તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
ભારમલ રેસ્ટોરન્ટમાંથી ચોરી કરી ભાગેલા મુર્તુઝા લોખંડવાલાને ક્રાઇમ બ્રાંચે પકડયો
મામાના દિકરા રાજ લાકડાવાલાએ નોકરીએ રાખ્યો હોઇ તેને ત્યાં જ હાથફેરો કર્યો હતોઃ અમદાવાદ નોકરીમાં રહી ગયો'તોઃ અલગ અલગ ત્રણ સીમ કાર્ડ બદલ્યાઃ છેલ્લે ઝડપાઇ ગયો :હેડકોન્સ. જયદેવસિંહ પરમાર, અર્જુનભાઇ ડવ અને કોન્સ. પ્રશાંતસિંહ ચુડાસમાની બાતમી

રાજકોટ તા. ૨૫: એરપોર્ટ રોડ પત્રકાર સોસાયટીમાં રહેતાં અને સદર બજારમાં ભારમલ રેસ્ટોરન્ટ નામે વેપાર કરતાં રાજ કુતુબભાઇ લાકડાવાલાના રેસ્ટોરન્ટમાંથી તેના જ ફઇનો દિકરો મોરબીનો મુર્તુજા લોખંડવાલા નોકરી કરતો હોઇ તે કાઉન્ટરમાંથી હિસાબના રોકડા રૂા. ૧,૩૦,૦૦૦ તેમજ રેસ્ટોરન્ટનો મોબાઇલ ફોન ૧૯ હજારનો અને રેસ્ટોરન્ટના કામ માટે રખાયેલુ રૂા. ૧૮ હજારનું બાઇક ચોરી ૨૬/૫ના વહેલી સવારે ભાગી ગયો હતો. ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. આ અંગે પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યો હતો. જેનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્યો છે.
મુળ મોરબી મુલ્લા શેરી નાની બજારના અને હાલ રાજકોટ સદર બજાર નૂતન પ્રેસ રોડ પર રહેતાં મુર્તુજા હુશેનભાઇ લોખંડવાલા (ઉ.વ.૨૬)ને જીજે૦૩ડીજે-૫૭૮૬ નંબરના યુનીકોર્ન ડેઝલર બાઇક સાથે પકડી પ્ર.નગર પોલીસને સોંપ્યો છે. હેડકોન્સ. જયદેવસિંહ પરમાર, અર્જુનભાઇ ડવ અને કોન્સ. પ્રશાંતભાઇ ચુડાસમાની બાતમી પરથી આ શખ્સને પકડી લેવાયો હતો. રાજકોટ ભારમલ રેસ્ટોરન્ટમાં મામાના દિકરાને ત્યાં નોકરી કરતો હોઇ તેના પર વિશ્વાસ મુકાયો હોઇ તે રોકડ સહિતની ચોરી કરી ભાગી ગયો હતો.
પીઆઇ એમ. આર. ગોંડલીયા, સી. એચ. જાદવ, એમ. એલ. ડામોર, પીએસઆઇ એ. એન. પરમાર, એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. જયદેવસિંહ પરમાર, કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, અર્જુનભાઇ ડવ, કોન્સ. પ્રશાંતસિંહ ચુડાસમા, ગોપાલભાઇ પાટીલ અને મયુરધ્વજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.
ચોરી કરીને ભાગ્યા બાદ મુર્તુજા અમદાવાદ જઇ સ્વીગી, ઝોમેટોમાં નોકરીએ રહી ગયો હતો. બાદમાં ગેસ અને એસી રીપેરનું કામ કરવા માંડયો હતો. પકડાઇ ન જાય એ માટે ત્રણ સીમ કાર્ડ બદલી નાંખ્યા હતાં. અંતે તેને બાતમી પરથી પકડી લઇ પ્ર.નગરમાં સોંપાયો હોઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(3:33 PM IST)










