<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

મવડીનો અંકુર રોડ હવે ૮૦ ફુટનો કરવા વિચારણા

લાઇન ઓફ પબ્‍લીક સ્‍ટ્રીટ હેઠળ ૭૦ મિલ્‍કતો કપાત થશેઃ ૧૫૦ ફુટ રીંગ રોડ સુધી જોડાશે

 

 

રાજકોટ તા.૨૬: શહેરના અનેક મુખ્‍યોમાર્ગેને સર્કલો તેમજ મેઇન રોડ સાથે જોડવાનું કામ આજે પણ અધુરુ રહી ગયુ છે. મનપાને રોડ રસ્‍તા કાઢવામાં મુશકેલીનો સામનો કરવો પડતો હોય છે. જેમાં ૨૦ વર્ષથી વિવાદીત બનેલ વોર્ડ નં.૧૨નો અંકુર મેઇન રોડ ખોલવાનો માર્ગ હવે મોકળો થયો હોવાનુ જાણવા મળેલ છે. આ રોડને લાઇન ઓફ પબ્‍લિક સ્‍ટ્રીટ હેઠળ મુકી હવે રોડ વચ્‍ચે આવતી ૭૦ મિલકતોના દબાણો દુર કરી ૮૦ ફૂટના રોડને ૧૫૦ ફૂટ રીંગરોડ સાથે જોડાણ કરવામાં આવશે.

શહેરના વોર્ડ નં.૧૨માં ૨૦ વર્ષથી વધુ સમય પહેલા અંકુર મેઇન રોડ ને ડિવાઇડરની સુવિધા સાથે ૮૦ ફૂટનો બનાવવામાં આવ્‍યો હતો. આ મુખ્‍ય માર્ગ ૧૫૦ ફૂટ રીંગરોડથી કળષ્‍ણનગર મેઇન રોડને કનેકટ થાય તેવુ આયોજન કરવામાં આવેલ જેતે સમયે રોડ પહોળો કરવા માટે કપાતમાં આવતી ૨ સોસાયટીઓ તેમજ અન્‍ય સહિત ૭૦ મિલકતોને કપાત અંગે નોટીસ આપવામાં આવેલ જેથી અસરગ્રસ્‍તોએ કોર્ટનો સહારો લઇ સ્‍ટે.મેળવેલ હતો. મહાનગર પાલિકાએ અંતે લાઇન ઓફ પબ્‍લિક સ્‍ટ્રીટ કાયદા હેઠળ આ રોડ ખુલો કરવા તૈયારીઓ આરભી હતી જેને મંજૂરી મળી ગયાનું જાણવા મળેલ છે.

શહેરના અનેક રોડ રસ્‍તાઓને ખુલા કરવામાં માટે સરકાર દ્વારા બનાવામાં આવેલ લાઇન ઓફ પબ્‍લિક્‌ સ્‍ટ્રીટ કાયદાની અમલવારી કરવામાં આવેલ છે. આ કાયદા હેઠળ કોઇપણ પ્રકારના બાંધકામો રોડ ખુલો કરવા માટે દબાણ ગણાતા હોય ત્‍યારે આ મિલકત ધારોકેને નિયમ મુજબનું વળતર આપી રોડ રસ્‍તાઓ ખુલા કરવામાં આવતા હોય છે. જેથી અંકુર મેઇન રોડને પણ હવે લાઇન ઓફ પબ્‍લિક સ્‍ટ્રીટ હેઠળ લઇ આ રોડને ખુલો કરવા માટે ૭૦ મિલકતનો નોટીસ આપવામાં આવેલ જેના લીધે અસરગ્રસ્‍તોએ વળતરની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે તેવી તંત્રને રજૂઆત કરી છે. આથી અસરગ્રસ્‍તોની વળતરનો પ્રશ્ન પૂર્ણ થયા બાદ  ટૂંક સમયમાં રોડ પહોળો અને ખુલો કરવાની કામગીરી હાથ ધરાશે તેમ જાણવા મળેલ છે.(૨.૧૯)

(2:53 PM IST)