તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
વોર્ડ નં.૧રમાં મનસુખભાઇ છાપીયા ટાઉનશીપમાં કોમ્યુનીટી હોલનું ભાડુ ૪ હજાર
કોમર્શીયલ હેતુ માટે ભાડામાં ૧પ૦ ટકાઃ મનપાની સતાવાર જાહેરાત

રાજકોટ તા.રપઃ શહેરના પુનિતનગર વિસ્તારમાં આવેલ મનસુખભાઇ છાપીયા ટાઉનશીપમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલ ‘શ્રી રંજનબેન રાવલ કોમ્યુનિટી હોલ'ના દરેક યુનિટના રૂા.૪ હજાર ભાડા તથા ૪ હજાર ડિપોઝીટના દરો નિર્ધારિત કરાયાનું તંત્ર દ્વારા સતાવાર જાહેર કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, પુનિતનગર, પાણીના ટાંકા સામેનો રોડ, શ્યામલ વાટીકા પાસે ટી.પી. ૧૫(વાવડી)ના વોર્ડ નં. ૧૨માં આવેલ ‘શ્રી મનસુખભાઇ છાપીયા' ટાઉનશીપમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘શ્રી રંજનબેન રાવલ કોમ્યુનિટી હોલ'નાં ભાડા તથા ડિપોઝિટનાં દરો નિર્ધારિત કરાયા છે. આ કોમ્યુનિટી હોલ તારીખ ૨૩ થી જાહેર જનતા માટે ઓનલાઇન બુકીંગ માટે ખુલ્લો મુકવામાં આવે છે. હવે કોઇપણ નાગરિક રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ rmc.gov.in અથવા ઓનલાઇન પોર્ટલ (રાજકોટ મહાનગરપાલિકાની એપ્લિકેશન) મારફતે આ કોમ્યુનિટી હોલને આગોતરા બુક કરી શકશે.
અગત્યની માહિતી માટે અને બુકીંગ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર વિગતવાર માર્ગદર્શિકા ઉપલબ્ધ છે. તમામ નાગરીકોને વિનંતી છે કે તેમને જરૂરી કાર્યક્રમો માટે સમયસર ઓનલાઇન બુકીંગ કરી લાભ મેળવે.

(4:17 PM IST)










