<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

રજપૂત યુથ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ દ્વારા રવિવારે ૪૫૪ વિદ્યાર્થીઓનો સરસ્‍વતી વંદના સત્‍કાર સમારોહ

 

રાજકોટઃ પ.પૂ. સંત શ્રી દેશળભગતના શુભાશીષ સાથે શ્રી રજપૂત યુથ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ - રાજકોટ દ્વારા વિદ્યાર્થીઓના પરીણામને સન્‍માન આપવા માટે સરસ્‍વતિ વંદના વિદ્યાર્થી સત્‍ત્‍કાર સમારોહનું તા.૨૯, રવિવારના રોજ બપોરે ૨ વાગ્‍યાથી આયોજન કરવામાં આવ્‍યુ છે.

જેમાં વિદ્યાર્થીઓને સ્‍કૂલબેગ, મેડલ, ચોપડા, પેનસેટ, વિ. વસ્‍તુઓ અપાશે. સ્‍થળઃ શ્રી રંગીલા હનુમાનજી મંદિર ૧૪- વિવેકાનંદ નગર, શ્રી સદગુરૂ સ્‍કુલ સામેની શેરી, શક્‍તિ હોટલની પાછળ, આંબેડકર ભવન ચોક, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ. કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે મો.૯૩૧૬૩ ૧૯૫૪૫ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્‍વીર-અભિજીત બગથરીયા)

(3:55 PM IST)