<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

મનપાના પ સ્‍વીમીંગ પુલ છલોછલઃ ૯૯૮૩ સભ્‍યો

છેલ્લા ત્રણ માસમાં સ્‍વાસ્‍થય પ્રત્‍યે વધુ સજાગ બન્‍યા રાજકોટીયનો : કોર્પોરેશન સંચાલીત વિવિધ રમત-ગમત પ્રવૃતિઓમાં લોકો જોડાયાઃ વિવિધ સ્‍નાનાગારો, રેસકોર્ષ, મવડી સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષમાં પણ નાગરિકો કાલે તા. ર૭ થી ઓનલાઇન તેમજ તમામ સિવીક સેન્‍ટરો, વોર્ડ ઓફિસો ખાતે પણ નોંધણી કરાવી શકશે : સ્‍વામી વિવેકાનંદ સ્‍નાનાગાર, પેડક રોડ ૧ જુલાઇથી રીનોવેશન માટે ૯ માસ બંધ રહેશે

રાજકોટ, તા. ર૬: શહેરમાં સ્‍વાસ્‍થય પ્રત્‍યે સજાગ બન્‍યા છે. મનપાની વિવિધ સ્‍પોર્ટસ એકટીવીટી સ્‍વીમીંગ, વોલીબોલ, જીમ, એથલેટીક ટ્રેક, ટેનીસ સહીતમાં નામ નોંધાવી રહયા છે. જો કે છેલ્લા ૩ માસમાં સૌથી વધુ રજીસ્‍ટ્રેશન વિવિધ સ્‍વીમીંગ પુલોમાં નોંધાયા છે. જેમાં ૯૯૮૩ લોકોની નોંધણી થઇ છે.

રેસકોર્ષ સંકુલ હસ્‍તકની રમતગમત સુવિધાઓનું માસિક, ત્રીમાસિક તથા તાાનાગારની સુવિધાઓનુ ત્રીમાસીક રજીસ્‍ટ્રેશન તથા નવનિર્મિત મવડી સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષ રમતગમત સુવિધાઓનું ત્રિમાસિક રજીસ્‍ટ્રેશન કાલે તા.૨૭ શુક્રવારના રોજ સવારે ૧૧ કલાકથી www.rmc.gov.in પરથી ઓનલાઇન તથા રાજકોટ મહાનગરપાલિકાહસ્‍તકના તમામ સિવિક સેન્‍ટર તથા વોર્ડ ઓફીસ ખાતે થઇ શકશે.  આ ઉપરાંત શ્રી સ્‍વામી વિવેકાનંદ તાાનાગાર, પેડક રોડમાં રિનોવેશનની કાર્યવાહી હાથ ધરવાની હોય આ આ તાાનાગાર તા.૦૧ જુલાઇથી આગામી અંદાજિત ૯ મહિના માટે બંધ રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા હસ્‍તકની વિવિધ રમત ગમતની સુવિધાઓ જેવી કે સિન્‍થેટીક એથ્‍લેટીક ટ્રેક, સિન્‍થેટીક ટેનીસ કોર્ટ,બાસ્‍કેટબોલ કોર્ટ,વોલીબોલ કોર્ટ,રેસકોર્ષ જીમ, નાનામવા મલ્‍ટિએક્‍ટીવિટી સેન્‍ટર લેડિઝજીમ, શેઠ હાઇસ્‍કુલજીમ, હૈદરી ચોક સ્‍થિત જીમતથા મવડી ખાતે નવનિર્મિતસ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષ તથા શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ તાાનાગારકોઠારીયા રોડ,શ્રી મહર્ષિ દયાનંદ સરસ્‍વતી તાાનાગારકાલાવડ રોડ, શ્રી લોકમાન્‍ય તિલક તાાનાગાર રેસકોર્ષ, શ્રી સ્‍વામી વિવેકાનંદ તાાનાગાર પેડક રોડ તથા શ્રી જીજાબાઇ મહિલા તાાનાગાર શિખાઉ તથા જાણકાર સભ્‍યો માટે માસિક, ત્રિમાસિક, છ માસિક તથા વાર્ષિક પ્રવેશ પ્રક્રિયા માહે એપ્રીલ ૨૦૨૫ માં શરૂ કરવામાં આવેલ હતી.

જેમાં સિન્‍થેટીક એથ્‍લેટીક ટ્રેક -રેસકોર્ષ ૩૧૫૮, સિન્‍થેટીક ટેનીસકોટર્પ્ર- રેસકોર્ષ   ૫૫, સિન્‍થેટીક બાસ્‍કેટબોલ કોર્ટ - રેસકોર્ષ ૧૦૯, વિવિધ જીમ ૧૨૧૬, વોલીબોલ- રેસકોર્ષ ૨૫ સભ્‍યો નોંધાયેલ છે. આમ નોંધાયેલ કુલ સભ્‍ય સંખ્‍યા ૪૫૬૩ છે.

જયારે શ્રી સરદાર વલલ્‍ભભાઇ પટેલ તાાનાગાર, કોઠારીયા રોડમાં ૨૫૭૬, શ્રી મહર્ષિ દયાનંદ સરસ્‍વતી તાાનાગાર, કાલાવડ રોડમાં ૨૭૯૭, શ્રી લોકમાન્‍ય તિલક તાાનાગાર,રેસકોર્ષમાં ૧૯૩૯, શ્રી સ્‍વામી વિવેકાનંદ તાાનાગાર,પેડક રોડ ૨૦૬૬ તથા શ્રી જીજાબાઇ તાાનાગાર, સાધુ વાસવાણી રોડમાં ૬૦૫ સભ્‍યો છેલ્લા ૩ માસમાં નોંધાયા છે. આમ નોંધાયેલ કુલ સભ્‍ય સંખ્‍યા ૯૯૮૩ થઇ છે.

મવડી ઇન્‍ડોર સ્‍ટેડીયમમાં ટેનીસ કોર્ટમાં ૬૫, વોલીબોલ, મવડીમાં ૯૩, સિન્‍થેટીક બાસ્‍કેટબોલ કોર્ટમાં ૬૮ તથા બેડમિન્‍ટન કોર્ટમાં ૩૨૬ સભ્‍યો સહિત કુલ સભ્‍ય સંખ્‍યા       ૫૫૨ થઇ છે.

વોર્ડ નં ૧૨ માં મવડીખાતે અદ્યતન સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષમાં સામેલ રમતો જેવી કે લોન ટેનીસ, વોલીબોલ, બાસ્‍કેટબોલ તથા બેડમિન્‍ટન કોર્ટમાં માત્ર મેમ્‍બરશીપ આપવામાં આવે છે આ રમતો માટે કોચીંગ સુવિધા ઉપલબ્‍ધ નથી.

(3:46 PM IST)