News of Wednesday, 25th June 2025
જનહિત હાઇવે હક્ક આંદોલનઃ રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે મુદ્દે જનઆંદોલનની ઘોષણા
નિર્માણધીન હાઇવેનુ સપૂર્ણ કામ પૂર્ણ ના થાય ત્યાં સુધી ટોલ વસુલાત બંધ કરોઃ રોહિતસિંહ રાજપૂત

રાજકોટ તા.૨૫: રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે પર ચાલી રહેલા સિક્સ લેન હાઇવેના નિર્માણ કાર્યને લઈ છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી તંત્રની લાલિયાવાડી અને બેદરકારીના કારણે સૌરાષ્ટ્રના લાખો લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે જનહિત હાઇવે હક્ક આંદોલન ની જાહેરાત કરીને રચનાત્મક રીતે કાર્યક્રમો આપીને હવે સૌરાષ્ટ્રવાસીઓના હક માટે લડત આપવાની જાહેરાત થઈ હોવાનું યાદીમાં જણાવાયું છે.
કોંગ્રેસના યુવાનેતા અને પ્રવક્તા રોહિતસિંહે રાજપુતે જણાવ્યુ હતુ કે આ હાઇવેના નિર્માણ કાર્યમા હાઇવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીથી દરરોજ કલાકો કલાકોના ટ્રાફિક ચક્કાજામો થાય છે,એમ્બ્યુલન્સોને ફસાવાથી દર્દીઓના જીવ જોખમમાં,અકસ્માતોમા ધરખમ વધારો અને વૈકેલ્પિક જે રસ્તાઓમા બનાવ્યા તેમાં પણ કીચડ પાણી અને ખાડાઓથી ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી અમે આ બાબતે નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI) ,કલેક્ટર તંત્ર અને પોલીસ વિભાગને શરૂઆતમા આ ગંભીર સમસ્યાઓને ધ્યાન દોરીને તમામ વિભાગો સંકલન કરીને એક સ્થળ પર મીટિંગ યોજે તો કોંગ્રેસના મુખ્ય આગેવાનોનુ ડેલિગેશન રજૂઆત કરીને સમસ્યાઓનો હલ થાય તે પ્રયત્ન કરીશું.જો તંત્ર આ મુદે સકાત્મારક વલણ નહીં દાખવે તો કલેક્ટર ઓફિસ અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફિસનો ઘેરાવ પણ જરૂર પડયે કરીશું.
આ આંદોલનના પ્રમુખ મુદ્દા.
(૧) એકી સાથે તમામ ઓવરબ્રિજ કામ શરૂ કરાતા હાઇવે પર ચારેય તરફ ડાઈવર્જન જેથી ટ્રાફિક અરાજકતા ફેલાય (૨) ચોમાસામાં રોડ પર ખાડા, કીચડ અને પાણી ભરાવાની ગંભીર સમસ્યા જેથી ટ્રાફિક જામ અને પરિવહન વ્યવસ્થાઓ પર અસર (૩) ટ્રાફિકથી અત્યંત વ્યસ્ત હાઇવે માટે કામ કરતી એજન્સી દ્વારા માત્ર સિંગલ લેનનો વૈકલ્પિક માર્ગ બનાવ્યો. (૪) એમ્બ્યુલન્સો કલાકો સુધી ફસાતા દર્દીઓના જીવ જોખમમાં. (૫) અકસ્માતોના કિસ્સામાં વધારો પ્રતંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી (૬)અનેક હોટલનુ હાઇવે પરની સરકારી જગ્યાઓ પર દબાણો જેથી અલ્ટરનેટ રૂટ બનાવતા નથી (૭) ફણ્ખ્ત્ નિયમ મુજબ નિર્માણધીન માર્ગનુ ૭૫% પૂર્ણ ના થાય અથવા તો રસ્તાની સ્થિતિ યોગ્ય સ્તરે ના હોય તો હાઇવે પર ટોલ વસૂલાત બંધ હોવી જોઈએ છતા બે ટોલ પ્લાઝા પર ખુલ્લેઆમ ઉઘરાણાઓ (૮) બે ટોલ પ્લાઝા ઓછામાં ઓછા ૬૦ કિમી અંતરે હોવા જોઈએ પરંતુ આ હાઇવે પર ૩૫ કીમીના અંતરે જ બે ટોલ પ્લાઝા છે જે કેન્દ્ર સરકારના માર્ગ મંત્રાલયના નિયમોનો ભંગ. (૯) આ માર્ગ માત્ર બે શહેરને નહીં પણ રાજ્યના અર્થતંત્ર, રોજગારી,ઔદ્યોગિક વિકાસ અને પ્રવાસનને અસર કરે છે હાઇવે પર આ સમસ્યાથી પીડિત વાહનચાલકો,હાઇવે પરના અસરગ્રસ્ત ગ્રામજનો અને સામાન્ય જનતા તેમના ફીડબેક, તસવીરો,વીડિયો અને દુઃખદ અનુભવ શેર કરી શકે અને આ આંદોલનમા જોડાઈ શકે તે માટે ખાસ એક હેલ્પલાઇન શરૂ કરવામા આવી છે જેનો મો. ૭૦૧૬૮૩૭૬૫૨ છ તેમ અંતમાં કોંગ્રેસના નેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું છે
(4:13 PM IST)










