<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

ટી.પી.ના પ્‍લોટમાં ફરી દબાણઃ ઢોરના ત્રાસમાંથી મુકિત અપાવો

શહેરના ઢેબર રોડ વિસ્‍તારના રહેણાંક વિસ્‍તારમાં ભારે મુશ્‍કેલી અંગે મ્‍યુ. કમિશનરને રજૂઆત અમરનાથ સોસા.ના રહેવાસીઓએ આ સમસ્‍યા તાકિદે હલ કરવા કરી માંગ

રાજકોટ તા. ૨૫ :.. મનપા દ્વારા શહેરમાં રખડતા-ભટકતા પશુઓ વિરુદ્ધ  છેલ્લા ઘણા સમયથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રખડતા ઢોરના ત્રાસમાંથી શહેરીજનો મુક્‍ત થયા છે. છતાં અમુક વ્‍યકિતઓ ે દ્વારા સરકારી જમીનો ઉપર ઢોરવાડા બનાવી આ વિસ્‍તારવાસીઓને ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી છે.

શહેરના ઢેબર રોડ ઉપર આવેલ અમરનાથ સોસાયટી સહિતના લોકોએ અગાઉ ડિમોલીશન થયેલ તેવા મનપાના પ્‍લોટ ઉપર ફરી અમુક લોકોએ ઢોર બાંધી શેરીમાં છુટ્ટા મુકી દેતા હોય ત્રાસ દાયક સ્‍થિતિ સર્જાય છે. તેવી મ્‍યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી.

ઢેબર રોડ ઉપર આવેલ અમરનાથ સોસાયટીના રહીશોએ આજે મ્‍યુનિસિપલ કમિશનરને આજે રજૂઆત કરી જણાવેલ કે, અમરનાથ કો.ઓ.સો.માં આવેલ પ્‍લોટ જેના રેવન્‍યુ સર્વે નં. ૩૨૩ પૈકી ફા. પ્‍લોટ નં. ૩૦ ઓ.પી.નં. ૧/૧ છે. સરનામું અમરનાથ સોસાયટી વોર્ડ નં. ૧૮ ટી.પી. નં. ૧૦ રાજકોટ ઢેબર રોડ, અટીકા ફાટકથી આગળ શેરી નં. ૧૧ છે. આ જગ્‍યા  ઝોન માંથી અહીંયા ૨ વાર ડીમોલીશન કરવામાં આવ્‍યું છે.  છતાં અજાણ્‍યા શખ્‍સો દ્વારા અવાર નવાર ગેરકાયદેસર રીતે આવિને ઢોર બાંધીને  સોસાયટીમાં રંજાડ કરે છે.

આ જગ્‍યાની માલીકી ટીપીની છે. જેમાં  ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્‍યું છે. એ પણ ત્રીજીવાર આ લોકોને   અવાર નવાર સોસાયટીમાં ઢોર લઈને આવે છે. તથા ટીપીની જગ્‍યામાં ગેરકાયદેસર રીતે ઢોર બાંધીને છાપરૂ કરીને રહે છે.

આ લોકોના ઢોરના ત્રાસથી શેરીમાં  ગંદકી થાય છે.  તથા તેમાંથી રોગચાળાઓ થાય છે. આ ઢોરના ત્રાસના લીધે શેરીમાં ઢોરના લીધે નાના બાળકો રમી પણ નથી શકતા. સોસાયટીને ત્રાસમાંથી  છોડી યોગ્‍ય કાર્યવાહી કરવા વિનંતી છે. રજુઆતના અંતમાં જણાવાયું હતું.

(3:50 PM IST)