News of Wednesday, 25th June 2025
દાઉદી બોહરા સમાજના પ્રતિનિધિમંડળ દ્વારા નવનિયુકત રાજકોટ કલેક્ટર તથા જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.ઓમપ્રકાશની મુલાકાત

રાજકોટઃ દાઉદી બોહરા સમાજના સભ્યો દ્વારા રાજકોટના નવ નિયુકત રાજકોટ કલેક્ટર તથા જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.ઓમપ્રકાશ (આઈ.એ.એસ) સાથે મુલાકાત લીધી. આ બેઠકમાં જનાબ આમીલ સાહેબ શેખ સૈફુદ્દીનભાઈ ભાભરાવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન સમાજના વિવિધ સામાજિક, પર્યાવરણીય અને આર્થિક વિકાસના કાર્યો અંગે માહિતી આપી હતી. આ કાર્યો સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન ના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યા છે, દાઉદી બોહરા સમાજે કલેક્ટરશ્રીનો આભાર વ્યક્ત કરેલ. તેમ શેખ યુસુફભાઈ જોહર કાર્ડસવાળાએ જણાવ્યું હતું.
(2:18 PM IST)










