તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
રૂખડીયાપરામાં ૧૫ ગુનામાં સામેલ ઇસ્માઇલના ગેરકાયદે બાંધકામ પર પ્ર.નગર પોલીસે બૂલડોઝર ફેરવી દીધું
ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાં પીઆઇ વી. આર. વસાવા અને ટીમની કાર્યવાહી

રાજકોટઃ માથાભારે તત્વો દ્વારા ગેરકાયદે બાંધકામો ઉભા કરી દેવાયા હોય તેને તોડી પાડવાની કાર્યવાહી અંતર્ગત પ્ર.નગર પોલીસે રૂખડીયાપરામાં મેલડી માતાજીના મંદિર પાસે ઇસ્માઇલ આમદભાઇ શેખ દ્વારા ઉભા કરાયેલા ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની કાર્યવાહી થઇ હતી. આ શખ્સ વિરૂધ્ધ દારૂ, એનડીપીએસ, મારામારી સહિત ૧૫ ગુના નોંધાયા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ વી.આર. વસાવા અને ટીમે આ કાર્યવાહી કરી હતી.
(3:33 PM IST)










