<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

રાજકોટમાં સ્‍ટેમ્‍પ ડયુડી કૌભાંડનો પર્દાફાશ : ૧૮ આસામીઓ ઝપટેઃ ૧ કરોડ ૭ લાખનો દંડઃ ખુટતી ડયુટી અંગે નોટીસો

સ્‍ટેમ્‍પ ડયુટી ડે.કલેકટર વાળાનો સપાટોઃ બાંધકામ ઓછુ દર્શાવી દસ્‍તાવેજોની નોંધણી કરાવ્‍યાનો ધડાકો : એક કિસ્‍સામાં આસામી દ્વારા ખોટી જંત્રી બનાવી બેંકમાંથી કરોડોની લોન લીધાનું ખુલ્‍યું

રાજકોટ તા.૨૬ :રાજકોટ શહેરમાં રિયલ એસ્‍ટેટ ક્ષેત્રે ચાલી રહેલા મોટા સ્‍ટેમ્‍પ ડ્‍યુટી કૌભાંડનો પર્દાફાશ થયો છે. બાંધકામ ક્ષેત્રે ‘બિલ્‍ટઅપ'ને બદલે ‘કાર્પેટ' વિસ્‍તાર મુજબ દસ્‍તાવેજ નોંધણી કરીને તેમજ બાંધકામ ઓછું દર્શાવીને સ્‍ટેમ્‍પ ડ્‍યુટીની ચોરી કરવાના કારસ્‍તાનને શહેરના સ્‍ટેમ્‍પ ડ્‍યુટીના નાયબ કલેક્‍ટરે ઝડપી પાડ્‍યું છે. એક મહિનાના સમયગાળામાં કુલ ૧૮ આસામીઓને રૂ. ૧,૦૭,૪૭,૩૧૭ (એક કરોડ સાત લાખ સડતાલીસ હજાર ત્રણસો સત્તર) નો દંડ ફટકારવામાં આવ્‍યો છે, અને ખૂટતી સ્‍ટેમ્‍પ ડ્‍યુટી વસૂલવા માટે નોટિસ ફટકારવામાં આવી છે.

ડી.વી. વાળા, જી.એ.એસ. નાયબ કલેક્‍ટર, સ્‍ટેમ્‍પ ડ્‍યુટી મૂલ્‍યાંકન તંત્ર, રાજકોટ વિભાગ-૧, મહસુલ વિભાગ ગુજરાત સ્‍ટેમ્‍પ અધિનિયમ ૧૯૫૮ ની કલમ ૩૯(૧)(ખ)(૨) ની જોગવાઈ અનુસાર, બાકી વસૂલાતની રકમ હુકમની તારીખથી ૯૦ દિવસ સુધીમાં ભરપાઈ કરવામાં નહીં આવે, તો હુકમની તારીખથી પ્રસ્‍તુત કાયદાની કલમ-૪૬ ની જોગવાઈ મુજબ ૧૨ ટકા દંડનીય વ્‍યાજ સાથે વસૂલ કરવામાં આવશે અને તે અંગેના બોજાની નોંધ મિલકતના હકક પત્રકમાં કરવામાં આવશે.

આ કેસ ચાલતા દરમિયાન, સંડોવાયેલા કેટલાક આસામીઓએ બાંધકામ ઓછું દર્શાવી દસ્‍તાવેજની નોંધણી કરાવી હતી. સરકારી તંત્ર દ્વારા સ્‍થળ પર જઈને તપાસ કરતા, દસ્‍તાવેજમાં દર્શાવ્‍યા કરતા વધુ બાંધકામ મળી આવ્‍યું હતું. આથી, સંબંધિત આસામીઓને ખૂટતી સ્‍ટેમ્‍પ ડ્‍યુટી ભરવા નોટિસ ફટકારવામાં આવી હતી. જ્‍યારે એક કિસ્‍સામાં, એક આસામી દ્વારા ખોટી જંત્રી બતાવી અને બેંકમાંથી કરોડો રૂપિયાની લોન ઉપાડી હોવાનું પણ સામે આવ્‍યું છે.

રાજેશ પરસાણા (રણછોડ નગર, શ્રદ્ધા સોસાયટી): બજાર કિંમતઃ રૂ.૬,૦૩,૩૭,૨૦૦ ખોટી સ્‍ટેમ્‍પ ડ્‍યુટીઃ રૂ.૧૪,૭૯,૮૦૦, દંડઃ રૂ.૬,૬૪,૫૨૫

અમનભાઈ રમેશભાઈ પરસાણા (રાજ રેસીડેન્‍સી, નાનામવા રોડ) પરષોત્તમભાઈ રામોતીયા (સીતારામ ટાવર, પંચવટી મેઇન રોડ, અમીન માર્ગ) લીલાબેન જોશી (બસ સ્‍ટેશન પાસે, કાલાવડ રોડ, જામનગર): રૂ.૧,૯૮,૦૦૦ (ચંદ્રેશભાઈ કામદાર, રાજેશભાઈ કામદાર, ભૂદેવભાઈ કામદાર, આકાશભાઈ કામદાર સહિત ચાર આસામીઓ, અલકાપુરી સદ્દગુરુ કોમ્‍પ્‍લેક્‍સ, રૈયા રોડ, રાજકોટ) ને મહેસૂલી લેણાં તરીકે નોટિસ પાઠવવામાં આવી છે. આ ખૂટતી સ્‍ટેમ્‍પ ડ્‍યુટી છ ગણા દંડ સાથે ૯૦ દિવસની અંદર ભરપાઈ કરવા અંગેનો હુકમ કરવામાં આવ્‍યો છે.

ગિરીશભાઈ રાણપુરા અને કંદુબેન રાણપરા (નેહરુનગર, માણેકોલ, અમદાવાદ): કુલ બજાર કિંમતઃ રૂ.૭૫,૩૮,૯૯૫ ખોટી સ્‍ટેમ્‍પ ડ્‍યુટીઃ રૂ.૧,૩૨,૮૦૦

વિપુલભાઈ કાપડીયા (માધાપર ચોકડી, મોરબી હાઇવે બ્રિજ), શૈલેષભાઈ કાપડીયા, પ્રવીણભાઈ કાનાબાર, ફુલભાઈ કાનાબાર, મનીષાબેન કાનાબાર, રૂપાબેન કાનાબારઃ બજાર કિંમતઃ રૂ.૧,૭૭,૬૩,૪૦૦, ખોટી સ્‍ટેમ્‍પ ડ્‍યુટીઃ રૂ.૭,૧૨,૦૦૦

તળપ્તિબેન વિરાણી (સત્‍યમ પાર્ક, ગાંધી સ્‍કૂલ સામે, રાજકોટ) અને અંજલિબેન કાબરી (કાબરી પાર્ક, વાવડી, રાજકોટ): બજાર કિંમતઃ રૂ.૨૬,૭૫,૮૫૪, ખૂટતી સ્‍ટેમ્‍પ ડ્‍યુટીઃ રૂ.૪૫,૮૯૦, જયાબેન વેકરીયા (જયરાજ પ્‍લોટ, પેડક રોડ, રાજકોટ): કુલ બજારઃ રૂ.૫૮,૧૪,૬૯૮ ખોટી સ્‍ટેમ્‍પ ડ્‍યુટીઃ રૂ.૧,૭૦,૧૫૧ લુસવાલા (રામનાથ પરા): ખોટી સ્‍ટેમ્‍પ ડ્‍યુટીઃ રૂ.૧,૭૩,૦૦૦, પળથ્‍વીરાજસિંહ રાણા (નાનામવા રોડ, રાજકોટ): બજાર કિંમતઃ રૂ.૧૩,૨૦,૩૦,૩૦૦, દંડઃ રૂ.૪,૮૬,૦૦૦ (સ્‍ટેમ્‍પ ડ્‍યુટીઃ રૂ.૧૧,૨૦,૦૦૦ અને દંડઃ રૂ.૪,૮૪,૪૩૨)

દિવ્‍યેશ સાવલિયા (કેનેડા બેંક): બજાર કિંમતઃ રૂ.૨,૩૮,૭૭,૩૦૦ દંડઃ રૂ.૧૧,૬૭,૬૬૫ રાજેન્‍દ્ર પંચાલ (કોઠારીયા રોડ, રાજકોટ): કુલ બજાર કિંમતઃ રૂ.૩,૪૬,૨૧,૨૦૦ દંડઃ રૂ.૧૬,૦૦,૦૦૦ (અંદાજિત), પ્રકાશભાઈ ટીલાળા (તંતિ પાર્ક, કાલાવડ રોડ, રાજકોટ): કુલ બજાર કિંમતઃ રૂ.૩,૪૦,૨૮,૩૦૦ દંડઃ રૂ.૧૬,૭૦,૮૭૮

જયેશભાઈ પરસાણા (ભુપેન્‍દ્ર રોડ, રાજકોટ): કુલ બજાર કિંમતઃ રૂ.૪,૭૭,૫૪,૬૦૦ દંડઃ રૂ.૨૩,૩૫,૪૮૧ રસિકભાઈ બોદર (મારુતિ નંદન, જીવાપર, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ): કુલ બજાર કિંમતઃ રૂ.૨,૬૮,૬૨,૭૦૦ દંડઃ રૂ.૧૩,૧૩,૮૧૦

જીતેન્‍દ્રભાઈ અકબરી (બિગ બજાર પાછળ, રાજકોટ): કૌશિકભાઈ વઘાસીયા, હિંમતકુમાર વઘાસીયા (ગોંડલ), ગૌરવ વિરડીયા (ગોંડલ), પ્રજ્ઞા ગોંડલીયા (જેતપુર) (શિવરાજગઢ, ગોંડલ-રાજકોટ): મિલકત બજાર કિંમતઃ રૂ.૩૧,૨૫,૨૩૭ દંડઃ રૂ.૩,૧૦,૮૭.

(4:15 PM IST)