<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

પંદર ગુનાઓઓમાં સામેલ આશાપુરાનગરના રાજપાલસિંહ ઉર્ફ રાજોને પાસામાં ધકેલી દેવાયો

પોલીસમેનની હત્‍યા, હત્‍યાનો પ્રયાસ, રાયોટીંગ, સૃષ્‍ટિ વિરૂધ્‍ધનું કૃત્‍ય સહિતના ગુનાઓમાં સંડોવણી :' ભક્‍તિનગર પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા, પીએસઆઇ ગોહિલ, એએસઆઇ નિલેષભાઇ મકવાણા સહિતે વોરન્‍ટ બજવણી કરી

રાજકોટ તા. ૨૬: પોલીસમેનની હત્‍યા, લૂંટ, મારામારી, હત્‍યાની કોશિષ સશિતના પંદર જેટલા ગંભીર ગુનાઓમાં સામેલ કોઠારીયા રોડ આશાપુરાનગર-૯માં રહેતાં રાજપાલસિંહ ઉર્ફ રાજો સુધીરસિંહ જાડેજા (ઉ.વ.૨૫)ને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પાસા તળે મહેસાણા જેલમાં ધકેલી દીધો છે.

ગુનેગારોને પાસામાં ધકેલવાની ઝુંબેશ ચાલી રહી હોઇ આશાપુરાનગરના માથાભારેની છાપ ધરાવતાં રાજપાલસિંહ ઉર્ફ રાજોને પાસામાં ધકેલવાની દરખાસ્‍ત જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવની રાહબરી હેઠળ ભક્‍તિનગર પોલીસે તૈયાર કરી હતી. જેને પોલીસ કમિશનરશ્રીએ મંજુર કરી હતી. રાજપાલસિંહ ઉર્ફ રાજોએ પોલીસમેનની હત્‍યા સહિતના ગુના આચર્યા છે. ભક્‍તિનગર પોલીસમાં તેના વિરૂધ્‍ધ મોટા ભાગના ગુના નોંધાયા છે. જેમાં હત્‍યા, મારામારી, રાયોટીંગ, ધાકધમકી, હત્‍યાની કોશિષ, સૃષ્‍ટિ વિરૂધ્‍ધનું કૃત્‍ય, રાયોટીંગ સહિતના ૧૫ ગુનાનો સમાવેશ થાય છે. આ શખ્‍સ પેંડાગેંગના સાગ્રીતની છાપ ધરાવે છે. હત્‍યા કેસના સાક્ષીની હત્‍યાનો પ્રયાસ પણ તેણે તાજેતરમાં કર્યો હતો. શહેરમા વર્ષ ૨૦૧૬માં તાલુકા પોલીસ સ્‍ટેશન વિસ્‍તરમાં પોલીસ કર્મચારી ભરતદાન ગઢવીની હત્‍યા નિપજાવી હતી.

આ હત્‍યા કેસના સાક્ષી જીજ્ઞેશભાઈએ કોર્ટમાં આરોપી રાજા જાડેજા વિરૂધ્‍ધ જુબાની આપતા તેનો ખાર રાખી રાજા જાડેજા અને તેના સાગરીતોએ સાથે મળી ગત તારીખ ૧૮ ડિસેમ્‍બર ૨૦૨૪ના રોજ રાત્રીના સમયે હત્‍યાના બનાવને નજરે જોનાર સાક્ષીના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલો કરી  કોર્ટમાં જુબાની ન આપવા ધમકી આપી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી જેમાં ભક્‍તિનગર પોલીસે રાજો જાડેજા, ચિરાગ બકાલી, ચંદ્રેશ ઉર્ફે ચાંદો ગોહેલ, મિલન બાવાજી, દિનેશ કાંચો, પિયુષ સોલંકી, મનિયો મિષાી, છોટુ અને એક અજાણ્‍યા શખ્‍સ સામે હત્‍યાની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

પાસા વોરન્‍ટ બજવણીની કામગીરી પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા, પીએસઆઇ જે. જે. ગોહિલ, એએસઆઇ નિલેષભાઇ સરવૈયા, ભરતભાઇ મારકણા, હેડકોન્‍સ. પ્રભાતભાઇ મૈયડ, હરવિજયસિંહ ગોહિલ, કોન્‍સ. અરજણભાઇ પરમાર, દેવજીભાઇ પંકુટા, ભગીરથસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ગોહિલ, મયુરધ્‍વજસિંહ જાડેજા, હોમગાર્ડ હાર્દિકભાઇ પીપળીયા અને પીસીબીના પીઆઇ એમ. આર. ગોંડલીયા, રાજેશભાઇ દહેકવાલ અને ઇન્‍દ્રજીતસિંહ ગોહિલે કરી હતી. 

(4:19 PM IST)