તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
કટોકટીમાં લોકશાહીનો અવાજ સામે અનેક યુવાનો-વિદ્યાર્થીઓએ અવાજ ઉઠાવતા તેઓએ જેલવાસ ભોગવ્યોઃ ભુપેન્દ્રભાઇ પટેલ
મનપા અને રાજય સરકારના સાંસ્કૃતિક વિભાગના સંયુકત ઉપક્રમે વકતવ્ય કાર્યક્રમ યોજાયો પ૦ વર્ષ પહેલાની ડોકયુમેન્ટરી ફિલ્મ અંગે નાટયકૃતિ પ્રદર્શીત કરાઇ હતી કોંગ્રેસ સરકારે લોકશાહીના ત્રણ સ્તંભો કાર્યપાલિકા, વિધાનસભા અને ન્યાયતંત્રને બંધક બનાવી દિધા હતાઃ ઉદય કાનગડ ૨૫ જુનને સાંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવાઇ છેઃ નયનાબેન પેઢડીયા

રાજકોટ, તા. રપ : ઇ.સ.૧૯૭૫માં અમલી થયેલ કટોકટીના ૫૦ વર્ષે તા.૨૫ના રોજ પૂર્ણ થવાના સંદર્ભમાં લોકશાહીના મૂલ્યોનું સ્મરણ કરવાના હેતુથી ભારત સરકારના સાંસ્કળતિક મંત્રાલય દ્વારા ઙ્કસંવિધાન હત્યા દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓ વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તથા પી.ડી. માલવીયા કોલેજ ઓફ કોમર્સના સહયોગથી સંવિધાન હત્યા દિવસની ઉજવણી અંતર્ગત આજ તા.૨૫ ને બુધવારના રોજ સવારે ૧૦ કલાકે પી.ડી. માલવીયા કોલેજ ઓફ કોમર્સ, ગોંડલ રોડ ખાતે વક્તવ્ય કાર્યક્રમ યોજાયો. જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઓનલાઇન જોડાયા હતા તેમજ આજથી ૫૦ વર્ષ પહેલા સંવિધાન સામે લાદવામાં આવેલ કટોકટી અંગેની ડોકયુમેન્ટરી ફિલ્મ અને નાટયકળતિ પ્રદર્શિત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, દેશમાં ઈ.સ.૧૯૭૫માં અમલી થયેલ કટોકટીના ૫૦ વર્ષ આજ તા.૨૫ ના રોજ પૂર્ણ થાય છે. કટોકટીની સ્થિતિ એ એવી પરિસ્થિતિ છે, જેમાં સરકારને તેના નાગરિકોની સલામતી અને રક્ષણ માટે એવી નીતિઓ લાગુ કરવાની સત્તા આપવામાં આવે છે જે તેને સામાન્ય રીતે લાગુ કરવાની સતા હોતી નથી.
આ તકે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, આજથી ૫૦ વર્ષ પહેલા આજના દિવસે જે ઈમરજ્ન્સી લાગી હતી જેને આપણે કટોકટી કહીએ છીએ. ભારત સરકાર દ્વારા આજનો દિવસ ૨૫ જૂનને સમગ્ર દેશમાં ‘સંવિધાન હત્યા દિવસ' તરીકે જાહેર કરવામાં આવેલ. ઉપસ્થિત સર્વે વિધાર્થીઓ, યુવાનો તમે લોકો દેશના ભવિષ્યનો માર્ગ છો.
વધુમાં કાનગડે જણાવ્યું કે કોંગ્રેસ સરકારે લોકશાહીનાત્રણ સ્તંભો કાર્યપાલિકા, વિધાનસભા અને ન્યાયતંત્રનો સમાવેશ થાય તેને બંધક બનાવી દીધા હતા.
આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, સ્ટેગિં કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેષ દિહોરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટરઓ મગનભાઈ સોરઠીયા, વિનુભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠીયા, હિરેનભાઈ ખીમાણીયા, નીતિનભાઈ રામાણી, ભારતીબેન પરસાણા, મંજુબેન કુગશિયા, વિનુભાઈ ઘવા, સોનલબેન સેલારા, રવજીભાઈ મકવાણા, કંચનબેન સિધ્ધપુરા, દક્ષાબેન વાઘેલા, રસિલાબેન સાકરીયા, ડૉ. હાર્દિક ગોહિલ, દુર્ગાબા જાડેજા, જયાબેન ડાંગર, કીર્તિબા રાણા, અશ્વિનભાઈ પાંભર, પરેશભાઈ આર. પીપળીયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, સહાયક કમિશનર બી.એલ. કાથરોટીયા, મેનેજર અને પી.એસ. ટુ મેયર વિપુલ ઘોણીયા, મેનેજર કૌશિક ઉનાવા, સામાજિક અગ્રણી લાભુભાઈ ખીમાણીયા, પી.ડી. માલવીયા કોલેજના ટ્રસ્ટી ઘનશ્યામભાઈ હેરભા, પી.ડી. માલવીયા કોલેજના આચાર્ય કમલેશભાઈ જાની, પ્રોફેસરો, વિદ્યાર્થીઓ, શહેરના હોદેદારો, મહાનુભાવો, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો તેમજ રમતગમત, યુવા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓ વિભાગ તથા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ, પી.ડી. માલવીયા કોલેજના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોને પી.ડી.એમ. કોલેજના કેમ્પસમાં NCCના કેડેટસ દ્વારા આવકારવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત સ્ટેગિં કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા કરવામાં આવેલ. મહાનુભાવોનું પુષ્પ, ખાદીનો રૂમાલ અને મોમેન્ટો આપી સ્વાગત સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે આભારવિધિ સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ.
(3:27 PM IST)










