<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

વિજયભાઇને જૈન સમાજ દ્વારા ભાવાંજલી અર્પણ

પૂ.પં.પ્ર.જગતશેખર વિજયજી મ.સા., પૂ.દેવેન્‍દ્રમૂનિ મ.સા., પૂ.સુશાંતમુનિ મ.સા., પૂ. નમ્રમુનિ મ.સા. તથા સર્વ સપ્રદાયના સંત-સતીજીઓની નિશ્રા

રાજકોટ : આજે ગુરુવાર તા. ૨૬ ના રોજ રાજકોટ હેમુ ગઢવી હોલ ખાતે વિજયભાઈ રૂપાણીની જૈન સમાજ દ્વારા ગુણાંજલિ સભા યોજાઇ હતી. જેમાં મૂર્તિપૂજક સમુદાયના પૂજય ગુરુદેવ પન્‍યાસ પ્રવર જગત શેખર વિજયજી મ.સા., ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુદેવ દેવેન્‍દ્ર મુનિ મ.સા., પૂ.ગુરુદેવ સુશાંત મુનિ મ.સા., રાષ્‍ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા. તથા દેરાવાશી સ્‍થાનકવાસી ગોંડલ સંપ્રદાય, અજરામર સંપ્રદાય, સંઘાણી સંપ્રદાય સહિત રાજકોટમાં બીરાજમાન સર્વ સંપ્રદાય ના પૂ.સંત - સતિજીઓ નિશ્રા પ્રદાન કરી હતી. સૌરાષ્‍ટ્રના જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્‍થિત રહેલ. આ અંગે રાજકોટ જૈન સમાજના ચારેય  ફીરકાઓ,જૈન સમાજ ની  સંસ્‍થાઓના અગ્રણીઓની એક મીટીંગ નું આયોજન થયેલ. દરેક વકતા તથા વ્‍યક્‍તિઓનો એક જ લાગણી હતી. કે જેના માટે જૈન સમાજ ગૌરવ લઈ શકતું હતું, જૈન સમાજના મોભી હતા તેઓના અવસાનથી જન માત્રને દુઃખની લાગણી થયેલ છે, પરંતુ જૈન  સમાજને તો બહુ મોટી ના પુરી શકાય તેવી ખોટ પડી છે. પોતાનો અંગત સ્‍વજન ગુમાવ્‍યાનો અહેસાસ થાય છે.  આ પ્રસંગે પૂ. પન્‍યાસ પ્રવર જગતશેખર વિજય મ.સા.એ સાધુવાદ પાઠવતા જણાવેલ કે, વિજય મ.સા.એ સાધુવાદ પાઠવતા જણાવેલ કે, વિજયભાઇ જીવદયાના પ્રખર હિમાયતી હતા. તેઓએ દેશભરમાં જીવતા પશુ, પાંજરાપોળ માટે ખુબ જ કામ કર્યુ છે. રાષ્‍ટ્ર સંત પૂ. નમ્રમુનિ મ.સા.એ જણાવેલ કે, વિજયભાઇ સૌના マદય ઉપર અમીટ છાપ છોડી ગયા છે. રાજકોટનો જૈન સમાજ આખો દિવસ પણ ભાવાંજલી અર્પવા રહેવું પડશે તો વિજયભાઇ માટે બેસશે.  પૂ. સુશાંત મુનિ મ.સા. પૂ. સ્‍મિતાબાઇ મ.સ. તથા સતીવૃંદે પોતાના ભાવ પ્રગટ કર્યા હતા. ઉપરાંત જૈન તપગચ્‍છ સંઘ પ્રમુખ જીતુભાઇ ચાવાળા, રોયલ પાર્ક સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઇ શેઠ, સાંસદ પરસોતમભાઇ રૂપાલા, ઘાટકોપરના ધારાસભ્‍ય પરાગભાઇ શાહ, વજુભાઇ-જુનાગઢ સંઘ દ્વારા વિજયભાઇને શ્રધ્‍ધાંજલી અર્પણ કરાઇ હતી.  ભાવાંજલી સભાનું સંચાલન કરણભાઇ શાહે કરેલ. રૂપાણી પરિવાર વતી ઋષભ રૂપાણીએ ઋણ સ્‍વીકાર કરેલ.  આ પ્રસંગે જૈન સમુદાય ના વિવિધ સંઘો, ધારાસભ્‍યો રાજકીય આગેવાનો પણ ખાસ હાજર રહીને ગુણનાંજલિ પાઠવી હતી. 

(3:06 PM IST)