તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
રાજકોટમાં દેધનાધનઃ મેઘરાજાની જમાવટઃ પોણો ઈંચ
ગરમી બફારાથી ત્રસ્ત શહેરીજનોને મળી રાહતઃ વાતાવરણમાં ઠંડક પ્રસરી : સવારથી ઘેરાયેલા વાતાવરણ વચ્ચે બપોરે ૧:૪૫ વાગ્યાથી વરસાદ બેસુમારઃ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા

રાજકોટઃ અંતે રાજકોટ શહેરમાં પણ મેઘરાજાની પધરામણી થઈ ચુકી છે. બપોરે પોણા બે વાગ્યાથી દેધનાધન શરૂ થયો છે. વાતાવરણ એકરસ બની ગયું છે. થોડીવારમાં તો રાજમાર્ગો ઉપર નદીઓ વહેવા લાગી છે.
સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપર સર્જાયેલ અપરએર સાયકલોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યના અનેક શહેરોમાં મેઘરાજાનું જોરદાર બેટીંગ જોવા મળી રહ્યું છે. ત્યારે રાજકોટ શહેરમાંᅠમેઘરાજા મન મુકીને વરસી રહ્યા નથી. ત્યારે આજે સવારથી જ છવાયેલા વાદળો વચ્ચે અસહય ગરમી ઉકળાટ પ્રર્વતી રહ્યો છે. દરમિયાન બપોરે પોણા બે વાગ્યાની આસપાસ વરસાદનું શાહી આગમન થયું હતું.
વરસાદનું જોર એવું હતું કે થોડીવારમાં તો રાજમાર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. ચોમેર પાણી પાણી કરી દીધું હતું. આ લખાય છે ત્યારે હવામાન ખાતાના સત્તાવાર આંકડા જોઈએ તો પોણો ઈંચ પાણી પડયું છે. ભેજનું પ્રમાણ ૧૦૦ ટકા છે.
બપોરે ૨:૪૫ વાગ્યે વરસાદની ગતિ થોડી ધીમી પડી છે. સાંજના અને રાત્રીના પણ મેઘરાજા જોરદાર વરસશે તેવું અનુમાન છે.
તસ્વીરમાં શશહેરના રાજમાર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(4:01 PM IST)










