ટીમાં વિલીનીકરણ કર્યું અને કેન્દ્રમાં જનતા મોરચાની સરકાર બની. સ્વ. શ્રી મોરારજીભાઈ દેસાઈ વડા-ધાન બન્યા, અટલજી વિદેશ પ્રધાન અને અડવાણીજી માહિતી અને પ્રસારણ મંત્રી બન્યા હતા.
આ સાથે જ દેશમાં લોકશાહીનું પુનઃસ્થાપન થયું. ૨૫ જૂન, ૧૯૭૫નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં એક કાળા અધ્યાય તરીકે હંમેશા યાદ રહેશે.
:: સંકલન ::
જયેશ સંઘાણી
મો. ૯૪૨૮૨ ૦૦૫૨૦
(2:17 PM IST)










