તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
જય જગન્નાથ...ઇસ્કોન મંદિર દ્વારા કાલે જગન્નાથરથયાત્રા
શહેરના રાજમાર્ગો જય જગન્નાથ અને હરે કૃૃષ્ણના નાદ સાથે ગુંજી ઉઠશે : કોટેચા ચોકથી થશે રથયાત્રાનો પ્રારંભ, ભાવિકોને બુંદીના ૧ લાખથી વધુ પેકેટનું વિતરણઃ દેવકીનંદન પ્રભુજીના કિર્તનઃ નિજમંદિરે ભંડારો

રાજકોટઃ આવતી કાલે અષાઢી બીજનો શુભ દિવસ છે અને દિવસે વિશ્વભરમાં જગન્નાથ રથયાત્રાનું મહોત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. રાજકોટમાં પણ ઇસ્કોન મંદિર દ્વારા વર્ષ ૨૦૦૩ થી દર વર્ષે ભગવાન શ્રી શ્રી જગન્નાથ, બળદેવ, સુભદ્રા ને નગરચર્યા એ નિકળે છે.
આ અંગે વધુ માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટ ના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા રથયાત્રા કાઢવામાં આવશે. રથયાત્રા આવતી કાલે સાંજે ૫ કલાકે રામકળપા ડેરી કોટેચા ચોક ખાતે થી શરુ થશે અને ઇન્દિરા સર્કલ, પંચાયત ચોક, આકાશવાણી ચોક, જે કે ચોક, એજી ચોક થી કાલાવડ રોડ પર જડ્ડુસ ચોક, કટારીયા સર્કલ થઇ ઇસ્કોન મંદિર એ રપત ફરશે. રાત્રે ૮ વાગેથી સૌ દર્શનાર્થીઓ માટે મંદિરે ભંડારા પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે. રથયાત્રા દરમિયાન શહેરના રાજમાર્ગો પર દર્શન કરતાં દર્શનાર્થીઓને ભગવાનનો પ્રસાદ મળી રહે તે હેતુથી ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા આશરે ૫ હજાર કિલો બુંદીના એક લાખથી વધુ પેકેટ બનાવવામાં આવશે જે રથયાત્રા દરમિયાન શહેરના રાજમાર્ગો પર વિતરણ કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન શહેરના માર્ગો પર હરે કળષ્ણ મહામંત્ર નું મધુર કીર્તન ચાલુ રહેશે. તદ ઉપરાંત ભક્તજનો દ્વારા કીર્તન ઉપર પારંપરિક નળત્ય પણ કરવામાં આવશે.
આ વર્ષે રથયાત્રા ની ઉજવણીમાં ભાગ લેવા માટે વિશેષ અતિથિ રૂપે સિંગાપુર ઇસ્કોન મંદિરના પ્રમુખ તેમજ મોટીવેશનલ સ્પીકર શ્રીમા દેવકીનંદન પ્રભુજી રાજકોટ ઉપસ્થિત રહેશે. દેવકીનંદન પ્રભુજી પોતાના શ્રીમદ ભગવદગીતા તેમજ શ્રીમદ્ ભાગવતમ ઉપરના વ્યવહારુ માર્ગદર્શન માટે તેમજ સુમધુર કીર્તન માટે વિશ્વવિખ્યાત છે. આ વર્ષે શહેરના રાજમાર્ગો દેવકીનંદન પ્રભુજીના સુંદર કીર્તનથી પણ ગુંજી ઉઠશે
આમ, રાજકોટ ની ધર્મ પ્રેમી અને ઉત્સવ પ્રેમી જનતા ને રથયાત્રાના દિવસે ભગવાનના રથ ખેંચવાનો લાભ લેવા વૈશ્ણવસેવા દાસ (પ્રમુખ, ઇસ્કોન મંદિર, રાજકોટ) દ્વારા અનુરોધ કરાયો છે.
(2:56 PM IST)










