તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Thursday, 26th June 2025
રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે ચાર્જ સંભાળતા ડો.રાજદિપસિંહ જાડેજા
આશાપુરા માતાજી મંદિરે દર્શન કરી હાટકેશ્વર મહાદેવ મંદિરે પૂજન અર્ચન કર્યા બાદ કોંગ્રેસ કાર્યાલય :ખાતે હવન કર્યો, સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણઃ જનતા અને કાર્યકરોને દરરોજ મળશે

રાજકોટઃ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ડો.રાજદીપસિંહ જાડેજાએ પદગ્રહણ કરેલ છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે હવન કરી, સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી, કાર્યકરો આગેવાનોએ આપી શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર દેશમાં રાહુલ ગાંધીની સૂચનાનુસાર કોંગ્રેસ દ્વારા કરાયેલા સંગઠન નવસર્જન કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં સૌ પ્રથમ સંગઠન ના નવા માળખા સાથે રાજ્યમાં ૪૧ નવ નિયુક્ત શહેર અને જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકેની નિયુક્તિ કરવામાં આવી છે. રાજકોટ શહેર કોંગ્રેસમાં પણ તાજેતરમાં ત્રણ દિવસ સુધી એઆઈસીસીના સેક્રેટરી અને શહેર કોંગ્રેસ નિરીક્ષક તરીકે નિમાયેલા ડો. શ્રીરીવેલા -સાદ અને જીપીસીસી ના નિયુક્ત કરાયેલા નિરીક્ષકો દ્વારા વોર્ડ પ્રમુખો, વોર્ડ પ્રભારીઓ, પ્રદેશના હોદ્દેદારો, વિધાનસભા પ્રભારી, ફ્ન્ટલ સેલના ચેરમેનો, કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકર મિત્રો ને વન ટુ વન દરેકને પૂરતો સમય આપી રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખમા એકાદ ડઝન દાવેદરો વચ્ચે નિયુક્તિ અંગેના અભિપ્રાયો જાણી એઆઈસીસી માં રિપોર્ટ કરવામાં આવેલ હતો. આ ઉપરાંત રાહુલ ગાંધીની કોન્સેપ્ટ મુજબ આમ પ્રજા વચ્ચે પણ સર્વે કરવામાં આવ્યો હતો અને યુવાનોને અગ્રતા આપવા અને ભાજપ સામે લડાયક અને આક્રમક યુવાનોને નેતળત્વ આપવું એ નીતિને પગલે રાજકોટ શહેરમાં યુવા આગેવાન અને સંઘર્ષિલ આક્રમક નેતાની રાજકોટની જનતા દ્વારા કોંગ્રેસના સુકાની માટે આંતરિક સર્વેની અંદર શહેરમાં ડો. રાજદીપસિંહ જાડેજા ની નિયુક્તિ કરવામાં આવી છે. રાજદીપસિંહ ની નિમણૂકના પગલે સમગ્ર ગુજરાતના યુવાનો અને શહેરમાં શ્રી શુભેચ્છા વર્ષા થઈ રહી છે. આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ અમુક તરીકે વિધિવત રીતે પૂર્વ પ્રમુખ અતુલ રાજાણી પાસેથી શહેર કોંગ્રેસ પ્રમુખનો ચાર્જ લેતા પહેલા સવારે આઠ વાગે પ્રથમ નોરતું હોવાને પગલે પેલેસ રોડ ખાતે માં આશાપુરા ના સુભાષિશ લઈ હાટકેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે સવારે ૧૦ કલાકે સાંઈબાબા મંદિર આરતી કરી સવારે ૧૧ કલાકે બહુમાળી ભવન ખાતેના ચોકમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી શહેર કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો બહોળી સંખ્યામાં શુભેચ્છા સ્વાગત માટે ઉમટી પડ્યા હતા. આજથી ચાર્જ સંભાળતાની સાથે કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ (મો.૯૮૨૪૩ ૦૦૦૦૭) નિયમિત સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૬ રાજકોટ શહેરની જનતા અને કોંગ્રેસના કાર્યકરોને રૂબરૂ મળશે. તેમ પૂર્વ પ્રમુખશ્રી, અતુલ રાજાણી, (શહેર કોંગ્રેસ સમિતિ, રાજકોટ) એ જણાવ્યું છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:53 PM IST)










