તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
જિલ્લા પંચાયતમાં જુલાઇના પ્રારંભે કારોબારી સમિતિની બેઠકઃ બીજા અઠવાડિયે સામાન્ય સભા
કાલે ગ્રામ પંચાયતોની ચુંટણીની આચારસંહિતા પૂર્ણ

રાજકોટ તા. રપ : જિલ્લા પંચાયતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની આચારસંહિતાના કારણે સ્થગિત થઇ ગયેલી વહીવટી અને રાજકીય ગતિવિધિ આગળ વધશે. કાલે આચારસંહિતા પૂર્ણ થતા પદાધિકારીઓ બેઠકો યોજવાનું એલાન કરશે. જુલાઇના પ્રથમ અઠવાડીયામાં કારોબારી સમિતિની બેઠક તથા બીજા અઠવાડીયામાં સામાન્ય સભા મળે તેવા નિર્દેષ છે.
સામાન્ય રીતે પહેલા બધી સમિતિઓની બેઠક અને પછી સામાન્ય સભા મળે તેવી પ્રણાલિકા છ.ે અમૂક સમિતિઓની બેઠક મળી પછી આચારસંહિતા, લાગુ પડી જતા કારોબારી અને સામાન્ય સભાનું આયોજન પડતું મુકાયુ હતું હવે આચારસંહિતાનો અંત દેખાતા બેઠકોનો અને વિકાસકામોનોં દોર શરૂ થશે. જુલાઇની ૧૦ મી સુધીમાં કારોબારી બેઠક અને ૧૫ જુલાઇ આસપાસ સામાન્ય સભા મળે તેવી પદાધિકારીઓની ગણતરી છે. છેલ્લે માર્ચમાં બજેટ માટે સામાન્ય સભા મળી હતી. હવે આ ખાતે પ્રશ્નોતરી સાથેની સામાન્ય સભા યોજવાની વિચારણા થઇ રહી છે. પંચાયતની સામાન્ય ચૂંટણી આવતા ૭ માસમાં આવવાપાત્ર છે.
(4:15 PM IST)










