તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
વિજયભાઈને શૈક્ષણિક જગતની ભાવપૂર્ણ અંજલી

રાજકોટ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ અને એ.એમ.પી. લો કોલેજ દ્વારા ભાવપૂર્ણ અંજલી અર્પણ કરવામાં આવી. તેમના સહપાઠીઓ, પ્રાધ્યાપકો, પ્રિન્સિપાલો અને ગુજરાતના અગ્રણીઓએ ‘ભાવપૂર્ણ પ્રેમ વંદના' કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેમના સેવાભાવ, સંગઠનકુશળતા અને સામાજિક ઉત્તરદાયિત્વના મંત્રને યાદ કર્યા. રૂપાણી પરિવારે તેમની પરંપરાને આગળ વધારવાનો સંકલ્પ લીધો.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને સાચા સેવાવ્રતી શ્રી વિજયભાઈ રૂપાણીના અવસાન બાદ રાજકોટના શૈક્ષણિક જગતે તેમને ભાવાંજલિ અર્પણ કરી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ અને એ.એમ.પી. લો કોલેજ દ્વારા આયોજિત ‘ભાવપૂર્ણ પ્રેમ વંદના' કાર્યક્રમમાં રાજ્યભરમાંથી આવેલા તેમના સહપાઠીઓ, પ્રાધ્યાપકો, પ્રિન્સિપાલો, ટ્રસ્ટીઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ભાગ લીધો.
ધર્મેન્દ્રસિંહજી કોલેજ, જ્યાંથી વિજયભાઈએ વિદ્યાર્થી યુનિયનની ચૂંટણી જીતી સાર્વજનિક જીવનની શરૂઆત કરી હતી, ત્યાંના મધ્યસ્થ ખંડમાં આ કાર્યક્રમ યોજાયો. રૂપાણી પરિવાર વતી શ્રી વળષભ રૂપાણી, મેહુલ રૂપાણી અને નિમિત મિશ્રાએ ઉપસ્થિત રહી તેમની સેવાની પરંપરાને આગળ વધારવાનો સંકલ્પ લીધો.
કાર્યક્રમની શરૂઆત વિજયભાઈના નજીકના સાથી અને ગાયક શ્રી શૈલેષ વ્યાસે તેમની પ્રિય પ્રાર્થના ગાઈને કરી. ધર્મેન્દ્રસિંહજી કોલેજના પ્રિન્સિપાલ શ્રી પરેશ રાવલ અને એ.એમ.પી. લો કોલેજના પ્રિન્સિપાલ શ્રી કમલેશ બુધભટ્ટીએ વિજયભાઈના શૈક્ષણિક યોગદાનને બિરદાવ્યું. કોટક સાયન્સ કોલેજ, એવીપીટી ટેકનિકલ ઇન્સ્ટિટયૂટ સહિત રાજકોટની અન્ય કોલેજોના પ્રિન્સિપાલો અને સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા.
અગ્રણીઓએ વિજયભાઈના વિદ્યાર્થી જીવનથી લઈને મુખ્યમંત્રી પદ સુધીની સફરને યાદ કરી. તેમણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મૂલ્યોને આત્મસાત કરી, કટોકટી દરમિયાન જેલવાસ ભોગવ્યો અને સંગઠનની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી. મુખ્યમંત્રી તરીકે તેમણે શિક્ષણ અને વહીવટમાં ઉત્કળષ્ટ યોગદાન આપ્યું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ શ્રી રમેશ પરમારે જણાવ્યું કે, વિજયભાઈના મુખ્યમંત્રી કાળમાં યુનિવર્સિટીને દરેક સ્તરે સહાય મળી. કાર્યક્રમનું સંચાલન શ્રી નેહલ શુક્લએ કર્યું, જ્યારે વ્યવસ્થા પ્રાધ્યાપકો શ્રી પ્રકાશ કાગડા, રાજેન્દ્રભાઈ દવે અને ડૉ. જીગ્નેશ ઉપાધ્યાયની ટીમે સંભાળી.
આ પ્રસંગે વિજયભાઈના સહપાઠીઓ, વરિષ્ઠ કાયદાશાષાી શ્રી યોગેશભાઈ મહેતા (ઓનલાઈન), પૂર્વ કુલપતિ શ્રી કમલેશ જોશીપુરા, રાષ્ટ્રીય સહકારી આગેવાન શ્રી જ્યોતિન્દ્ર મહેતા, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય સહિત અનેક અગ્રણીઓએ તેમના સ્મરણો વહેંચ્યા. આંખો ભીની કરી દે તેવા આ કાર્યક્રમે વિજયભાઈ રૂપાણીના સેવાભાવી જીવનને એક સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
(2:10 PM IST)










